WPL Auction 2023 Live : સમાપ્ત થઈ ઐતિહાસિક હરાજી, 87 ખેલાડીઓ પર લુટાવ્યા 59.50 કરોડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 8:46 PM

WPL Auction 2023 Live Women’s Premier League Team Updates highlight: મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આજે મુંબઈમાં હરાજી છે. WPLની પ્રથમ સીઝન આ વર્ષે 4 થી 26 માર્ચ દરમિયાન યોજાશે.જેમાં 448 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

WPL Auction 2023 Live :  સમાપ્ત થઈ ઐતિહાસિક હરાજી, 87 ખેલાડીઓ પર લુટાવ્યા 59.50 કરોડ
આજે મહિલા ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ Image Credit source: TV9 Gujarati Graphics Team

આજે મુંબઈમાં મહિલા પ્રીમિયર લીગની હરાજી થવા જઈ રહી છે. હરાજી બપોરે 2.30 કલાકે શરૂ થશે. હરાજીમાં 5 ટીમો 448 ખેલાડીઓનું ભાવિ નક્કી કરશે. હરાજી માટે 1525 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ અંતે માત્ર 409 ખેલાડીઓના નામ જ અંતિમ યાદીમાં પહોંચ્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2023 08:40 PM (IST)

    WPL Auction 2023: મુંબઈની સ્ક્વોડ હજુ અધૂરી

    ઓક્શન સમાપ્ત થવા પર જ હતુ પરંતુ, મુંબઈ અને બેંગ્લોરની ટીમોનુ સ્ક્વોડ પૂર્ણ થઈ નહોતી. મુંબઈએ 14 ખેલાડી ખરીદ્યા છે. તેઓને એક ખેલાડી ખરીદવાનો બાકી છે. શરત મુજબ 15 ખેલાડીઓ પૂર્ણ કરવાના હોઈ તે એક ખેલાડી ખરીદવા ઈચ્છશે.

    જ્યારે બેંગ્લોરની ટીમ પાસે 16 ખેલાડીઓ છે. જ્યારે એક વિદેશી ખેલાડીની જરુર હજુ બેંગ્લોરને છે.

  • 13 Feb 2023 08:29 PM (IST)

    WPL Auction 2023: નિકર્કને RCBએ ખરીદી

    • દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડેન વાન નિકર્કને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખ રૂપિયામાં ખરીદી હતી.
    • પ્રીતિ બોસને પણ RCBએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી હતી.
    • સિમરન શેખને યુપીએ 10 લાખની મૂળ કિંમતે ખરીદી હતી.
    • અપર્ણા મંડલને દિલ્હીએ 10 લાખની મૂળ કિંમતે ખરીદી હતી.
    • 35 લાખની બોલી લગાવીને અશ્વની કુમારીને ખરીદવામાં આવી છે.
    • હુમૈરા કાઝીને મુંબઈએ 10 લાખ રૂપિયામાં ખરીદી હતી.
    • પૂનમ ખેમનરને RCBએ 10 લાખ રૂપિયામાં ખરીદી હતી.
    • કોમલ જંજદને RCBએ 25 લાખ રૂપિયામાં ખરીદી હતી.
  • 13 Feb 2023 08:26 PM (IST)

    WPL Auction 2023: જેસ જોન્સન દિલ્લીનો હિસ્સો બની

    • ઓસ્ટ્રેલિયન સ્પિન ઓલરાઉન્ડર જેસ જોનાસનને દિલ્હીએ 50 લાખની મૂળ કિંમતે ખરીદી હતી.
    • ગુજરાત જાયન્ટ્સે હર્લી ગાલાને તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયામાં ખરીદી હતી. હર્લી અંડર-19 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતી.
    • સ્નેહા દીપ્તિને દિલ્હી કેપિટલ્સે રૂ. 30 લાખની મૂળ કિંમતે ખરીદી હતી.
    • ભારતીય ફાસ્ટ બોલર અરુંધતિ રેડ્ડીને દિલ્હીએ 30 લાખની મૂળ કિંમતે ખરીદી હતી.
    • મુંબઈએ દક્ષિણ આફ્રિકાના ક્લો ટ્રિયનને 30 લાખમાં ખરીદી હતી.
  • 13 Feb 2023 08:23 PM (IST)

    WPL Auction 2023: તાનિયા ભાટીયા બેઝ પ્રાઈઝ પર ખરીદાઈ

    વિકેટકીપર બેટર તાનિયા ભાટીયાને દિલ્લી કેપિટલ્સે 30 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવી હતી.

  • 13 Feb 2023 08:13 PM (IST)

    WPL Auction 2023: હેથર નાઈટને આરસીબીએ ખરીદી

    ઈંગ્લેન્ડની કેપ્ટન હેથર નાઈટ અંતે બેઝ પ્રાઈસ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો બની છે.

  • 13 Feb 2023 08:12 PM (IST)

    MI WPL Auction 2023: હેલી મેથ્યૂઝ મુંબઈનો હિસ્સો બની

    વેસ્ટઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યૂઝને અંતિમ રાઉન્ડમાં તેનો ખરીદદાર મળ્યો છે. તે બેઝ પ્રાઈસ પર મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો બની છે.

  • 13 Feb 2023 08:01 PM (IST)

    Gujarat WPL Auction 2023: મોનિકા પટેલ ગુજરાતનો હિસ્સો

    ભારતીય મહિલા ક્રિકેટર મોનિકા પટેલને ગુજરાત જાયન્ટ્સ ટીમે 30 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની સાથે જોડી છે.

  • 13 Feb 2023 07:32 PM (IST)

    Gujarat WPL Auction 2023: RCBમાં દિશા કસાટ

    • અનકેપ્ડ ખેલાડી દિશા કાસાટને 10 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવી છે.
    • ઈન્દ્રાણી રોયને પણ RCBએ 10 લાખ રૂપિયામાં ખરીદી છે.
    • કેરળના મિનુ મણીને દિલ્હીએ 30 લાખ રૂપિયામાં ખરીદી છે. તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી.
    • શ્રેયંકા પાટિલને RCBએ 10 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી છે.
    • ભારતીય બોલર કનિકા આહુજાને RCBએ 35 લાખમાં ખરીદી હતો. તેની મૂળ કિંમત 10 લાખ હતી.
    • તનુજા કંવરને ગુજરાત જાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદી છે. તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી.
    • સાયકા ઈશાકને મુંબઈએ 10 લાખની મૂળ કિંમતે ખરીદી છે.
    • આશા શોભનાને RCBએ 10 લાખ રૂપિયામાં ખરીદી છે.
  • 13 Feb 2023 07:18 PM (IST)

    WPL 2023 Auction Updates: આરુષી ગોયલ અનશોલ્ડ

    • જસિયા અખ્તરને  દિલ્હી કેપિટલ્સે 20 લાખમાં ખરીદી
    • વિકેટ કીપર લક્ષ્મી યાદવને યુપીએ 10 લાખમાં ખરીદી
    • ઈન્દ્રાણી રોયને RCBએ 10 લાખમાં ખરીદી
    • વિકેટ કીપર શિપ્રા ગિરી અનસોલ્ડ
    • તરન્નુમ પઠાણ અનસોલ્ડ
    • ઓલરાઉન્ડર અશ્વની કુમારી અનસોલ્ડ
    • મિન્નુ મણિને દિલ્હી કેપિટલ્સે 20 લાખમાં ખરીદી
    • સજના એસ અનસોલ્ડ
  • 13 Feb 2023 07:17 PM (IST)

    WPL 2023 Auction Updates: આ ખેલાડી અનશોલ્ડ રહ્યા

    દિવ્યા જ્ઞાનાનંદ પણ અનસોલ્ડ

    ઇશ્વરી સાવકર અનસોલ્ડ

  • 13 Feb 2023 07:07 PM (IST)

    WPL 2023 Auction Updates: જુઓ કઈ ખેલાડી કઈ ટીમમાંથી રમશે

    • અમનજોત કૌરને 50 લાખ રૂપિયામાં મુંબઈ ખરીદી
    • દયાલન હેમલથાને ગુજરાતની ટીમે 30 લાખમાં ખરીદી
    • ઓલરાઉન્ડર સ્વગતિકા અનસોલ્ડ
    • અરુંધતી રેડ્ડી અનસોલ્ડ
    • ઓલરાઉન્ડર મેઘના સિંહ પણ અનસોલ્ડ છે
    • INR 30 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતી લોરેન બેલને @UPWarriorz તેની બેઝ પ્રાઈઝમાં ખરીદી
    • મોનિકા પટેલને ગુજરાત જાયન્ટે 30 લાખમાં ખરીદી
    • ગૌહર સુલતાના અનસોલ્ડ
    • એકતા બિષ્ટ અને પ્રીતિ બોસ પણ અનસોલ્ડ
    • માહિકા ગૌર અનસોલ્ડ
    • Țara નોરિસને દિલ્હી કેપિટલ્સે 10 લાખમાં ખરીદી
    • લૌરા હેરિસને દિલ્હી કેપિટલ્સની ટીમે 45 લાખમાં ખરીદી ધારા ગુર્જરને મુંબઈ 10 લાખમાં ખરીદી
  • 13 Feb 2023 07:06 PM (IST)

    WPL 2023 Auction Updates:દેવિકાને યુપી વોરિયર્સે 1.40 કરોડ રૂપિયામાં ખરીદી

    ભારતીય ટીમની ઓલરાઉન્ડર દેવિકા વૈદ્ય પર શાનદાર બોલી લાગી હતી

    મૂળ કિંમત- 40 લાખ

    યુપી અને દિલ્હી વચ્ચે જોરદાર ટક્કર થઈ

    ખૂબ જ ઝડપથી બોલી રૂ. 1 કરોડને પાર કરી ગઈ

    દેવિકા વૈદ્યને યુપી વોરિયર્સે 1.40 કરોડ રૂપિયામાં ખરીદી

  • 13 Feb 2023 07:02 PM (IST)

    WPL 2023 Auction Updates: આ ખેલાડીઓ પર બોલી લાગી

    • એસ મેઘનાને ગુજરાત જાયન્ટ્સે 30 લાખ રૂપિયામાં ખરીદી હતી
    • કિરણ નવગીરેને યુપી વોરિયર્સે 30 લાખ રૂપિયામાં ખરીદી
    • એરિન બર્ન્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખ રૂપિયામાં  ખરીદી
    • હીથર ગ્રેહામને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદી
    • ગ્રેસ હેરિસને યુપી વોરિયર્સે 75 લાખ રૂપિયામાં ખરીદી
    • જ્યોર્જિયા વેરહેમને ગુજરાત જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદી
    • દિલ્હી કેપિટલ્સે એલિસ કેપ્સીને રૂ. 75 લાખમાં ખરીદી
    • ઈસાબેલ વોંગને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદી
    • જોશીને ગુજરાત જાયન્ટ્સે 30 લાખ રૂપિયામાં ખરીદી
    • સિમરન બહાદુર અનસોલ્ડ
    • ઓલરાઉન્ડર અનુજા પાટીલ અનસોલ્ડ
  • 13 Feb 2023 07:00 PM (IST)

    WPL 2023 Auction Updates:ઈંગ્લેન્ડની એલિસ કેપ્સી દિલ્હીની ટીમમાં સામેલ

    દિલ્હીએ ઈંગ્લેન્ડની શાનદાર બોલર એલિસ કેપ્સીને 75 લાખ રૂપિયામાં પોતાના કેમ્પમાં સામેલ કરી હતી.

  • 13 Feb 2023 06:59 PM (IST)

    WPL 2023 Auction Updates: કેથરીન બ્રન્ટ અનસોલ્ડ

    ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર કેથરીન બ્રન્ટ અનસોલ્ડ છે

  • 13 Feb 2023 06:58 PM (IST)

    WPL 2023 Auction Updates:જ્યોર્જિયા વેરહેમ પર પણ પૈસાનો વરસાદ થયો

    ઓસ્ટ્રેલિયાની બેટર જ્યોર્જિયા વેરહેમ પર પણ ઘણા પૈસાનો વરસાદ થયો છે. ગુજરાતે તેને 75 લાખ રૂપિયામાં ખરીદી છે.

  • 13 Feb 2023 06:55 PM (IST)

    WPL 2023 Auction Updates:મુંબઈએ ગ્રેહામને ખરીદી

    ઓસ્ટ્રેલિયાના શાનદાર બેટ્સમેન હેદર ગ્રેહામને MIએ ખરીદી છે.

  • 13 Feb 2023 06:53 PM (IST)

    WPL 2023 Auction Updates : બેંગ્લોરે એરિન બર્ન્સ પર બોલી લગાવી

    RCB ટીમે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એરિન બર્ન્સને 30 લાખ રૂપિયામાં પોતાની રેન્કમાં સામેલ કરી છે

  • 13 Feb 2023 06:53 PM (IST)

    WPL 2023 Auction Updates:કિરણ નવગીરેને યુપીએ ખરીદી

    ભારતની બેટ્સમેન કિરણ નવગીરેને યુપીએ 30 લાખ રૂપિયામાં ખરીદી છે.

  • 13 Feb 2023 06:51 PM (IST)

    WPL 2023 Auction Updates:વિરામ બાદ હરાજી શરૂ

    Accelerated હરાજી શરૂ થઈ ગઈ છે અને ટીમોને બોલી કરવા માટે વધુ સમય આપવામાં આવશે નહીં.

    સ્નેહા દીપ્તિ – અનસોલ્ડ

    પ્રિયા પુનિયા – અનશોલ્ડ

  • 13 Feb 2023 06:29 PM (IST)

    WPL 2023 Auction Updates:યુપીએ 10 ખેલાડીઓ ખરીદા

    યુપીની ટીમે અત્યાર સુધીમાં 10 ખેલાડીઓને ખરીદા છે. આ ટીમ પાસે હવે 2.95 કરોડ રૂપિયા બાકી છે.

  • 13 Feb 2023 06:24 PM (IST)

    WPL 2023 Auction Updates: થોડી વારમાં હરાજી શરુ થશે

    નિયમો હેઠળ, દરેક ફ્રેન્ચાઇઝીએ 15-15 ખેલાડીઓના નામ સબમિટ કરવાના હોય છે, જેના આધારે લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને બોલી લગાવવામાં આવશે. આ નામો 81 થી 448 નંબરના ખેલાડીઓમાંથી પસંદ કરવાના છે.

  • 13 Feb 2023 06:21 PM (IST)

    WPL 2023 Auction Updates: ઓક્શનનો આગળનો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે

    મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં અત્યાર સુધી પાંચ ટીમોએ ઘણા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. પરંતુ માત્ર થોડા જ ખેલાડીઓએ તેને ખરીદ્યો છે. જોકે તમામ સ્લોટ લગભગ પૂર્ણ થવાના આરે છે.

    દિલ્હી કેપિટલ્સ – જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, મરિજન કપ્પ, મેગ લેનિંગ, શિખા પાંડે, રાધા યાદવ અને તિતાસ સાધુ

    ગુજરાત જાયન્ટ્સ – એશ્લે ગાર્ડનર, બેથ મૂની, સ્નેહ રાણા, એનાબેલ સધરલેન્ડ, ડોટિન, સોફિયા ડંકલી અને હરલીન દેઓલ

    મુંબઈ ઈન્ડિયન્સ – નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર, યસ્તિકા ભાટિયા અને એમેલિયા કેર

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, એલિસા પેરી, રેણુકા સિંહ અને સોફિયા ડિવાઇન

    યુપી વોરિયર્સ – દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટન, તાહલિયા મગરા, શબનીમ ઈસ્માઈલ, એલિસા હીલી, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શ્વેતા સેહરવત, પાર્શ્વી ચોપરા અને યશશ્રી

  • 13 Feb 2023 06:15 PM (IST)

    WPL 2023 Auction Updates:મુંબઈએ ભારતીય ખેલાડીઓનું નસીબ ચમકાવ્યું

    મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં પાંચ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ ત્રણ ભારતીય ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. MIએ હરમનપ્રીત કૌર, યાસ્તિકા ભાટિયા અને પૂજા વસ્ત્રાકર પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે.

  • 13 Feb 2023 05:42 PM (IST)

    WPL 2023 Auction Updates:45 મિનિટનો બ્રેક, જાણો અત્યાર સુધી શું થયું

    યુપી વોરિયર્સે સૌથી વધુ 10 ખેલાડીઓને ખરીદ્યા છે. તેના પર્સમાં 2.95 કરોડ રૂપિયા બાકી છે. ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સે 7-7 ખેલાડીઓ ખરીદ્યા છે. ગુજરાતમાં સાતમાંથી પાંચ વિદેશી ખેલાડીઓ છે. તેમને ભારતીય ખેલાડીઓ ખરીદવાની જરૂર છે. ગુજરાત પાસે રૂ. 3.75 કરોડ અને દિલ્હી પાસે રૂ. 3.95 કરોડ બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ-પાંચ ખેલાડીઓ ખરીદ્યા છે. મુંબઈ પાસે રૂ. 2.60 કરોડ અને બેંગ્લોર પાસે રૂ. 3 કરોડ બાકી છે.

    સ્મૃતિ મંધાના (RCB) હરાજીમાં અત્યાર સુધીની સૌથી મોંઘી વેચાઈ છે. તેને 3.40 કરોડ રૂપિયાની બોલી લાગી.  ઇંગ્લેન્ડની નતાલી સાયવર (MI) અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર (GGT) પર 3.20 કરોડ રૂપિયાની બોલી લાગી. ભારતની દીપ્તિ શર્મા (UPW) રૂ. 2.60 કરોડની બોલી લગાવે છે. જ્યારે, જેમિમા રોડ્રિગ્સ (DC) રૂ. 2.20 કરોડમાં અને શેફાલી વર્મા (DC) રૂ. 2 કરોડમાં વેચાઈ હતી. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પણ ગુજરાત જાયન્ટ્સ (GGT)એ 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે અત્યાર સુધીની ટોચની ખેલાડી છે.

  • 13 Feb 2023 05:34 PM (IST)

    WPL 2023 Auction Updates:યુપીએ એસ યશસ્વીને ખરીદી

    એસ યશસ્વીને યુપી વોરિયર્સે 10 લાખ રૂપિયામાં ખરદી હતી.

  • 13 Feb 2023 05:31 PM (IST)

    WPL 2023 Auction Updates: સોનમ યાદવ અનશોલ્ડ

    સોનમ યાદવ તેમજ ફલક નાઝ પણ અનશોલ્ડ રહી

  • 13 Feb 2023 05:30 PM (IST)

    WPL 2023 Auction Updates:શ્વેતા સેહરાવત યુપીની ટીમમાં સામેલ

    ભારતીય અંડર-19 ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારી બેટ્સવુમન શ્વેતા સેહરાવતને યુપી વોરિયર્સે 40 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી. તે ચેમ્પિયન U-19 ભારતીય ટીમની વાઇસ-કેપ્ટન હતી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી.

  • 13 Feb 2023 05:25 PM (IST)

    WPL 2023 Auction Updates:દિલ્હીએ તિતાસ સાધુને ખરીદી

    ભારતીય અંડર-19 ટીમના સ્ટાર ફાસ્ટ બોલર તિતાસ સાધુને દિલ્હી કેપિટલ્સે 25 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 05:24 PM (IST)

    WPL 2023 Auction Updates:ભારતીય ખેલાડી રિશિતા બાસુ અનશોલ્ડ

    ભારતીય ખેલાડી રિશિતા બાસુની બેઝ પ્રાઈસ 10 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી તેમજ સૌમ્યા તિવારી પણ અનસોલ્ડ રહી.

  • 13 Feb 2023 05:22 PM (IST)

    WPL 2023 Auction Updates:પાર્શ્વી ચોપરા યુપીની ટીમમાંથી રમશે

    અંડર-19 ભારતીય મહિલા ટીમની સ્ટાર સ્પિનર ​​પાર્શ્વી ચોપરાને યુપી વોરિયર્સે તેની મૂળ કિંમત રૂ. 10 લાખમાં ખરીદી હતી.

  • 13 Feb 2023 05:19 PM (IST)

    WPL 2023 Auction Updates:દિલ્હીએ મારીજેનને પોતાની ટીમમાં ખરીદી

    દક્ષિણ આફ્રિકાની મેરિજેન કેપને દિલ્હી કેપિટલ્સે રૂ. 1.50 કરોડમાં ખરીદી હતી. તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 05:18 PM (IST)

    WPL 2023 Auction Updates:ગુજરાત ટાઇટન્સે સ્નેહા રાણાને ખરીદી

    ભારતની સ્નેહ રાણાને ગુજરાત ટાઇટન્સે 75 લાખ રૂપિયામાં ખરીદી છે

  • 13 Feb 2023 05:15 PM (IST)

    WPL 2023 Auction Updates:શિખા પાંડેને દિલ્હીમાં સ્થાન મળ્યું

    દિલ્હીએ ભારતીય ઓલરાઉન્ડર શિખા પાંડેને 60 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે.

  • 13 Feb 2023 05:15 PM (IST)

    WPL 2023 Auction Updates: અનશોલ્ડ રહી જેસ

    ઓસ્ટ્રેલિયાના ખેલાડી જેસ જોનાસનની  બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી

  • 13 Feb 2023 05:13 PM (IST)

    WPL 2023 Auction Updates: વધુ એક કેપ્ટન અનશોલ્ડ

    બાંગ્લાદેશની કેપ્ટન સલમા ખાતૂન પણ અનશોલ્ડ રહી

  • 13 Feb 2023 05:10 PM (IST)

    WPL 2023 Auction Updates:દિલ્હીએ રાધા યાદવને ખરીદી

    ભારતની રાધા યાદવને દિલ્હી કેપિટલ્સે 40 લાખ રૂપિયામાં ખરીદી છે.

  • 13 Feb 2023 05:10 PM (IST)

    WPL 2023 Auction Updates: સાઉથ આફ્રિકામાં ઉજવણી

    મુંબઈમાં WPLની હરાજી ચાલી રહી છે ત્યારે સાઉથ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ માટે હાજર ભારતીય ટીમ પણ સાથે બેસીને હરાજી જોઈ રહી છે અને ઉંચા ભાવે વેચાઈ રહેલા ખેલાડીઓની સફળતાની ઉજવણી કરી રહી છે. જેમ જ RCBએ સ્મૃતિને 3.40 કરોડમાં ખરીદી કે તરત જ જશ્નનો માહોલ છવાયો.

  • 13 Feb 2023 05:09 PM (IST)

    WPL 2023 Auction Updates:ચાર કેપ્ટન અનસોલ્ડ

    અત્યાર સુધી, વર્તમાન T20 વર્લ્ડ કપમાં ટીમની આગેવાની કરી રહેલા આવા ચાર કેપ્ટનને હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યો નથી.

    • ચમરી અટાપટ્ટુ – શ્રીલંકા
    • સુને લીસ – દક્ષિણ આફ્રિકા
    • હિથર નાઈટ – ઈંગ્લેન્ડ
    • હેલી મેથ્યુઝ – વેસ્ટ ઈન્ડિઝ
  • 13 Feb 2023 04:57 PM (IST)

    WPL 2023 Auction Updates:અત્યાર સુધીની હરાજીમાં શું થયું

    અત્યાર સુધી યુપી વોરિયર્સે હરાજીમાં સૌથી વધુ સાત ખેલાડીઓને ખરીદ્યા છે. તેમના પર્સમાં 3.55 કરોડ રૂપિયા બાકી છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સે છ ખેલાડીઓ ખરીદ્યા છે. આમાંથી પાંચ વિદેશી ખેલાડીઓ છે. તેની પાસે 4.50 કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ-પાંચ ખેલાડીઓ ખરીદ્યા છે. મુંબઈ પાસે રૂ. 2.60 કરોડ અને બેંગ્લોર પાસે રૂ. 3 કરોડ બાકી છે. દિલ્હી પાસે 6.70 કરોડ રૂપિયા બાકી છે. તેઓએ અત્યાર સુધીમાં ત્રણ ખેલાડીઓને ખરીદ્યા છે.

  • 13 Feb 2023 04:48 PM (IST)

    WPL 2023 Auction Updates:અલાના કિંગ અશોલ્ડ

    ઓસ્ટ્રેલિયાની સ્ટાર સ્પિનર ​​અલાના કિંગને કોઈપણ  ખેલાડીએ ખરીદી નહિ

  • 13 Feb 2023 04:46 PM (IST)

    WPL 2023 Auction Updates: પૂનમ યાદવ અનશોલ્ડ

    ભારતીય મહિલા ટીમનીી  ખેલાડી પૂનમ યાદવ અનશોલ્ડ રહી

  • 13 Feb 2023 04:45 PM (IST)

    WPL 2023 Auction Updates:સારા ગ્લેન અનશોલ્ડ

    ઈંગ્લેન્ડની લેગ સ્પિનર ​​સારા ગ્લેન અશોલ્ડ રહી

  • 13 Feb 2023 04:44 PM (IST)

    WPL 2023 Auction Updates: રાજેશ્વરી ગાયકવાડને યુપી વોરિયર્સે ખરીદી

    ભારતની સ્ટાર સ્પિનર ​​રાજેશ્વરી ગાયકવાડને યુપી વોરિયર્સે તેની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયામાં ખરીદી હતી.

  • 13 Feb 2023 04:43 PM (IST)

    WPL 2023 Auction Updates:મેગન શુટ અનસોલ્ડ

    ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ફાસ્ટ બોલર મેગન શુટ અનશોલ્ડ રહી

    દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર અયાબોંગા ખાકા પણ ખાલી હાથ રહી

  • 13 Feb 2023 04:39 PM (IST)

    WPL 2023 Auction Updates: અંજલિ સરવાણી યુપીની ટીમમાં સામેલ

    ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલર અંજલિ સરવાણીને યુપી દ્વારા 55 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવામાં આવી છે.

  • 13 Feb 2023 04:38 PM (IST)

    WPL 2023 Auction Updates:શામિલિયા કોનેલ અનસોલ્ડ

    શામિલિયા કોનેલની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી.

  • 13 Feb 2023 04:35 PM (IST)

    WPL 2023 Auction Updates: હવે ગ્રુપ રાઉન્ડ 6 શરુ

  • 13 Feb 2023 04:35 PM (IST)

    WPL 2023 Auction Updates: સુષ્મા વર્મા અનસોલ્ડ

    બર્નાડીન બેઝુઈડનહાઉટની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી  સાથે ભારતીય ખેલાડી સુષ્મા વર્મા પણ અનસોલ્ડ રહી હતી

  • 13 Feb 2023 04:33 PM (IST)

    WPL 2023 Auction Updates: હીલીને યુપી વોરિયર્સે 70 લાખ રૂપિયામાં ખરીદી

    ઓસ્ટ્રેલિયાની સુપરસ્ટાર વિકેટ-કીપર બેટ્સમેન એલિસા હીલી માટે જોરદાર બોલી લગાવવાની અપેક્ષા છે.ઓસ્ટ્રેલિયાની વિસ્ફોટક બેટ્સમેન એલિસા હીલીને યુપી વોરિયર્સે 70 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 04:31 PM (IST)

    WPL 2023 Auction Updates: રિચા ઘોષ RCBમાંથી રમશે

    ભારતની યુવા વિકેટકીપર રિચા ઘોષ તે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી.

    • મૂળ કિંમત – 50 લાખ
    • દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે સ્પર્ધા
    • એક મિનિટમાં બોલી 1.50 કરોડને પાર કરી ગઈ.
    • આરસીબીએ 1.70 કરોડની બોલી લગાવી છે.
    • દિલ્હીએ 1.80 કરોડ લગાવ્યા છે.
    • આરસીબીએ 1.90 કરોડની બોલી લગાવી છે.
    • અંતે બેંગ્લોરે આ ખેલાડીને 1.90 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે
  • 13 Feb 2023 04:26 PM (IST)

    WPL 2023 Auction Updates: મુંબઈએ યસ્તિકા ભાટિયાને ખરીદી

    ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન યસ્તિકા ભાટિયાને મુંબઈ ઈન્ડિયન્સે 1.50 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 04:23 PM (IST)

    WPL 2023 Auction Updates: તાનિયા ભાટિયા અનસોલ્ડ

    તાનિયા ભાટિયા અને અનુષ્કા સંજીવાની અનસોલ્ડ છે

  • 13 Feb 2023 04:22 PM (IST)

    WPL 2023 Auction Updates: બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર માલામાલ

    ભારતની ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર પર પણ જોરદાર બોલી લગાવવામાં આવી હતી અને અંતે મુંબઈએ તેને 1.90 કરોડ રૂપિયામાં ખરીદી

  • 13 Feb 2023 04:20 PM (IST)

    WPL 2023 Auction Updates:ડીઆન્ડ્રા ગુજરાતની ટીમમાંથી રમશે

    વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ડિઆન્ડ્રા ડોટિને ગુજરાતે 60 લાખમાં ખરીદી

  • 13 Feb 2023 04:17 PM (IST)

    WPL 2023 Auction Updates:શ્રીલંકાના ખેલાડી ચમારી અટાપટ્ટુ અનશોલ્ડ

    શ્રીલંકાના ખેલાડી ચમારી અટાપટ્ટુની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ્ડ રહી

  • 13 Feb 2023 04:15 PM (IST)

    Gujarat WPL Auction 2023: :હરલીન દેઓલ ગુજરાતની ટીમમાંથી રમશે

    ભારતની સ્ટાર બેટ્સમેન હરલીન દેઓલને ગુજરાત જાયન્ટ્સે 40 લાખ રૂપિયામાં ખરીદી. તેની મૂળ કિંમત માત્ર 40 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 04:14 PM (IST)

    WPL 2023 Auction Updates:સુને લુસ અનશોલ્ડ

    દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર સુને લુસની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. તે અનશોલ્ડ રહી

  • 13 Feb 2023 04:12 PM (IST)

    WPL 2023 Auction Updates: ગુજરાતે એનાબેલ સધરલેન્ડને ખરીદી

    ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર સધરલેન્ડને ગુજરાત જાયન્ટ્સે 70 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 04:10 PM (IST)

    WPL 2023 Auction Updates: ચોથા સેટની શરૂઆત

    મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં ચોથા સેટની શરૂઆત થઈ ગઈ છે. જેમાં પણ ઘણા મહત્વના ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવશે.   ડિઆન્ડ્રા ડોટિન, હીથર નાઈટ, હરલીન દેઓલ પર નજર રહેશે

  • 13 Feb 2023 04:09 PM (IST)

    WPL 2023 Auction Updates: હીદર નાઈટ અનશોલ્ડ

  • 13 Feb 2023 04:09 PM (IST)

    WPL 2023 Auction Updates: હરલીન અને રિચા પર લાગી શકે છે મોટી બોલી

    મહિલા પ્રીમિયર લીગના આગામી સેટની તૈયારીઓ થઈ ગઈ છે. જેમાં ભારતીય ખેલાડીઓ રિચા ઘોષ અને હરલીન દેઓલ પર નજર રહેશે. આ બંને મહાન ખેલાડી છે. તેમના પર મોટા દાવ લગાવી શકાય છે.

  • 13 Feb 2023 04:08 PM (IST)

    WPL 2023 Auction Updates: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૌથી ઓછી રકમ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે હાલમાં સૌથી ઓછી રૂ. 4.90 કરોડની બાકી રકમ છે અને ત્યારબાદ યુપી વોરિયર્સ રૂ. 5.90 કરોડ સાથે બીજા ક્રમે છે.

  • 13 Feb 2023 04:06 PM (IST)

    WPL 2023 Auction Updates: જાણો ગુજરાત જાયન્ટસએ ખરીદેલા ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

    અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ સૌથી વધારે 1,289 કરોડની બોલી લગાવીને ગુજરાત જાયન્ટસની ટીમ ખરીદી છે. જુઓ ગુજરાત જાયન્સની સંપુર્ણ ટીમ

  • 13 Feb 2023 04:05 PM (IST)

    WPL 2023 Auction Updates: મુંબઈએ ભારતીય કેપ્ટન સાથે 2 ઓલરાઉન્ડર ખેલાડી ખરીદી

    ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ કંપનીએ  912.99 કરોડની બોલી લગાવીને મુંબઈ ઈન્ડિયન્સ મહિલાની ટીમ ખરીદી છે. આ પણ વાંચો મુંબઈ ઈન્ડિયનસની ટીમે ખરીદેલા ખેલાડીઓ

  • 13 Feb 2023 04:01 PM (IST)

    WPL 2023 Auction Updates: સૌથી મોંઘા ખેલાડી

    મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં મંધાના અત્યાર સુધીની સૌથી મોંઘી ખેલાડી રહી હતી. તેને આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એશ્લે ગાર્ડનર અને નતાલી સાયવર બીજા નંબરે છે. આ બંનેને 3.20-3.20 કરોડ રૂપિયા મળ્યા છે. દીપ્તિ પર મોટો દાવ લગાવીને યુપીએ તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધી. જેમિમાને 2.20 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે શેફાલી વર્માને 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

  • 13 Feb 2023 03:56 PM (IST)

    WPL 2023 Auction Updates: ટુંક સમયમાં ઓલરાઉન્ડરો પર બોલી લાગશે

    મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં થોડો સમય વિરામ લેવામાં આવ્યો છે. આ પછી ઓલરાઉન્ડરો બોલી લાગશે

  • 13 Feb 2023 03:49 PM (IST)

    WPL 2023 Auction Updates: શેફાલીને દિલ્હીએ 2 કરોડ રૂપિયામાં ખરીદી

    શેફાલી વર્માની મૂળ કિંમત 50 લાખ હતી. તે આક્રમક બેટિંગ માટે જાણીતી છે. આરસીબી અને દિલ્હી વચ્ચે સ્પર્ધા હતી. મુંબઈ પણ પાછળથી મેદાનમાં ઉતર્યું. શેફાલીને આખરે દિલ્હીએ 2 કરોડ રૂપિયામાં ખરીદી

  • 13 Feb 2023 03:46 PM (IST)

    WPL 2023 Auction Updates: ઓસ્ટ્રેલિયાની કેપ્ટન દિલ્હીની ટીમમાંથી રમશે

    ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. મુંબઈ અને દિલ્હીએ તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો આગ્રહ કર્યો હતો. દિલ્હીએ તેને 1.10 કરોડ રૂપિયામાં ખરીદી

  • 13 Feb 2023 03:44 PM (IST)

    WPL 2023 Auction Updates: સુઝી બેટ્સ અનશોલ્ડ

    ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની અને અનુભવી ઓપનર સુઝી બેટ્સને કોઈ ખરીદદાર મળ્યો નહિ. તે અનશોલ્ડ રહી હતી.

  • 13 Feb 2023 03:43 PM (IST)

    WPL 2023 Auction Updates: જેમિમા દિલ્હીની ટીમમાંથી રમશે

    ભારતીય બેટર જેમિમા રોડ્રિગ્સની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. દિલ્હી, યુપી અને ગુજરાતે તેને ટીમમાં સામેલ કરવા સ્પર્ધા દર્શાવી હતી. મુંબઈ પણ ઊતર્યું. અંતે દિલ્હીએ તેને 2.20 કરોડ રૂપિયામાં ખરીદી

  • 13 Feb 2023 03:41 PM (IST)

    WPL 2023 Auction Updates: સોફિયા ડંકલી ગુજરાતની ટીમમાંથી રમશે

    ઈંગ્લેન્ડની બેટ્સમેન સોફિયા ડંકલી પર બોલી શરુ

    મૂળ કિંમત – 30 લાખ

    ગુજરાતે બોલી શરૂ કરી

    બોલીમાં દિલ્હી પણ  આવી

    45 લાખની બોલી લગાવવામાં આવી છે.

    50 લાખની ગુજરાતની બોલી

    ઈંગ્લેન્ડની બેટર સોફિયા ડંકલીની મૂળ કિંમત 30 રૂપિયા હતી. ગુજરાત અને દિલ્હીમાં ખરીદી માટે સ્પર્ધા હતી. આખરે ગુજરાતે તેને 60 લાખમાં ખરીદી

  • 13 Feb 2023 03:37 PM (IST)

    WPL 2023 Auction Updates: કેરને 1 કરોડ મુંબઈ ખરીદી

    ન્યુઝીલેન્ડની ઓલરાઉન્ડર એમેલિયા કેરની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી. મુંબઈ અને આરસીબીએ કેર પર મોટી બોલી લગાવી. મુંબઈએ 1 કરોડમાં ખરીદી

  • 13 Feb 2023 03:35 PM (IST)

    WPL 2023 Auction Updates: ઈસ્માઈલ યુપી તરફથી રમશે

    સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનમ ઈસ્માઈલની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી. દિલ્હી અને યુપીએ આ ખેલાડીમાં રસ દાખવ્યો હતો. યુપીએ તેને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યી છે

  • 13 Feb 2023 03:33 PM (IST)

    WPL 2023 Auction Updates: મૂની ગુજરાતની ટીમમાંથી રમશે

    ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર બેથ મૂની પર પણ મોટી બોલી લાગી. મુંબઈ, ગુજરાત અને આરસીબીએ લાંબી બોલી લગાવી હતી. અંતે, ગુજરાતે મૂનીને રૂ. 2 કરોડમાં ખરીદ્યી

  • 13 Feb 2023 03:30 PM (IST)

    WPL 2023 Auction Updates: તાહલિયા મેકગ્રાને યુપીએ 1.40 કરોડમાં ખરીદ્યી

    ઓસ્ટ્રેલિયાના તાહલિયા મેકગ્રા

    મૂળ કિંમત- 40 લાખ

    આરસીબીએ બિડિંગ શરૂ કરી દીધું છે.

    દિલ્હી પણ સ્પર્ધા આપી રહ્યું છે.

    બિડ 1 કરોડને પહોંચી ગઈ છે અને RCB બહાર છે.

    યુપી અને ગુજરાત વચ્ચે ટક્કર અંતે યુપીએ 1.40 કરોડમાં ખરીદ્ય

    ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને યુપી વોરિયર્સે 1.40 કરોડ રૂપિયામાં ખરીદ્યી હતી. તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 03:27 PM (IST)

    WPL 2023 Auction Updates: નતાલીને મુંબઈએ 3.20 કરોડમાં ખરીદ્યી

    ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર નતાલી સિવર નંબર આવી ગયો છે.

    બ્રેઝ પ્રાઈઝ – 50 લાખ

    મુંબઈ અને યુપી વચ્ચે જોરદાર બોલી શરુ

    થોડા જ સમયમાં બોલી 2 કરોડને પાર

    મુંબઈની તાજેતરની બોલી – રૂ. 2.80 કરોડ

    નતાલી સિવરની બેઝ પ્રાઈઝ 50 લાખ હતી. મુંબઈ અને યુપીએ ખેલાડી માટે મોટી બોલી લગાવી હતી. અંતે, મુંબઈએ તેને 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યી

  • 13 Feb 2023 03:22 PM (IST)

    WPL 2023 Auction Updates: રેણુકા સિંહને RCBએ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યી

    ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. દિલ્હી અને આરસીબી વચ્ચે યુદ્ધ હતું. અંતે, RCBએ તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યી

  • 13 Feb 2023 03:20 PM (IST)

    WPL 2023 Auction Updates: ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને UP Warriorz ખરીદી

    ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની બેઝ પ્રાઈઝ 50 લાખ છે.

    દિલ્હી બોલી શરુ કરી

    ગુજરાત જાયન્ટ્સ પણ બોલીમાં આવી

    બોલી 1 કરોડને વટાવી ગઈ છે

    દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યી છે. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

  • 13 Feb 2023 03:18 PM (IST)

    WPL 2023 Auction Updates: સ્મૃતિ મંધાના પહેલા સેટની સૌથી મોંઘી ખેલાડી

    સ્મૃતિ મંધાના પહેલા સેટની સૌથી મોંઘી ખેલાડી હતી. તેને આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યી હતી.

  • 13 Feb 2023 03:17 PM (IST)

    WPL 2023 Auction Updates: દિપ્તિ શર્મા પર બોલી શરુ

    હરાજીના બીજા સેટમાં એમિલિયા કેર, બેથ મૂની, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને નતાલી સાયવર પર બોલી લગાવવામાં આવશે. આ દરમિયાન બધાની નજર દીપ્તિ શર્મા પર રહેશે.

  • 13 Feb 2023 03:16 PM (IST)

    WPL 2023 Auction Updates: હરાજીનો બીજો સેટ ટૂંક સમયમાં શરૂ થશે

    મહિલા પ્રીમિયર લીગ માટે હરાજી ચાલી રહી છે. તેનો બીજો સેટ શરૂ થવાનો છે.

  • 13 Feb 2023 03:15 PM (IST)

    WPL 2023 Auction Updates: RCB પાસે સૌથી ઓછા પૈસા બચ્યા

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે બાકી રકમ રૂ. 6.40 કરોડ છે અને યુપી વોરિયર્સ રૂ. 10.20 કરોડ છે.

  • 13 Feb 2023 03:13 PM (IST)

    WPL Auction 2023 Live : પ્રથમ સેટ ખેલાડીઓ

    • હરમનપ્રીત કૌર – ટીમ – મુંબઈ ઈન્ડિયન્સ – કિંમત 1.80 કરોડ રૂપિયા
    • એશ્લે ગાર્ડનર – ટીમ ગુજરાત જાયન્ટ્સ – રૂ. 3.20 કરોડ
    • એલિસ પેરી – ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 1.70 કરોડ
    • સોફી એક્લેસ્ટોન – ટીમ – યુપી વોરિયર્સ – રૂ. 1.80 કરોડ
  • 13 Feb 2023 03:11 PM (IST)

    WPL Auction 2023 Live :કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી

    સમગ્ર રૂ. 12 કરોડ દિલ્હી પાસે, રૂ. 8.80 કરોડ ગુજરાત અને રૂ. 10.20 કરોડ મુંબઈ પાસે બાકી છે.

  • 13 Feb 2023 03:03 PM (IST)

    WPL Auction 2023 Live :સોફી યુપીની ટીમમાંથી રમશે

    ઇંગ્લેન્ડની ડાબોડી સ્પિનર ​​સોફી એક્લેટન માટે ગુજરાત અને દિલ્હીમાં મોટી બોલી લગાવવામાં આવી હતી. અંતે તેને યુપી વોરિયર્સે 1.80 કરોડમાં ખરીદ્યી હતી.

  • 13 Feb 2023 03:01 PM (IST)

    WPL Auction 2023 Live :પેરીને આરસીબીનો સાથ મળ્યો

    ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીને લઈને દિલ્હી અને RCB વચ્ચે ટક્કર થઈ હતી. આખરે આરસીબીએ તેને 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યી

  • 13 Feb 2023 03:00 PM (IST)

    WPL Auction 2023 Live : હેલી મેથ્યુસ અનશોલ્ડ

    વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા હતી પરંતુ કોઈએ તેના માટે બોલી લગાવી નહીં.

  • 13 Feb 2023 02:56 PM (IST)

    WPL Auction 2023 Live :એશલી ગાર્ડનર પર બોલી શરુ

    વેસ્ટ ઈન્ડિઝના હેલી મેથ્યુઝને કોઈએ ખરીદ્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર પર બોલી ચાલું છે.ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે રૂ. 3.20 કરોડમાં ખરીદ્યી

  • 13 Feb 2023 02:55 PM (IST)

    WPL Auction 2023 Live : સોફી ડિવાઈનને RCB ખરીદ્યી

    ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈનને RCBએ 50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યી છે

  • 13 Feb 2023 02:52 PM (IST)

    WPL Auction 2023 Live : હરમનપ્રીત પર બોલી શરુ

    દિલ્હી કેપિટલ્સ અને બેંગ્લોર વચ્ચે હરમનપ્રીત કૌર માટે લડાઈ શરૂ થઈ હતી. હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં લીધી, તેને 1 કરોડ 80 લાખમાં બાજી મારી

  • 13 Feb 2023 02:49 PM (IST)

    WPL Auction 2023 Live : સ્મૃતિ મંધાનાને બેંગ્લોરે 3 કરોડ 40 લાખમાં ખરીદ્યી

    ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને લઈને મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. બંનેએ 50 લાખની બેઝ પ્રાઈસ બાદ ખેલાડી પર મોટો દાવ રમ્યો હતો. આખરે આરસીબીએ તેને 3.4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધી

  • 13 Feb 2023 02:48 PM (IST)

    WPL Auction 2023 Live : પ્રથમ સેટમાં 7 ખેલાડીઓ

    મહિલા IPLની હરાજી શરુ. પ્રથમ સેટમાં 7 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં ભારતની હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના, ન્યુઝીલેન્ડની સોફી ડેવાઇન, ઇંગ્લેન્ડની સોફિયા એક્લેટન, ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર, વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યુસ અને ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીનો સમાવેશ થાય છે.

  • 13 Feb 2023 02:45 PM (IST)

    WPL Auction 2023 Live : બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ હાજર

    બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલ દ્વારા ઐતિહાસિક ઓક્શનની શરૂઆત કરવામાં આવી હતી.

  • 13 Feb 2023 02:43 PM (IST)

    WPL Auction 2023 Live :મિતાલી રાજ પણ હાજર

    એન્કર શિબાની અખ્તરે તમામ ટીમોનું સ્વાગત કર્યું હતું. ભારતની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ પણ ગુજરાતની ટીમમાં જોવા મળી રહી છે.

  • 13 Feb 2023 02:42 PM (IST)

    WPL Auction 2023 Live : મહિલા ઓક્શન શરુ , જુઓ વીડિયો

  • 13 Feb 2023 02:25 PM (IST)

    WPL Auction 2023 Live : થોડી વારમાં ઓક્શન શરુ થશે

    તમામ ફ્રેન્ચાઈઝીઓ જીઓ સેન્ટર પર પહોંચી ગઈ છે અને ટેબલ પર પોતપોતાની જગ્યા લઈ લીધી છે. બીસીસીઆઈના અધિકારીઓ પણ હાજર છે, મલ્લિકા હવેથી થોડા સમયમાં હરાજી શરૂ કરશે.

  • 13 Feb 2023 02:22 PM (IST)

    WPL Auction 2023 Live : મહિલા ઓક્શનર મલ્લિકા અડવાણી

    બેઝ પ્રાઈસ પાંચ ‘ભાગ’માં હશે જેમાં સૌથી ઓછી કિંમત 10 લાખ રૂપિયા અને સૌથી વધુ 50 લાખ રૂપિયા હશે. અન્ય પાર્ટ રૂ. 20, 30 અને 40 લાખના હશે. ઓક્શનર તરીકે મલ્લિકા અડવાણી ભૂમિકા ભજવશે

  • 13 Feb 2023 02:10 PM (IST)

    WPL Auction 2023 Live :ભારતીય ખેલાડીઓ કરોડપતિ બનશે

    જો ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓનું માનીએ તો સ્મૃતિ, શેફાલી, હરમનપ્રીત અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા રૂ. 1.25 કરોડથી રૂ. 2 કરોડની વચ્ચેની કમાણી કરે તેવી અપેક્ષા છે.

  • 13 Feb 2023 02:09 PM (IST)

    WPL Auction 2023 Live : આ 24 ખેલાડીઓની છે સૌથી વધારે બેઝ પ્રાઈસ, જુઓ પૂરુ લીસ્ટ

    લીગ માટે પહેલાથી જ વિશ્વભરની મહિલા ખેલાડીઓએ આકર્ષણ ખૂબ દર્શાવ્યુ હતુ. દેશ અને વિદેશની લગભગ 1525 જેટલી મહિલા ખેલાડીઓએ પોતાના નામ રજીસ્ટર કરાવ્યા હતા 50 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડી

  • 13 Feb 2023 01:57 PM (IST)

    WPL Auction 2023 Live : લીગ 4 માર્ચથી શરૂ થશે

    મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચો રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે રમાશે. આ દરમિયાન 22 મેચ રમાશે. આ તમામ મેચો મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈ ટુર્નામેન્ટનું શિડ્યુલ પણ ટૂંક સમયમાં જાહેર કરશે.

  • 13 Feb 2023 01:56 PM (IST)

    WPL Auction 2023 Live :આઈપીએલમાં ખેલાડીઓની હરાજીને લઈને ભારે ઉત્સાહ

    ટી-20 મહિલા વર્લ્ડ કપની રોમાંચક મેચ વચ્ચે ભારતમાં હાલમાં મહિલા પ્રીમિયર લીગને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન શરુ થશે. ટૂર્નામેન્ટના 3 અઠવાડિયા પહેલા જ આજે લીગ માટે ખેલાડીઓની હરાજી થશે. આ પણ વાંચો આજે થશે WPL Auction, ક્યાં થશે હરાજી અને કેટલા હશે ખેલાડી? જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર

  • 13 Feb 2023 01:50 PM (IST)

    WPL Auction 2023 Live : થોડી વારમાં શરુ થશે મહિલા આઈપીએલ

  • 13 Feb 2023 01:50 PM (IST)

    WPL Auction 2023 Live : 5 ટીમો વચ્ચે જામશે જંગ

    ગયા મહિને મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો રૂ. 4669.99 કરોડ (અંદાજે રૂ. 4670 કરોડ)માં વેચાઇ હતી. આ પાંચ ટીમો અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનૌની છે જે આજે ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરશે.

  • 13 Feb 2023 01:45 PM (IST)

    WPL Auction 2023 Live : મહિલા IPLની પાંચ ટીમો

    1. યુપી વોરિયર્સ
    2. ગુજરાત જાયન્ટ્સ
    3. મુંબઈ ઈન્ડિયન્સ
    4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
    5. દિલ્હી કેપિટલ્સ
  • 13 Feb 2023 01:44 PM (IST)

    WPL Auction 2023 Live : 24 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 50 લાખ

    50 લાખની મૂળ કિંમત સાથે 24 ખેલાડીઓ આ હરાજીમાં પ્રવેશ કરશે. આ ઓક્શનમાં10 ભારતીય ખેલાડીઓ સામેલ છે. તે જ સમયે, 14 વિદેશી ખેલાડીઓની બેઝ પ્રાઈઝ પણ 50 લાખ રૂપિયા છે.

  • 13 Feb 2023 01:42 PM (IST)

    WPL Auction 2023 Live :હરાજી ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

    વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીનું લાઈવ પ્રસારણ સ્પોર્ટ્સ 18 અને સ્પોર્ટ્સ 18 એચડી ચેનલો પર કરવામાં આવશે. જ્યારે આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે.

  • 13 Feb 2023 01:40 PM (IST)

    WPL Auction 2023 Live :તમામ ફ્રેન્ચાઈઝીના પર્સમાં 12 કરોડ રૂપિયા

    હરાજી માટે તમામ ફ્રેન્ચાઇઝીને 12 કરોડ રૂપિયાની પર્સ વેલ્યુ આપવામાં આવી છે. આ રકમથી ટીમો વધુમાં વધુ 18 અને ઓછામાં ઓછા 15 ખેલાડીઓ ખરીદી શકે છે.

  • 13 Feb 2023 01:39 PM (IST)

    WPL Auction 2023 Live : ઓક્શનર મલાઇકા અડવાણી મહિલા IPLમાં હરાજીમાં મળશે જોવા

  • 13 Feb 2023 01:33 PM (IST)

    WPL Auction 2023 Live :1525 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

    વિશ્વભરમાંથી 1525 ખેલાડીઓએ WPL હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ પછી, આખરે 409 ખેલાડીઓને ફાઈનલ લિસ્ટમાં સ્થાન મળ્યું.

  • 13 Feb 2023 01:26 PM (IST)

    WPL Auction 2023 Live : તમામ ફ્રેન્ચાઈઝી હરાજી માટે તૈયાર

  • 13 Feb 2023 01:22 PM (IST)

    WPL Auction 2023 Live :WPLની આજે હરાજી થશે

    આજે મુંબઈમાં મહિલા પ્રીમિયર લીગની હરાજી થવા જઈ રહી છે. હરાજી બપોરે 2.30 કલાકે શરૂ થશે જેમાં 5 ટીમો 409 ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરશે. આ હરાજી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે.

Published On - Feb 13,2023 1:20 PM

Follow Us:
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">