WPL Auction Gujarat Giants : ગુજરાતની ફેન્ચાઈઝીએ ઓલરાઉન્ડર પર વરસાવ્યાં, જાણો ગુજરાત જાયન્ટસએ ખરીદેલા ખેલાડીઓનું લિસ્ટ

WPL Auction Gujarat Giants Full Squad : મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે મુંબઈના જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. 90 સ્લોટ માટે 448 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ થયા હતા. 5 ફ્રેન્ચાઈઝી હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે ઉતરી હતી.

WPL Auction Gujarat Giants : ગુજરાતની ફેન્ચાઈઝીએ ઓલરાઉન્ડર પર વરસાવ્યાં, જાણો ગુજરાત જાયન્ટસએ ખરીદેલા ખેલાડીઓનું લિસ્ટ
WPL Auction Gujarat Giants Full SquadImage Credit source: Tv9 Gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 6:26 AM

T-20 મહિલા વર્લ્ડ કપની રોમાંચક મેચ વચ્ચે ભારતમાં હાલમાં મહિલા પ્રીમિયર લીગને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન શરુ થશે. પણ તે પહેલા આજે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે હરાજી યોજાઈ છે. અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ પણ મહિલા પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે બોલી લગાવી હતી.

અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ સૌથી વધારે 1,289 કરોડની બોલી લગાવીને ગુજરાત જાયન્ટસની ટીમ ખરીદી છે. ચાલો જાણીએ કે હરાજી દરમિયાન અદાણી સ્પોર્ટ્સલાઈન કંપનીએ પોતાની ટીમ માટે કયાં મહિલા ખેલાડીઓ પર બોલી લગાવી છે.

ગુજરાત જાયન્ટસની આખી ટીમ

  1. એશલે ગાર્ડનર – 3.2 કરોડ
  2. બેથ મૂની – 2 કરોડ
  3. લોખંડ નહીં પરંતુ આ ધાતુમાંથી બને છે રેલવે ટ્રેક, જાણો
    આજનું રાશિફળ તારીખ : 15-11-2024
    ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
    શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
    Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
    અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
  4. સોફિયા ડંકલી – 60 લાખ
  5. એનાબેલ સધરલેન્ડ – 70 લાખ
  6. હરલીન દેઓલ – 40 લાખ
  7. ડિઆન્ડ્રા ડોટિન – 60 લાખ
  8. સ્નેહ રાણા – 75 લાખ
  9. સબીનેની મેઘના – 30 લાખ
  10. જ્યોર્જિયા વેરહેમ – 75 લાખ
  11. માનસી જોશી – 30 લાખ
  12. દયાલન હેમલતા – 30 લાખ
  13. મોનિકા પટેલ – 30 લાખ
  14. તનુજા કંવર – 50 લાખ
  15. સુષ્મા વર્મા – 60 લાખ
  16. હર્લી ગાલા – 10 લાખ
  17. અશ્વની કુમારી – 35 લાખ
  18. પારુણિકા સિસોદિયા – 10 લાખ
  19. શબનમ શકીલ – 10 લાખ

ગુજરાત જાયન્ટસની ટીમે ખરીદેલા ખેલાડીઓ

બેટર : બેથ મૂની (2 કરોડ), સોફિયા ડંક્લી (60 લાખ), સબીનેની મેઘના(30 લાખ),  જ્યોર્જિયા વેરહેમ (75 લાખ), સુષમા વર્મા (60 લાખ)

બોલર : મોનિકા પટેલ (30 લાખ), પારુનિકા સિસોડિયા (10 લાખ)

ઓલરાઉન્ડર : એશ્લે ગાર્ડનર ( 3.2 કરોડ), એનાબેલ સધરલેન્ડ (70 લાખ), હરલીન દેઓલ ( 40 લાખ), ડિઆન્ડ્રા ડોટિન (60 લાખ), સ્નેહ રાણા ( 75 લાખ), દયાલન હેમલથા ( 30 લાખ), માનસી જોશી ( 30 લાખ), તનુજા કનવર (50 લાખ), અશ્વની કુમારી (35 લાખ)

કોચિંગ સ્ટાફ: રશેલ હેન્સ (મુખ્ય કોચ), નૂશીન અલ ખાદીર (બોલિંગ કોચ), તુષાર અરોથે (બેટિંગ કોચ), ગાવન ટ્વીનિંગ (ફિલ્ડિંગ કોચ), મિતાલી રાજ (માર્ગદર્શક અને સલાહકાર), હર્લે ગાલા (10 લાખ)

હરાજીમાં 448 ખેલાડીઓ પર લાગશે બોલી

WPLની હરાજીમાં કુલ 448 મહિલા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓને 1,525ની યાદીમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ હરાજીમાં કુલ 246 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે 163 વિદેશી ખેલાડીઓની પણ હરાજી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 4 માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈના બે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે.

મહિલા પ્રીમિયર લીગની હરાજીના નિયમો

  1. પાંચ ફ્રેન્ચાઈઝી મળીને 90 ખેલાડીઓને ખરીદશે, જેમાંથી 30 ખેલાડીઓ વિદેશી હશે.
  2. દરેક ટીમ વધારેમાં વધારે 18 અને ઓછામાં ઓછા 15 ખેલાડીઓ ખરીદી શકશે.
  3. દરેક ટીમ પાસે 12 કરોડનું બજેટ હશે.
  4. દરેક કલાકે 10 મિનિટનો સ્ટ્રેજી બ્રેક મળશે.
  5. દરેક ટીમ એક અસોશિએટ દેશના ખેલાડી સહિત 7 વિદેશી ખેલાડી ખરીદી શકશે.

હરાજીમાં ઉતરી હતી આ ટીમો

મહિલા પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે 5 ટીમોએ બોલી લગાવી હતી. જેનાથી બીસીસીઆઈને 4669.99 રુપિયા મળ્યા હતા.અદાણી સ્પોર્ટ્સલાઈન – 1,289 કરોડ (ગુજરાતની ટીમ), ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ – 912.99 કરોડ ( મુંબઈ ટીમ), રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ  – 901 કરોડ ( બેંગ્લોર ટીમ), JSW GMR ક્રિકેટ ગ્રુપ – 810 કરોડ ( દિલ્હી ટીમ) અને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ – 757 કરોડ ( લખનઉ ટીમ).

મહિલા ઓક્શનર

હરાજીને સારી રીતે ચલાવવા માટે BCCIએ તેની સાથે એક મહિલા ઓક્શનરને જોડી હતી. મલિકા અડવાણી આ હરાજીમાં ઓક્શનર હતી. મલિકા આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ નામની ફર્મમાં કામ કરે છે. તે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ ઐતિહાસિક હરાજીની પ્રથમ ઓકશનર હશે.

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">