AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે ક્યારેય ન થયું તે હવે થયું! 149 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આ ‘વર્લ્ડ રેકોર્ડ’, ક્રિકેટ ઇતિહાસના પાના બદલાઈ ગયા

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક એવો ચમત્કાર થયો છે કે, જે છેલ્લા 149 વર્ષમાં ક્યારેય નથી બન્યો. બે બેટ્સમેનોએ મેદાન પર ઉતરીને છઠ્ઠી વિકેટ માટે 401 રન જોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

જે ક્યારેય ન થયું તે હવે થયું! 149 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આ 'વર્લ્ડ રેકોર્ડ', ક્રિકેટ ઇતિહાસના પાના બદલાઈ ગયા
| Updated on: Jun 28, 2026 | 4:54 PM
Share

વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન આમિર જંગુ અને કેપ્ટન રોસ્ટન ચેઝે ટેસ્ટ ક્રિકેટમાં એવો પરાક્રમ કરી બતાવ્યો છે કે, જે છેલ્લા 149 વર્ષના ઇતિહાસમાં ક્યારેય થયો ન હતો. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં બંને બેટ્સમેનોએ છઠ્ઠી વિકેટ માટે 401 રનની ઐતિહાસિક ભાગીદારી કરીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ભાગીદારી દરમિયાન ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સનો 10 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

અત્યાર સુધીની સૌથી ‘મોટી ભાગીદારી’

નોર્થ સાઉન્ડમાં રમાઈ રહેલી મેચમાં વેસ્ટઇન્ડિઝ મુશ્કેલ સ્થિતિમાં હતું પરંતુ ત્યારબાદ આમિર જંગુ અને રોસ્ટન ચેઝે મોરચો સંભાળી લીધો હતો. બંનેએ 602 બોલનો સામનો કરીને છઠ્ઠી વિકેટ માટે 401 રન જોડી દીધા, જે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે.

અગાઉ આ રેકોર્ડ ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સના નામે હતો. બંનેએ જાન્યુઆરી 2016માં સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં છઠ્ઠી વિકેટ માટે 399 રનની ભાગીદારી કરી હતી. જણાવી દઈએ કે, જંગુ અને ચેઝે આ રેકોર્ડને બે રનથી પાછળ છોડી દીધો છે.

જંગુએ ફટકારી ‘બેવડી સદી’

માત્ર પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા આમિર જંગુએ શાનદાર બેટિંગ કરતા 373 બોલમાં 233 રન બનાવ્યા હતા. બીજી તરફ કેપ્ટન રોસ્ટન ચેઝ 184 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. જંગુની 233 રનની ઇનિંગ વધુ એક કારણે ખાસ રહી. તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTC ના ઇતિહાસમાં વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

401 રનની આ ભાગીદારી વેસ્ટઇન્ડિઝ માટે પણ ટેસ્ટ ઇતિહાસની બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ મામલામાં પ્રથમ સ્થાન કોનરાડ હન્ટે અને મહાન ઓલરાઉન્ડર ગેરી સોબર્સના નામે છે, જેમણે વર્ષ 1958માં પાકિસ્તાન સામે બીજી વિકેટ માટે 446 રન જોડ્યા હતા.

ટેસ્ટમાં બીજી સૌથી ‘મોટી ભાગીદારી’

આટલું જ નહીં, શ્રીલંકા સામે કોઈપણ વિકેટ માટે ટેસ્ટ ક્રિકેટની આ બીજી સૌથી મોટી ભાગીદારી પણ બની ગઈ છે. આ યાદીમાં પ્રથમ સ્થાન ન્યુઝીલેન્ડના માર્ટિન ક્રો અને એન્ડ્રુ જોન્સના નામે છે, જેમણે વર્ષ 1991 માં ત્રીજી વિકેટ માટે 467 રનની ભાગીદારી કરી હતી.

જો કે, ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ હજી પણ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેના નામે નોંધાયેલો છે. બંનેએ વર્ષ 2006માં સાઉથ આફ્રિકા સામે ત્રીજી વિકેટ માટે 624 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી.

FIFA કે ICC ? જાણો કઈ સ્પોર્ટ્સ સંસ્થા પાસે છે સૌથી વધુ સંપત્તિ અને કમાણી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">