AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી માત્ર કાગળ પર, કરોડોના ખર્ચે બનાવાયેલા રિચાર્જ સ્ટ્રક્ચર શોભાના ગાંઠિયા સમાન-Video

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી માત્ર કાગળ પર, કરોડોના ખર્ચે બનાવાયેલા રિચાર્જ સ્ટ્રક્ચર શોભાના ગાંઠિયા સમાન-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2026 | 9:29 PM
Share

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાના રિચાર્જ સ્ટ્રક્ચર્સ કાગળ પર જ હોવાના આક્ષેપ થયા છે. કરોડોના ખર્ચે બનેલા સ્ટ્રક્ચર્સ બિનઉપયોગી છે, જેના કારણે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે મહાનગરપાલિકા દ્વારા રિચાર્જ સ્ટ્રકચર બનાવવામાં આવ્યા છે. તેના કરોડો રૂપિયાના બિલ બનાવવામાં આવ્યા છે, સ્થળ ઉપર લાલિયાવાડી જોવા મળી રહી છે. અડધા સ્ટ્રકચરમાં કોઈ પરિણામ મળ્યુ નથી, કારણ કે, પાણી સ્ટ્રકચર સુધી પહોંચી શકે તેવુ લોકેશન જ નથી, અધુરામાં પુરુ હોય તેમ હવે કુંભારવાડા હેલ્થ સેન્ટરની પાસે સ્ટ્રકચરના નામે લાખો રૂપિયાનુ કામ વગર ચૂકવણુ કરી દેવામાં આવ્યુ હોવાના આક્ષેપ આજ વિસ્તારના કોંગ્રેસ ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવતા સમગ્ર બાબતે ઊંડી તપાસ કરવી પડે તેવી સ્થિતિ સર્જાણી છે. અને જો આ ઘટના સત્ય જ હોય તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાની સાથે અધિકારી, પદાધિકારીઓ સાથે એજન્સીઓની મિલીભગત ખુલ્લે તેમ છે.

ભાવનગર શહેરના કુંભારવાડા હેલ્થ સેન્ટરની પાસે મહાનગર પાલિકાએ વરસાદી પાણી જમીનમાં ઉતારવા રિચાર્જ સ્ટ્રકચર બનાવવાનુ એજન્સી ઓને કામ સોંપ્યુ હતુ. જ્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ લાંબો સમય તે ખાડો ખુલ્લો પડયો રહ્યો હતો, અંતે સ્થાનિક લેવલે માટી વાળી દેવામાં આવી હતી. જે ખરેખર પાકા પાયે ઈટનુ ચણતર કરવાનુ હોય છે, જેના લાખો રૂપિયા તંત્રએ ચૂકવ્યા છે. આ વિસ્તારના નગરસેવક કિશન મેર, કોંગ્રેસ પ્રમુખ લાલભા સ્થળ પર ધસી ગયા હતા અને તંત્રની ઘોર બેદરકારી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે સ્ટે.ચેરમેને કહ્યુ હતુ કે, સ્થળ પર સ્થળ તપાસ કરાવી લઈશુ. ત્યાર બાદ જો ખોટુ કામ થયુ હશે તો એજન્સીને બ્લેક લીસ્ટ કરીને પેમેન્ટ પર વસુલ કરીશુ.

ભાવનગર મહાનગરપાલિકામાં આ પ્રકારની પ્રજાલક્ષી કામગીરી જે થતી હોય છે એ કામગીરીમાં અધિકારીઓની ઘોર બેદરકારી આ એક ઘટનામાં નહીં પરંતુ અનેકવાર સામે આવી છે. જે અધિકારીઓની જવાબદારી છે સ્થળ તપાસ કરવી કવોલેટી ચેક કરવી અને ત્યારબાદ જ પેમેન્ટ કરવાની, જેના બદલે જ્યાં કામ ચાલતું હોય ત્યાં સ્થળ પર કોઈ અધિકારી જતા નથી અને આમનમ જ પેમેન્ટ કરી દેવામાં આવે છે. તેનું જીવતુ જાગતું ઉદાહરણ આ ઘટના છે. ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ઓફિસમાં બેઠા જ વહીવટ કરે છે અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. અને આ પ્રકારે ખોટા માણસો આવી ખોટી એજન્સીઓ મહાનગરપાલિકાને લુટે છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Breaking News: “નમાઝ પઢવાના નામે ઉભો થયો કો-પાયલટ અને પછી….” સ્મિતે ઈઝરાયેલના PM સાથેની વાતચીતમાં કર્યો ખૂલાસો

Published on: Oct 04, 2026 09:29 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">