AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 Breaking News : વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન યથાવત, શ્રીલંકા સામે આખી ટીમ 156 રનમાં આઉટ થઈ

World Cup 2023 : વર્લ્ડ કપની 25મી મેચમાં શ્રીલંકા સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા બંનેએ અત્યાર સુધી ચાર-ચાર મેચ રમી છે. બંનેને એક-એક જીત મળી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 156 રન બનાવ્યા હતા.

World Cup 2023 Breaking News : વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન યથાવત, શ્રીલંકા સામે આખી ટીમ 156 રનમાં આઉટ થઈ
World Cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 6:27 PM
Share

Bengaluru : વર્લ્ડ કપની 25મી મેચમાં શ્રીલંકા સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો (England Team) પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા બંનેએ અત્યાર સુધી ચાર-ચાર મેચ રમી છે. બંનેને એક-એક જીત મળી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 156 રન બનાવ્યા હતા.

વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હજુ સુધી વર્લ્ડ કપ-2023માં પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી. અત્યાર સુધી આ ટીમ પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં હાર થઈ છે. આ ટીમ તેની છઠ્ઠી મેચમાં શ્રીલંકાનો સામનો કરશે. ઈંગ્લેન્ડે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી છે, નહીં તો તેનું સેમિફાઈનલમાં જવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા માટે સૌથી ઓછો પ્રથમ ઈનિંગનો કુલ સ્કોર

  • ડામ્બુલા ખાતે 88 રન, 2003
  • દામ્બુલા ખાતે 143 રન, 2001
  • બેંગલુરુ ખાતે 156 રન, 2023*
  • મોરાતુવા ખાતે 180 રન, 1993

આ સદીમાં WCમાં ઈંગ્લેન્ડ માટે સૌથી ઓછું ઓલઆઉટ ટોટલ

  • 123 રન vs ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન, 2015
  • 154 રન  vs દક્ષિણ આફ્રિકા, બ્રિજટાઉન, 2007
  • 156 રન vs શ્રીલંકા, બેંગલુરુ, 2023*
  • 168 રન vs ભારત, ડરબન, 2003

આ વર્ષના વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર

  • 90 – NED વિ AUS, દિલ્હી, 2023 (ગઈકાલે)
  • 139 – AFG vs NZ, ચેન્નાઈ
  • 156 – AFG vs BAN, ધર્મશાળા
  • 156 – ENG vs SL, બેંગલુરુ (આજે)*
  • 170 – ENG vs SA, વાનખેડ

પ્રથમ ઈનિંગમાં શું થયુ ?

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી. જોની બેયરસ્ટો અને ડેવિડ મલાનની જોડીએ ઝડપી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા. માલન 28 રન બનાવીને એન્જેલો મેથ્યુસનો શિકાર બન્યો હતો. જો કે, આ પછી વિકેટોનો ધમધમાટ જોવા મળ્યો હતો. જો રૂટ ત્રણ રન બનાવીને રનઆઉટ થયો હતો. બેયરસ્ટોને 30 રનના સ્કોર પર કસુન રાજિતાએ આઉટ કર્યો હતો. કેપ્ટન બટલર આઠ રન અને લિવિંગસ્ટોન એક રન બનાવીને આઉટ થયા હતા.

ઈંગ્લેન્ડની ટીમ 85 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. જોકે બેન સ્ટોક્સ એક છેડે ઊભો હતો. આવી સ્થિતિમાં ઇંગ્લિશ બેટ્સમેનો પાસેથી બુદ્ધિશાળી બેટિંગની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ એવું થયું નહીં. ઈંગ્લેન્ડના બેટ્સમેનો ખરાબ શોટ રમીને વિકેટો આપતા રહ્યા. મોઈન અલી 15 રન, ક્રિસ વોક્સ 0 અને આદિલ રાશિદ બે રન બનાવીને આઉટ થયા હતા.

આ દરમિયાન બેન સ્ટોક્સ પણ 43 રનના અંગત સ્કોર પર રહ્યો હતો. રશીદે પોતાની બેદરકારીના કારણે વિકેટ ગુમાવી હતી. અંતે માર્ક વુડ પણ પાંચ રન બનાવીને આઉટ થયો હતો. વિલી 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારાએ ત્રણ વિકેટ ઝડપી હતી. એન્જેલો મેથ્યુસ અને કસુન રાજિતાને બે-બે વિકેટ મળી હતી. તિક્ષનાએ એક વિકેટ લીધી હતી.

બંને ટીમોના પ્લેઇંગ-11

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ.

શ્રીલંકા: કુસલ મેન્ડિસ (કેપ્ટન/વિકેટ), પથુમ નિસાંકા, કુસલ પરેરા, સદિરા સમરવિક્રમા, ચારિતા અસલંકા, ધનંજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુસ, મહિષ તિક્ષાના, કસુન રચિતા, લાહિરુ કુમારા, દિલશાન મધુશંકા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">