આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં તાપમાન 8 થી 6 ડિગ્રીએ પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધવાની શક્યતા છે.
હાડ થીજવતી ઠંડીની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટાય તેવા એંધાણ કરવામાં આવ્યા છે. તેમજ 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં કેટલાંક વિસ્તારોમાં છાંટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. ખેડૂતોને પાક સંરક્ષણ માટે પહેલાં જ પગલાં લેવા તાકિદ કરવા માટે સલાહ આપી છે.