AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023 : માત્ર ટાઈટલ જ નહિ, જાણો મહિલા પ્રીમિયર લીગમાં ઓરેંજ કેપ, પર્પલ કેપ રેસમાં કોણ ટોચ પર

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે યોજાનારી ફાઈનલ મેચની સાથે એ પણ નક્કી કરવામાં આવશે કે કયો ખેલાડી પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પહેરશે. આ માટે પણ ઘણા ખેલાડીઓ વચ્ચે રેસ ચાલી રહી છે.

WPL 2023 : માત્ર ટાઈટલ જ નહિ, જાણો મહિલા પ્રીમિયર લીગમાં ઓરેંજ કેપ, પર્પલ કેપ રેસમાં કોણ ટોચ પર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 2:12 PM
Share

પ્રથમ વખત આયોજિત મહિલા પ્રીમિયર લીગની ફાઈનલ મેચ રવિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ અને મુંબઈની કેપ્ટન હરમનપ્રીત બંને આ ઐતિહાસિક ફાઈનલમાં પોતાની ટીમનું નામ રોશન કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો લીગની પ્રથમ ચેમ્પિયન બનવા માટે ઉત્સુક છે. જોકે, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમાં ટાઈટલ સિવાય અન્ય બાબતો પણ દાવ પર છે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે ટક્કર થશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ પોતાની ટીમ માટે ખિતાબ જીતવા ઉપરાંત ખેલાડીઓની નજર પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પર છે. રસપ્રદ વાત એ છે કે, આ રેસમાં દિલ્હી અને મુંબઈના ખેલાડીઓ પણ આમને-સામને છે. આ રેસના વિજેતાનો નિર્ણય ફાઈનલ બાદ થશે.

ઓરેન્જ કેપ માટે દિલ્હી-મુંબઈ આમને-સામે

આખી લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. હાલમાં આ કેપ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન મેગ લેનિંગના માથા પર શોભી રહી છે. લેનિંગે આઠ મેચમાં 51.56ની એવરેજથી 310 રન બનાવ્યા છે. આ પછી બીજા સ્થાન પર યુપી વોરિયર્સની તાહલિયા મેકગ્રા છે, જેમના 302 રન છે પરંતુ હવે તે રેસમાંથી બહાર થઈ ગઈ છે. ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો નેટ સિવર બ્રન્ટ આવે છે જેણે નવ મેચમાં 272 રન બનાવ્યા છે. તેની એવરેજ લેનિંગ કરતા પણ સારી છે. તે લેનિંગથી માત્ર 38 રન પાછળ છે. આ કેપ કોના માથે જશે તે ફાઈનલ બાદ જ સ્પષ્ટ થશે.

મુંબઈના બોલરો વચ્ચે ટક્કર

પર્પલ કેપ દરેક બોલરનું સપનું હોય છે. આ કેપ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીના માથા પર જોવા મળે છે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ આ કેપની રેસમાં લાગેલા છે. આ યાદીમાં પ્રથમ સ્થાને સોફી એક્લેસ્ટોન છે જેણે 9 મેચમાં 16 વિકેટ લીધી છે. પરંતુ યુપીના આ ખેલાડીઓ હવે રેસમાંથી બહાર થઈ ગયા છે. મુંબઈની સાયકા ઈશાક 15 વિકેટ સાથે બીજા નંબર પર છે. તે સોફીથી માત્ર એક વિકેટ પાછળ છે. સાયકા તેના પોતાના સાથી ખેલાડીઓ હેલી મેથ્યુસ અને એમેલિયા કારના પડકારનો સામનો કરી રહી છે જેમણે 13-13 વિકેટ લીધી છે.

g clip-path="url(#clip0_868_265)">