IPL 2022: અમદાવાદની ટીમ નો કોણ હોઇ શકે છે નવો કેપ્ટન, રવિન્દ્ર જાડેજા થી લઇ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સુધી દોડી રહી છે નજર!

ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) માટે નવી 2 ટીમો જોડાઇ ચૂકી છે. તેમના સત્તાવાર નામ થોડા સમયમાં જાહેર થઇ જશે, સાથે જ તેમના કેપ્ટન અને સ્ટાફની નિમણૂંકો કરવાનો તબક્કો પણ શરુ થશે.

IPL 2022: અમદાવાદની ટીમ નો કોણ હોઇ શકે છે નવો કેપ્ટન, રવિન્દ્ર જાડેજા થી લઇ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સુધી દોડી રહી છે નજર!
Narendra Modi Stadium-IPL Trophy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 12:52 PM

IPL ની નવી બંને ટીમોના નવા માલિકો પણ નક્કિ થઇ ચૂક્યા છે. હવે IPL માં 8 નહી પરંતુ 10 ટીમો છે. મતલબ હવે આગામી સિઝનમાં 10 ટીમો વચ્ચે જંગ જામશે. જોકે આ પહેલા હાલમાં અમદાવાદ (Ahmedabad) અને લખનઉ (Lucknow) ની ટીમોના કેપ્ટનને લઇને ચર્ચા જામી છે. દેશ અને વિદેશના ખેલાડીઓ નવી ટીમના કેપ્ટન બનવા માટે રેસમાં લાગી ચૂક્યા છે. દિલ્હી કેપિટલ્સનો શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) અને પંજાબ કિંગ્સનો કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) પણ આ રેસમાં સામેલ છે. તો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) તરફ પણ નજર મંડરાવવા લાગી છે.

અમદાવાદની ટીમને લઇને પહેલા થી જ આકર્ષણ રહ્યુ હતુ. આ ટીમને કોણ ખરીદશે એ વાતને લઇને ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી. આઇપીએલ ની નવી ટીમને ખરીદવા માટે ગુજરાત થી લઇ દેશ અને વિદેશના રોકાણકારોએ જંપલાવ્યુ હતુ. હવે ટીમની રચના કરવાને લઇને ચર્ચાઓ થવા લાગી છે. ટીમમાં કયા કયા ખેલાડીઓ સામેલ થશે એ સાથે જ કોણ ટીમનુ નેતૃત્વ સંભાળશે એ પણ સવાલો ક્રિકેટ એક્સપર્ટ થી માંડીને ક્રિકેટ ચાહકોમાં ચર્ચાઇ રહ્યો છે.

શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, ડેવિડ વોર્નર અને આરોન ફિંચ પણ આ રેસમાં સામેલ છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ અમદાવાદની ટીમ માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રવિન્દ્ર જાડેજાઃ આ નામ આમ તો સહેજ પણ આશ્વર્ય સર્જે એમ નથી. કારણ કે તે ધોની (Dhoni) નો માનિતો છે. યલો જર્સીની ટીમના કેપ્ટન અને ટીમ ઇન્ડીયાના મેંટોર ધોનીની સાથે રહીને તે ઘડાઇ રહ્યો છે. તેની રમતમાં જાદૂ છે અને હવે તે પ્રમોશન માટે પણ લાયક છે. જોકે ચેન્નાઇની ટીમ થી તેનુ છુટવુ મુશ્કેલ છે. કારણ કે ચેન્નાઇ સુપર કિંગ્સનો તે ભરોસો છે. પરંતુ અમદાવાદની ટીમ એટલે ઘરેલુ ટીમની આગેવાની સંભાળવાની તકને નાતે તે સંભાવના પણ નકારી શકાય એમ નથી.

શ્રેયસ ઐય્યરઃ દિલ્હી કેપિટલ્સમાં હવે તેને નેતૃત્વની ભૂમિકા પરત મળવાની આશા ધૂંધળી છે. રિષભ પંત હવે તે પદ માટે ફીટ થઇ ચૂક્યો લાગે છે. આવી સ્થિતીમાં આ સ્ટાર દિગ્ગજ સ્વાભાવિક જ નવી ટીમ તરફ નજર દોડાવે. દિલ્હીની ટીમને ઐય્યર ઘણી ઉંચાઇ પર લઇ જઇ શક્યો છે. તેના આ પરીશ્રમને લઇને તે નવી ટીમ માટે આકર્ષણ બની શકે છે.

કેએલ રાહુલઃ પંજાબ કિંગ્સને આઇપીએલમાં કેપ્ટનશિપ તરીકે સારુ યોગદાન રાહુલ પુરુ પાડ્યુ છે. તેની રમત પણ પણ પંજાબની ટીમ માટે આઇપીએલમાં જબરદસ્ત રહી છે. તેનુ બેટ લગાતાર સારુ પ્રદર્શન કરી રહ્યુ છે. પરંતુ તે હવે પંજાબ થી દૂર થઇ શકે છે. જોકે પંજાબ ના માલિક દ્વારા ગત વર્ષે રાહુલને લઇને ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ રાહુલ ટીમ બદલવાના મૂડમાં મનાઇ રહ્યો છે. જેથી તે લખનઉ કે અમદાવાદની ટીમના રડારમાં રહી શકે છે.

આ બે વિદેશી ખેલાડી પણ છે દાવેદાર

ડેવિડ વોર્નરઃ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમથી મુક્ત થઇ ચૂક્યો છે. તેણે હૈદરાબાદને આઇપીઇલ ટાઇટલ અપાવ્યુ હતુ. પરંતુ છેલ્લી બે સિઝનથી હૈદરાબાદનુ પ્રદર્શન નબળુ રહ્યુ હતુ. જોકે તેની કેપ્ટન તરીકેનો અનુભવ અને તેનામાં કંઇક કરવાના જૂસ્સાને લઇને તે નવી ટીમોની નજરની બહાર રહી શકે એમ નથી. આ કારણે તે હવે અમદાવાદની ટીમની નજરમાં રહી શકે છે.

આરોન ફિંચઃ રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમમાંથી આઇપીએલ 2021 ની સિઝન પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. તે ફરી થી આઇપીએલમાં સામેલ થવા માટે ઇચ્છા રાખશે એ સ્વાભાવિક છે. તે ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમનો વર્તમાન કેપ્ટન છે. તેની ટીમ દ્વારા શરુઆત સારી કરી છે. તેનો અનુભવ જોતા અમદાવાદ માટે કેપ્ટનની રેસમાં સામેલ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: આનુ નામ તે બદલો ! વિશાળ છગ્ગો લગાવ્યો તો મિશેલ સ્ટાર્કે બીજા જ બોલે જ સ્ટંપ ઉખેડી ફેંક્યા

આ પણ વાંચોઃ T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">