T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને ફિનિશરની ભૂમિકામાં જોઈ રહેલી ટીમ ઈન્ડિયાએ હવે પોતાની વિચારસરણી બદલી છે, એક મોટા સમાચાર સામે આવ્યા છે.

T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:58 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટે જ્યારે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી, ત્યારે તેમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું નામ જોઈને બધા દંગ રહી ગયા હતા. બધાને લાગ્યું હતુ કે પંડ્યા બોલિંગ કરવા સક્ષમ નથી, તેથી તેના સ્થાને અન્ય કોઈ ઓલરાઉન્ડરની પસંદગી કરવામાં આવશે. પરંતુ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેને ફિનિશર ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન સામેની હાર બાદ જ હાર્દિક પંડ્યાના રોલ પર ટીમ ઈન્ડિયા (Team India) ની વિચારસરણી બદલાઈ ગઈ છે.

એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યાને હવે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાશે નહીં. રિપોર્ટ અનુસાર, હવે ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાને લઈને એક અભિપ્રાય નક્કી કર્યો છે. જે મુજબ હાર્દિક પંડ્યા હવે માત્ર ઓલરાઉન્ડર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકશે. અગાઉ પંડ્યાને ફિનિશર તરીકે જણાવવામાં આવી રહ્યું હતું અને તેને પાકિસ્તાન સામે તે ભૂમિકા આપવામાં આવી હતી.

પરંતુ પાકિસ્તાન સામેની હાર સાથે, તેને હવે બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે નહીં. કદાચ આ જ કારણ છે કે હાર્દિક પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે. માટે જ બુધવારે આયોજિત પ્રેક્ટિસ સેશનમાં તે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ પાછળનુ કારણ એ પણ સ્પષ્ટ લાગી રહ્યુ છે કે, ટીમ ઇન્ડીયાના મેંટર એમએસ ધોની અને કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હાર્દિક પંડ્યાનો વધુ એક ફિટનેસ ટેસ્ટ થશે

હવે હાર્દિક પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે તેણે પોતાને સાબિત કરવો પડશે. અહેવાલો અનુસાર, પંડ્યાનો બોલિંગ ટેસ્ટ શુક્રવારે થશે. જો પંડ્યા તેમાં પાસ થશે તો જ તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, નહીં તો શાર્દુલ ઠાકુર તેની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે હાર્દિક પંડ્યાને લઈને એક સમાચાર સામે આવ્યા હતા. જે મુજબ હવે તેની કમર જકડાવાની કોઇ ફરીયાદ નથી. જો કે, શુક્રવારે તેની ફિટનેસ સાબિત થશે.

હાર્દિક પંડ્યાની બોલિંગ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ નુકસાનકારક રહી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે માત્ર 5 બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. બોલરના ખરાબ દિવસે, તમારે છઠ્ઠા બોલરની જરૂર છે, જે ટીમ ઈન્ડિયા પાસે નથી. જો શાર્દુલ ઠાકુર ટીમમાં આવે છે, તો તે બોલિંગની સાથે સાથે લોઅર ઓર્ડરનો શ્રેષ્ઠ બેટ્સમેન પણ છે.

ઠાકુરે ઘણી વખત પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી છે. આવી સ્થિતિમાં તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે મેચ છે. આ બંને ટીમો પાકિસ્તાન સામે હારી ગઈ છે અને હવે સેમીફાઈનલની રેસમાં રહેવા માટે બંને માટે મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચોઃ IPL: મેક ઇન ઇન્ડિયાની સૌથી મોટી બ્રાન્ડ IPL 30 હજાર કરોડ રુપિયાની BCCI ને વધુ કમાણી કરાવી આપશે!

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માંથી પણ બહાર થઇ શકે છે, મુંબઇ આ ખેલાડીઓને જ કરશે રિટેન!

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">