AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan : વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાન મેદાન પર ક્યારે ટકરાશે, તારીખો નોંધી લો

India vs Pakistan 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2025માં અનેક વખત ટકકર થઈ હતી. ભારતીય સીનિયર ટીમ દર વખતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પરસેવો લાવી દીધો હતો. હવે વર્ષ 2026માં પણ ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. તો ચાલો જાણીએ ક્યારે બંન્ને ટીમ આમને સામે ટકરાશે.

India vs Pakistan : વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાન મેદાન પર ક્યારે ટકરાશે, તારીખો નોંધી લો
| Updated on: Dec 28, 2025 | 10:03 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા હાઈવોલ્ટેજ મેચ જોવા મળી છે. વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળી હતી. વર્ષ 2025માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકકર જોવા મળશે. ભારતે ચેમ્પિન ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને શરમજનક હાર પણ આપી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પણ પાકિસ્તાનને 3 વખત હરાવ્યું હતુ. જેમાં ફાઈનલ પણ સામેલ હતી. હવે વર્ષ 2026માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે.

ટી2- વર્લ્ડકપ 2026ની મેજબાની ભારત અને શ્રીલંકા બંન્ને સંયુક્ત રુપે કરશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ટકરાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીના રોજ યુએસએ વિરુદ્ધ પોતાના અભિયાનની શરુઆત કરશે. ટી20 વર્લ્ડકપ 2026માં કુલ 20 ટીમ ભાગ લેશે. ટી20 વર્લ્ડકપ 2024માં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ખિતાબ પણ જીત્યો હતો.

અંડર 19 વર્લ્ડકપ 2026માં ટકકર

ઝિમ્બાબ્વે અને નામીબિયાની મેજબાનીમાં અંડર 19 વર્લ્ડકપ 2026નું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન ટકકરાશે નહી પરંતુ સેમિફાઈનલ કે ફાઈનલમાં બંન્ને દેશ આમને સામને ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 15 જાન્યુઆરીના રોજ અમેરિકા વિરુદ્ધ રમશે.

14 જૂનના રોજ હાઈવોલ્ટેજ મેચ

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 ઈગ્લેન્ડની મેજબાનીમાં રમાશે. 14 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિધમમાં મેચ રમાશે. ટૂર્નામેન્ટની શરુઆત 12 જૂનથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની પહેલી મેચ રમશે. મહિલા વનડે વર્લ્ડકપ 2025માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ટકકર થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
g clip-path="url(#clip0_868_265)">