VIDEO : શું હોય છે Yo-Yo Test ? ટેસ્ટ પાસ કરશો તો જ મળશે ભારતીય ટીમમાં એન્ટ્રી

|

Aug 25, 2023 | 5:30 PM

Yo-Yo Test : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપની તૈયારીમાં વ્યસ્ત છે. આ મહા ટુર્નામેન્ટ પહેલા ભારતીય ક્રિકેટરોનો યો-યો ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાંથી વિરાટ કોહલી અને રોહિત શર્માનો યો યો ટેસ્ટ ભારે ચર્ચામાં છે. ચાલો જાણીએ શું હોય છે યો યો ટેસ્ટ.

VIDEO : શું હોય છે Yo-Yo Test ? ટેસ્ટ પાસ કરશો તો જ મળશે ભારતીય ટીમમાં એન્ટ્રી
yo yo test
Image Credit source: BCCI

Follow us on

Bengaluruવિરાટ કોહલી એશિયા કપ પહેલા યો યો ટેસ્ટમાં પાસ થયો છે. તેણે પોતાના ટેસ્ટનો સ્કોર ફેન્સ સાથે શેયર કર્યો હતો. તે બધા વચ્ચે ફિટનેસને કારણે ભારતીય ટીમમા કેપ્ટન રોહિત શર્માના યો યો ટેસ્ટ (Yo Yo Test) પર સોશિયલ મીડિયા યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે. ચાલો જાણીએ કે ક્રિકેટમાં ટુર્નામેન્ટ પહેલા કેમ ખેલાડીઓનો યો યો ટેસ્ટ કરવામાં આવે છે ?

યો યો ટેસ્ટની શરુઆત ડેનમાર્કના ફૂટબોલ ફિઝિયોલોજિસ્ટ જેન્સ બેંગ્સબોને કરી હતી. યો યો ટેસ્ટનો પ્રયોગ ફૂટબોલ સહિતની રમતોમાં થઈ હતી. ફૂટબોલના યો યો ટેસ્ટમાં ખેલાડીઓ લગભગ 90 મિનિટ સુધી મેદાન પર પરસેવો વહેડાવતા હોય છે. ક્રિકેટરો માટે યો યો ટેસ્ટના ફોર્મેટમાં જરુર અનુસાર ફેરફાર કરવામાં આવ્યો. ક્રિકેટ જગતમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે યો યો ટેસ્ટ અપનાવ્યો હતો.

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?

આ પણ વાંચો : KBCમાં પૂછવામાં આવ્યો ક્રિકેટનો સવાલ, કિંમત હતી 25 લાખ, શું તમે જાણો છો જવાબ?

ક્રિકેટમાં આ રીતે થાય છે યો યો ટેસ્ટ, જુઓ Video

  • યો યો ટેસ્ટમાં ક્રિકેટરોને એક લાઈનમાં મૂકેલા 2 કોન વચ્ચે 20 મીટર સુધી નિશ્ચિત સમયમાં દોડવાનું હોય છે.
  • એક કોનથી બીજા કોન પર પહોંચીને ખેલાડીઓ ફરી પહેલા કોન પાસે પહોંચવાનું હોય છે. તેને એક શટલ પૂરુ કર્યુ કહેવાય છે.
  • આ ટેસ્ટ 5માં લેવલથી શરુ થાય છે, જે 23માં લેવલ સુધી ચાલો છે. દરેક એક શટલ બાદ દોડવાનો સમય ઓછો થતો જાય છે.
  • ભારતીય ખેલાડીઓને આ ટેસ્ટમાં પાસ થવા માટે ઓછોમાં ઓછો 16.5થી 17 સુધીનો સ્કોર કરવાનો હોય છે.
  • દરેક કોન પાસે સ્પીકર લગાવવામાં આવે છે. જેની મદદથી ખેલાડીઓને નિર્દેશ મળે છે.
  • સોફ્ટવેરમાં ફોર્મેલાની મદદથી ખેલાડીનો યો યો ટેસ્ટનો સ્કોર નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો : જે બોલિંગ પર પાકિસ્તાનને છે ગર્વ, તેમાં જ છુપાયેલી છે તેની સૌથી મોટી નબળાઈ

ત્રણેય ફોર્મેટમાં સારા પ્રદર્શન માટે ખેલાડીઓનું ફિટ હોવું જરુરી છે. દરેક મોટી સિરીઝ કે ટુર્નામેન્ટ પહેલા ખેલાડીઓનો આ ટેસ્ટ થાય છે. ટીમ મેનેજમેન્ટ યો યો ટેસ્ટની મદદથી એ વાતની ખાતરી કરે છે કે સેન્ચુરી ફટકાર્યા બાદ બેટર 3 રન દોડી શકે છે કે નહીં.

યો યો ટેસ્ટનો પાસિંગ સ્કોર કેટલો ?

દરેક દેશમાં યો યો ટેસ્ટનો પાસિંગ સ્કોર અલગ અલગ હોય છે. ભારતમાં પાસિંગ સ્કોર 16.5 છે. જ્યારે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પાસિંગ સ્કોર 19 છે. શ્રીલંકા અને પાકિસ્તાનમાં પાસિંગ સ્કોર 17.4 છે. જ્યારે સાઉથ આફ્રીકામાં આ સ્કોર 18.5 નક્કી કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયામાં યો યો ટેસ્ટનો પાસિંગ સ્કોર 20.1 કરવામાં આવ્યો છે.

યો યો ટેસ્ટનો સ્કોર નક્કી કરવાની ફોર્મૂલા કઈ ?

યો યો ટેસ્ટનો સ્કોર નક્કી કરવા માટે એક અલગ ફોર્મૂલા છે – VO2max=(speed (km/h)×6.65-35.8×0.95+0.182. સોફ્ટવેરની મદદ લઈને આ ફોર્મૂલાથી દરેક ખેલાડીઓનો યો યો ટેસ્ટનો સ્કોર નક્કી કરવામાં આવે છે. ભારતમાં આ યો યો ટેસ્ટ બેંગ્લોરમાં કરવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article