કેપ્ટન રોહિત શર્માના યો-યો ટેસ્ટ પાસ કરવા પર ઉઠ્યા સવાલો, ફેન્સે કરી અજીબ માંગ
બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા એશિયા કપની તૈયારીમાં વ્યસ્ત છે, જ્યાં તમામ ખેલાડીઓનો યો-યો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. વિરાટ કોહલી ઉપરાંત હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ સરળતાથી પાસ કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ આમાં સફળતા મેળવી છે. જોકે કેટલાક ચાહકો આ ટેસ્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ (Asia Cup 2023)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કર્ણાટકના અલુરમાં ટીમ ઈન્ડિયાનો કેમ્પ લગાવવામાં આવ્યો છે, જ્યાં પહેલા દિવસે તમામ ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ કરવામાં આવી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય ખેલાડીઓની યો-યો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. સમાચાર અનુસાર દરેકે આ ટેસ્ટ પાસ કરી છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ના યો-યો ટેસ્ટ પાસ કરવા પર સવાલો ઉઠી રહ્યા છે.
યો-યો ટેસ્ટને લઈ ફેન્સની માંગ
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ બધાની સામે યો-યો ટેસ્ટ (Yo-Yo Test) કરાવવાની વાત પણ કરી હતી.એક ચાહકે સોશિયલ મીડિયા પર લખ્યું કે રોહિત શર્માના યો-યો ટેસ્ટ પાસ કરવાના સમાચાર નકલી છે. એક વ્યક્તિએ આ ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિશે જણાવ્યું.
Captain Rohit Sharma has passed the Yo-Yo Test. [PTI] pic.twitter.com/hmdXj9NOGR
— Johns. (@CricCrazyJohns) August 24, 2023
રોહિતના યો-યો ટેસ્ટ પર સવાલ કેમ?
હવે સવાલ એ છે કે રોહિત શર્માની યો-યો ટેસ્ટને નકલી કેમ કહેવામાં આવી રહી છે? વાસ્તવમાં આ પહેલીવાર નથી જ્યારે રોહિત શર્માની ફિટનેસ પર આવા સવાલો ઉઠી રહ્યા છે. ઘણા વર્ષોથી રોહિત ફિટનેસના મુદ્દે ફેન્સના સવાળોથી ઘેરાયેલો રહ્યો છે. જોકે ભારતીય કેપ્ટન હંમેશા આ કસોટીમાં પાસ થયો છે.
વિરાટે યો-યો ટેસ્ટ શેર કરી ભૂલ કરી !
જ્યાં એક તરફ રોહિત શર્માના યો-યો ટેસ્ટ પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ વિરાટ કોહલી પણ આ ટેસ્ટ બાદ મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ સરળતાથી પાસ કર્યા બાદ પોતાનો સ્કોર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે BCCIને તે પસંદ નહોતું આવ્યું અને આ પછી, BCCIએ તમામ ખેલાડીઓને તેમના યો-યો સ્કોર શેર ન કરવાની સૂચના આપી છે.
Kya YO-YO test live ho sakta hai poore desh ke saamne?
— Dr. JANGO (@doctor_jango) August 24, 2023
આ પણ વાંચો : સિરાજ કે શમી – પાકિસ્તાન સામે કોને મળશે તક? રોહિત-દ્રવિડ સામે સૌથી મોટો સવાલ
4 ખેલાડીઓનો યો-યો ટેસ્ટ નહીં થાય
ટીમ ઈન્ડિયાના કેમ્પમાં માત્ર એ જ ખેલાડીઓની તપાસ કરવામાં આવી છે જેઓ આયર્લેન્ડ શ્રેણીમાં રમી રહ્યા ન હતા. મતલબ કે જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા અને સંજુ સેમસનનો યો-યો ટેસ્ટ થશે નહીં. આમાંથી ત્રણ ખેલાડીઓની એશિયા કપ માટે પસંદગી કરવામાં આવ્યા છે. જ્યારે સંજુ સેમસન બેકઅપ તરીકે શ્રીલંકા જશે. ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે 30 ઓગસ્ટે રવાના થશે અને પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.