AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ટીમનો યુવા ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરિઝમાંથી થયો બહાર

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચની ટી20 સીરિઝની શરૂઆત કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમનો યુવા ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરિઝમાંથી થયો બહાર
Team India (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:20 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના (Team India) ઓલ રાઉન્ડર વોશિંગટન સુંદર (Washington Sundar) વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket) સામેની ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. આ ભારતીય સ્પિનર લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાપસી કરી હતી. તેને હજુ સાજા થતા થોડા સપ્તાહનો સમય લાગશે. ક્રિકબઝની રિપોર્ટ પ્રમાણે તમિલનાડુ ક્રિકેટ સંઘે જણાવ્યું કે વોશિંગટન સુંદરને ગ્રેડ 1 હેમસ્ટ્રિંગની ઇજા પહોંચી છે. મંગળવારે તેને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિપોર્ટ કરાવવાનો રહેશે. ત્યારબાદ સુંદરને ત્રણ સપ્તાહ સુધી રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રહેવું પડશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ભારતીય ટીમને ત્રણ મેચની ટી20 મેચની સીરિઝ રમવાની છે. આ સીરિઝની તમામ મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે.

સીરિઝની પહેલી મેચ 16 ફેબ્રુઆરીના રોજ રમાશે. વોશિંગટન સુંદર કોલકાતાથી ભારતીય ટીમનો કેમ્પ થોડી ચુક્યો છે. ભારતીય ટીમે સોમવારે સાંજે કોલકાતા ઇડન ગાર્ડનમાં નેટ પ્રેક્ટીસ કરી હતી. તે જલ્દી જ બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA) માં પોતાની તમામ ટેસ્ટ કરાવશે.

વોશિંગટન સુંદર ત્રીજો ખેલાડી છે જે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તેની પહેલા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી લોકેશ રાહુલ અને સ્પિનર અક્ષર પટેલ પણ ટી20 સીરિઝમાંથી બહાર થઇ ચુક્યો છે. એક દિવસ પહેલા જ આઈપીએલના મેગા ઓક્શનમાં વોશિંગટન સુંદર માટે સારી બોલી લાગી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સુંદરને પોતાની ટીમમાં જોડ્યો છે. ઘણી ટીમોએ સુંદરને લેવા માટે બોલી લગાવી હતી. પરંતુ છેલ્લે હૈદરાબાદ ટીમે વોશિંગટન સુંદરને 8.75 કરોડની રકમમાં ખરીદ્યો.

ભારતીય ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા (સુકાની), ઇશાન શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સુર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), વેંકટેશ પ્રસાદ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, રૂતુરાજ ગાયકવાડ અને દીપક હુડા.

આ પણ વાંચો : ડેવિડ વોર્નર અને કાગિસો રબાડા સહિત ઘણા ખેલાડીઓ IPLની કેટલીક મેચ રમી નહીં શકે

આ પણ વાંચો : UEFA Champions League: અંતિમ 16માં રિયલ મેડ્રિડ અને પીએસજી વચ્ચેની મેચ પર તમામની રહેશે નજર

g clip-path="url(#clip0_868_265)">