ડેવિડ વોર્નર અને કાગિસો રબાડા સહિત ઘણા ખેલાડીઓ IPLની કેટલીક મેચ રમી નહીં શકે

ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે અને સાઉથ આફ્રિકા ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ રમશે.

ડેવિડ વોર્નર અને કાગિસો રબાડા સહિત ઘણા ખેલાડીઓ IPLની કેટલીક મેચ રમી નહીં શકે
David Warner and Kagiso Rabada in IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:58 PM

આઈપીએલ 2022 નું મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પુરૂ થઇ ગયું છે. હરાજીમાં ઘણા ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ દિલ ખોલીને ખર્ચો કર્યો છે. ઘણા મુખ્ય ભારતીય અને વિદેશી ખેલાડીઓને હવે નવી ટીમો મળી છે. જોકે કેટલાક વિદેશી ખેલાડીઓ છે જે આઈપીએલની શરૂઆતની મેચ નહીં રમી શકે. જેમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયેલા ડેવિડ વોર્નર (David Warner), કોલકાતા ટીમના પેટ કમિન્સ અને પંજાબ કિંગ્સના કાગિસો રબાડા (Kagiso Rabada) છે.

ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પ્રવાસ ઈએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ 10 દિવસથી લઇને બે સપ્તાહ સુધી આઈપીએલમાંથી બહાર રહી શકે છે. પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ 5 એપ્રિલ સુધી પાકિસ્તાનના પ્રવાસે હશે. તો સાઉથ આફ્રિકાની ટીમના સ્ટાર ખેલાડી કાગિસો રબાડા, એનરિક નોર્ટજે અને માર્કો યાનસેન પણ 11 એપ્રિલ સુધી બાંગ્લાદેશ સામે હોમ સીરિઝમાં વ્યસ્ત રહેશે. આઈપીએલ 2022 ની શરૂઆત 27 માર્ચથી થવાની સંભાવના રહેલી છે અને મે મહિનાના અંતિમ સપ્તાહમાં પુરી થઇ શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ઓફ સિલેક્ટર્સ જોર્જ બેલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા જ્યારે પોતાની મેચ રમી રહી હશે ત્યારે આઈપીએલ માટે ખેલાડીઓને રીલિઝ નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન ખાતેનો પ્રવાસ 5 એપ્રિલના રોજ પુરો થશે અને એવામાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલની ઘણી મેચ ચુકી જશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ રમશે સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ઇશારો કર્યો છે કે તે બાંગ્લાદેશ સામેની સ્થાનિક સીરિઝ બાદ જ ખેલાડીઓને આઈપીએલમાં રમવા માટે પરવાનગી આપશે. ટીમના સુકાની ડીન એલ્ગરે કહ્યું કે જો હરાજીમાં એક પણ ખેલાડી માટે મોટી બોલી લાગી પણ હોત તો પણ તે ખેલાડીએ પહેલા ટીમ માટે રમવું પડશે. એલ્ગરના મત પ્રમાણે પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમવું એ પોતાના માટે સૌથી પહેલી પ્રાથમિકતા હોવા જોઇએ. તમને જણાવી દઇએ કે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝનું આયોજન 30 માર્ચથી 11 એપ્રિલ સુધી હોઇ શકે છે.

આ પણ વાંચો : સ્ટીવ સ્મિથે માથા પર થયેલી ગંભીર ઇજાને લઇને આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">