વિરાટ કોહલી દિલ્હી પહોંચતા જ ગૌતમ ગંભીરે દિલ જીતી લીધા, નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન
ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટેસ્ટ શ્રેણી જીતી અને આ જીત સાથે 2-0થી શ્રેણી જીત પણ મેળવી. જોકે, આ જીત પછી ગૌતમ ગંભીરે વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું. ગંભીરે રોહિત અને વિરાટની નિવૃત્તિ અંગે જે કહ્યું તે સાંભળી બંનેના ચાહકો ચોક્કસથી ખુશ થશે. જાણો ગંભીરે શું કહ્યું.

દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યા બાદ, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનું વિરાટ કોહલી પરનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ટેસ્ટ શ્રેણીમાં જીત પછી વિરાટના ભવિષ્ય વિશે પૂછવામાં આવતા, ગૌતમ ગંભીરે પોતાના જવાબથી ચાહકોના દિલ જીતી લીધા. મેચ પછી રોહિત અને વિરાટના આગામી 24 મહિનામાં નિવૃત્તિ લેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગંભીરે કહ્યું કે વર્લ્ડ કપ અઢી વર્ષ દૂર છે. હું વર્તમાન વિશે વિચારી રહ્યો છે, અને તે જ સૌથી મહત્વપૂર્ણ છે.
ગંભીરનું કોહલી પર મોટું નિવેદન
ગૌતમ ગંભીરે વિરાટ અને રોહિતની પ્રશંસા કરતા કહ્યું, “રોહિત અને વિરાટ બંને ઉત્તમ ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયામાં તેમનો અનુભવ ખૂબ ઉપયોગી થશે. આશા છે કે, તેમનો પ્રવાસ સફળ રહેશે, અને વધુ મહત્વનું એ છે કે, એક ટીમ તરીકે અમારી પાસે સફળ શ્રેણી હશે. કોઈ પણ ખેલાડીને બહાર કરવો હંમેશા ભાવનાત્મક હોય છે.”
વિરાટ કોહલી દિલ્હી પહોંચ્યો
ગૌતમ ગંભીરના નિવેદન વચ્ચે, વિરાટ કોહલી દિલ્હી પહોંચી ગયો છે. તે IPL પછીથી લંડનમાં હતો. વિરાટ અને રોહિત હવે ટીમના અન્ય સભ્યો સાથે ઓસ્ટ્રેલિયા જશે. ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ 15 ઓક્ટોબરે સુનિશ્ચિત થયેલ છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી રમશે. પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં, બીજી ODI 23 ઓક્ટોબરે એડિલેડમાં અને ત્રીજી ODI 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. શુભમન ગિલ ODI ટીમનું નેતૃત્વ કરશે, રોહિત શર્મા કેપ્ટન નહીં પણ ખેલાડી તરીકે રમશે.
ઓસ્ટ્રેલિયામાં વિરાટ-રોહિતનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયામાં વિરાટ અને રોહિત બંનેનો ODI રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. વિરાટ કોહલીએ 51 થી વધુની સરેરાશથી 1327 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માનો ODI રેકોર્ડ તેનાથી પણ સારો છે. તેણે 53 થી વધુની સરેરાશથી 1328 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: 11 સદી ફટકારનારા દિગ્ગજ ખેલાડીનું નિધન, 95 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
