IPL 2023 હવે સમાપ્ત થવાને આરે પહોંચી છે. રવિવારે સાંજે સિઝનની અંતિમ લીગ મેચ રમાનારી છે. ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક બીજા સામે ટકરાયા હતા. કોહલીએ આ મેચમાં શાનદાર સદી રન ચેઝ કરતા નોંધાવી હતી. ઓપનીંગ જોડીએ હૈદરાબાદ સામે ધમાલ મચાવી દીધી હતી. ફાફ ડુપ્લેસી અને કોહલીએ મળીને સારી શરુઆત કરાવી હતી. જોકે સદી બાદ તુરત જ કોહલીના આઉટ થવા પર ચર્ચાઓ થઈ રહી છે.
કોહલીએ પોતાની ઈનીંગની શરુઆત ચોગ્ગો ફટકારીને કરી હતી, જ્યારે 100 રન છગ્ગો ફટકારીને પૂરા કર્યા હતા. કોહલીએ આ બંને કામ ભૂવનેશ્વર કુમારના બોલ પર કર્યુ હતુ અને તે વિકેટ પણ ભૂવીના જ બોલ પર ગુમાવી બેઠો હતો. કોહલી સદી નોંધાવ્યા બાદ આગળના બોલ પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તેની આ વિકેટને લઈ ચર્ચાનુ કારણ બની છે.
વાત એવી બની હતી કે, વિરાટ કોહલીએ સદી નોંધાવતી સિક્સર ભૂવીના બોલ પર ફટકારી હતી. જે બોલ સીધો જ ડીપ મિડવિકેટની ઉપરથી પહોંચ્યો હતો, આ સાથે જ કોહલીએ ચાર વર્ષ બાદ આઈપીએલ સદી નોંધાવી હતી. કોહલી આગળના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. કોહલીએ આગળના બોલ પર જ મોટો શોટ ફટકાર્યો હતો અને જે બાઉન્ડરીની બહાર પહોંચવાને બદલે ગ્લેન ફિલિપ્સે કેચના રુપમાં ઝડપી લીધો હતો.
વિરાટ કોહલીનો શિકાર કરનારો ભૂવીનો બોલ બાઉન્સર હતો. આમ છતાં તે નો-બોલ જાહેર કરાયો નહોતો. નીતીશ કુમારે ફાફ ડુપ્લેસીને બાઉન્સર કર્યો હતો અને તેની પર ફાફના રિવ્યૂને લઈ થર્ડ અંપાયરે નો-બોલ જાહેર કર્યો હતો. આમ ડુપ્લેસીને નો બોલ મળ્યો, કોહલીનો શિકાર કરનારા બાઉન્સર બોલ પર કેમ નો-બોલ જાહેર થયો. આ ચર્ચા ખૂબ જાગી છે.
💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏
He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6
— JioCinema (@JioCinema) May 18, 2023
બેંગ્લોરના સુકાની ફાફ ડુ પ્લેસીના રિવ્યૂમાં બાઉન્સર બોલને નો-બોલ આપવાનુ કારણ એ હતુ કે, તે ઓવરમાં બીજો બાઉન્સર હતો. નિયમાનુસાર એક ઓવરમાં બોલર માત્ર એક જ બાઉન્સર ફેંકી શકાય છે. કોહલી જે બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો, એ ઓવરનો પ્રથમ બાઉન્સર હતો.
Published On - 3:18 pm, Fri, 19 May 23