IPL 2023 Playoff: વિરાટ કોહલીની સદીએ ધોની, કૃણાલ પંડ્યા અને રોહિત શર્માના શ્વાસ અધ્ધર કરી દીધા, જાણો પ્લેઓફના સમીકરણ
IPL 2023 Playoff: RCB એ સનરાઈઝર્સ હૈદરાબાદને ગુરુવારે વિરાટ કોહલીની સદીના દમ પર હરાવીને જીત મેળવી છે. બેંગ્લોરની જીત સાથે હવે ધોની અને કૃણાલ પંડ્યા પર મુસીબત તૂટી પડી છે.
IPL 2023 માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી. બેંગ્લોરે આ મેચમાં 8 વિકેટથી જીત મેળવી હતી. વિરાટ કોહલીએ સદી નોંધાવી હતી અને જેના દમ પર બેંગ્લોરને જીત આસાન થઈ શકી હતી. જોકે વિરાટની બેટિંગ અને બેંગ્લોરની જીતને લઈ હવે લખનૌ અને ચેન્નાઈની ચિંતાઓ વધી ચૂકી છે. કારણ કે હવે ધોની અને કૃણાલ પંડ્યાને માટે મામલો જો અને તો પર થઈ ચૂક્યો છે. બેંગ્લોરની હાર પ્લેઓફ માટે બંનેનો રસ્તો આસાન બનાવી શકતો હતો.
પ્લેઓફ ચાર પૈકી એક સ્થાન પર ગુજરાત ટાઈટન્સે કબ્જો જમાવી લીધો છે. હવે સવાલ બાકીના ત્રણ સ્થાનનો છે. ત્રણેય સ્થાનની ટિકીટ કોણ કપાવશે મામલો જબરદસ્ત રોમાંચક મોડમાં છે. ત્રણ સ્થાનમાં પહોંચવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે જબરદસ્ત ટક્કર ચાલી રહી છે. આ પાંચમાંથી બે ટીમોએ બહાર થવાનુ નિશ્ચિત છે. પરંતુ કઈ બે ટીમ બહાર થશે એ કહેવુ મુશ્કેલ છે.
ચેન્નાઈ અને લખનૌની ચિંતા
પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ ત્રીજા સ્થાને હોવા છતાં પણ ચિંતાના વાદળો બંને ટીમો પર બહાર થવાના ઘેરાયેલા છે. ગુરુવારે બેંગ્લોરે જીત સાથે ચોથા સ્થાન પર પોઈન્ટ્સ ટેબલમાં પહોંચી ગઈ છે. ચેન્નાઈ અને લખનૌને માટે હવે અંતિમ મેચમાં જીત જરુરી બની ગઈ છે. જોકે બેંગ્લોર માટે પણ રાહ એકદમ આસાન નથી. તેણે પણ અંતિમ મેચમાં જીત મેળવવી જરુરી છે.
ચેન્નાઈ અને લખનૌ પાસે 15-15 પોઈન્ટ્સ છે. જ્યારે બેંગ્લોર પાસે હવે 14 પોઈન્ટ્સ થયા છે. મુંબઈ પાસે પણ 14 પોઈન્ટ્સ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ્સ ધરાવે છે. આમ અંતિમ મેચમાં રાજસ્થાન શુક્રવારે જીત મેળવે તો 14 પોઈન્ટ્સ થઈ શકે છે. તેનો નેટ રનરેટ પણ પ્લસમાં ચાલી રહ્યો છે. જોકે બેંગ્લોર, ચેન્નાઈ અને લખનૌ ત્રણેય ટીમો પોતાની બાકી રહેલી અંતિમ મેચમાં જીત મેળવી લેશે તો, સીધા જ પ્લઓફની ટિકિટ મેળવી શકે છે. પરંતુ હાર થતા જ સીધા જ બહાર ફેંકાઈ શકે છે.
🚦🚦🚦
Which 3 teams other than @gujarat_titans will leave this jam to secure the #IPLPlayoffs berth? 😍
Find out as action intensifies at #IPLonJioCinema ⚔️#TATAIPL #EveryGameMatters pic.twitter.com/qAtaDM2xEn
— JioCinema (@JioCinema) May 19, 2023
RCB, LSG અને MI ના સમીકરણ
પ્લેઓફમા પહોંચવા માટે ચેન્નાઈ અને લખનૌ માટે જીત એક આસાન માર્ગ છે. પરંતુ ચેન્નાઈ દિલ્હી સામે અને લખનૌની ટીમ કોલકાતા સામે ઉલટફેરનો શિકાર થતા હારી જાય તો સમસ્યા સર્જાય એમ છે. મુંબઈ અને બેંગ્લોર પોતાની અંતિમ મેચમાં જીત મેળવીને પ્લોઓફમાં સ્થાન મેળવી શકે છે. બેંગ્લોર અને મુંબઈ બંને પાસે 14-14 પોઈન્ટસ છે અને તેઓ તેને અંતિમ મેચમાં જીત સાથે 16 અંક કરી શકે છે. મુંબઈએ તેની અંતિમ મેચ હૈદરાબાદ સામે રમવાની છે. મુંબઈની અંતિમ મેચમાં જીત અને બેંગ્લોરની હાર થાય તો, રોહિત સેના પ્લેઓફમાં જોવા મળી શકે છે.
જ્યારે રાજસ્થાન ભલે હાલમાં માત્ર 12 જ પોઈન્ટ્સ ધરાવે છે. પરંતુ અંતિમ મેચમાં મોટા અંતરથી જીત મેળવે અને બેંગ્લોર-મુંબઈ બંને તેમની અંતિમ મેચ હારી જાય તો સંજૂ સેમસનનુ કામ બની જાય. પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલ છે.