IPL વચ્ચે મળેલા બ્રેકનો ઉપયોગ વિરાટ કોહલીએ આધ્યાત્મિક રીતે રિચાર્જ થવા કર્યો, વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અક્ષય તૃતીયાના અવસર પર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. IPL વચ્ચે મળેલા બ્રેકમાં આધ્યાત્મિક ઊર્જા મેળવવા વૃંદાવન પહોંચ્યા.

IPL 2026 ના વ્યસ્ત સીઝન વચ્ચે મળેલા બ્રેકનો ફાયદો લેતા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા. અક્ષય તૃતિયાના અવસર બંનેએ પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમા બંને સાદગી સાથે આશ્રમમાં બેસેલા જોવા મળે છે. વિરાટ અને અનુષ્કા તેમની આધ્યાત્મિક આસ્થા માટે જાણીતા છે અને અક્સર જીવનના ગૂઢ રહસ્યો, ક્ષમાનું મહત્વ અને સુખી વૈવાહિક જીવનનો મંત્ર શીખવા માટે મહારાજ પાસે જાય છે.
IPL મેચોની વચ્ચે 5 દિવસનો બ્રેક
રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુની છેલ્લા મેચ શનિવારે દિલ્હી કેપિટલ્સની સામે હતી. જ્યાં કોહલી 13 બોલમાં માત્ર 19 રન જ બનાવી શક્યો. RCB ની આગામી મેચ હવે શુક્રવારે ગુજરાત ટાઈટન્સ ની સામે થવાનો છે. આ 5 દિવસોના લાંબા બ્રેકનો ઉપયોગ કોહલીએ ખુદને માનસિક અને આધ્યાત્મિક રીતે રિચાર્જ કરવા માટે કર્યો. આશ્રમમાં તેમણે પ્રેમાનંદજી મહારાજ સાથે ગહન આધ્યાત્મિક ચર્ચા કરી. જે તેમની એકાગ્રતાને મજબુત કરવામાં મદદ કરશે.
જુઓ વીડિયો
Virat Kohli and Anushka Sharma arrived in Vrindavan. pic.twitter.com/fQuoUWh8ok
— Virat Kohli Fan Club (@Trend_VKohli) April 20, 2026
5 મહીના માં ત્રીજીવાર વૃંદાવનની મુલાકાત
છેલ્લા કેટલાક સમયથી વિરાટ અને અનુષ્કાનો વૃંદાવન સાથે લગાવ ઘણો વધ્યો છે. છેલ્લા પાંચ મહિનાની અંદર આ તેમની ત્રીજી મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં તેઓ ફેબ્રુઆરીમાં તેમના દીકરા અકાયના જન્મદિવસ પછી તુરંત અહીં આવ્યા હતા. જો ગત વર્ષની વાત કરીએ તો આ કપલ ત્રણ વાર આશ્રમ પહોંચ્યુ હતુ. જાન્યુઆરીમાં બાળકો સાથે, મે માં કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સન્યાસની ઘોષણા કર્યા બાદ અને ફરી ડિસેમ્બરમાં. આ સિલસિલો જ દર્શાવે છે કે સફળતાના શિખર પર હોવા છતા તે શાંતિની શોધમાં વારંવાર આ પાવન ભૂમિ પર આવે છે.
IPL 2026 માં કોહલીનું પ્રદર્શન અને RCB ની સ્થિતિ
મેદાન પર વિરાટ કોહલીનો જલવા આ સિઝનમાં પણ યથાવત છે. તે વર્તમાનમાં ટુર્નામેન્ટના ટોપ સ્કોરર્સ પૈકીના એક છે. જેમણે 6 મેચમાં 49.40 ની સરેરાશ અને 157.32 ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે 247 રન બનાવ્યા છે. તેમની ટીમ RCB પણ આ સમયે પોઈન્ટ ટેબલમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે. 6 મેચમાં 8 અંક સાથે બેંગલુરુની ટીમ બીજા સ્થાને છે. ફેન્સ ને આશા છે કે આ આધ્યાત્મિક યાત્રા બાદ કોહલી ગુજરાત વિરુદ્ધ મુકાબલામાં મોટી ઈનિંગ રમશે.
