AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરુષોમાં નાની ઉંમરે ટાલિયાપણું કેમ ? ડૉક્ટરે કોને ગણાવ્યા જવાબદાર, જાણો બચવાના રામબાણ ઉપાયો

વધતી ઉંમરે વાળ ખરવા સામાન્ય છે, પરંતુ હવે પુરુષો સમય પહેલા જ ટાલિયાપણાનો શિકાર બની રહ્યા છે. ડૉક્ટરના મતે, પ્રદૂષણ, અપૂરતી ઊંઘ અને કેમિકલ પ્રોડક્ટ્સનો અતિરેક વાળના દુશ્મન સાબિત થઈ રહ્યા છે. જાણો કેવી રીતે શરૂઆતી લક્ષણોને ઓળખીને તમે આ સમસ્યાને અટકાવી શકો છો.

પુરુષોમાં નાની ઉંમરે ટાલિયાપણું કેમ ? ડૉક્ટરે કોને ગણાવ્યા જવાબદાર, જાણો બચવાના રામબાણ ઉપાયો
Image Credit source: TV9 Network
| Updated on: Apr 20, 2026 | 3:46 PM
Share

શહેરી વિસ્તારોમાં રહેતા યુવાનો ઝડપથી બની રહ્યા છે શિકાર; જેનેટિક્સથી લઈને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સુધીના પરિબળો કારણભૂત છે. પુરુષોમાં ઉંમર પહેલા ટાલિયાપણું એક ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. ટાલિયાપણું એવી સ્થિતિ છે જેમાં વાળ ખર્યા પછી તે જગ્યાએ ફરી નવા વાળ ઉગતા નથી. આ સમસ્યા પાછળના મુખ્ય કારણો અને તેનાથી બચવા માટેના ઉપાયો પર પ્રકાશ પાડ્યો છે.

ટાલિયાપણું આવવાના મુખ્ય કારણો:

  • જેનેટિક્સ: સૌથી મુખ્ય કારણ આનુવંશિકતા છે. જો પરિવારમાં અગાઉની પેઢીમાં આ સમસ્યા હોય તો તે વારસામાં આવી શકે છે.
  • તણાવ અને લાઈફસ્ટાઈલ: માનસિક તણાવ, અનહેલ્ધી ડાયટ અને અપૂરતી ઊંઘ હોર્મોનલ બેલેન્સ બગાડે છે.
  • ડેન્ડ્રફ અને કેમિકલ્સ: ખોડો, પ્રદૂષણ અને હેર સ્ટાઇલિંગ માટે વપરાતા હાર્શ કેમિકલ પ્રોડક્ટ્સ સ્કેલ્પને નુકસાન પહોંચાડે છે.

ક્યારે સાવધાન થવું? :

  • વાળ ધીમે-ધીમે પાતળા થવા.
  • કપાળના ભાગેથી હેર લાઈન પાછળ જવી.
  • સ્કેલ્પની ત્વચા દેખાવા લાગવી કે વાળ વચ્ચે ખાલી પેચ પડવા.
  • કાંસકા કે નહાતી વખતે અસામાન્ય રીતે વધુ વાળ ખરવા.

સારવાર કેવી રીતે થાય છે?

નિષ્ણાત ડોક્ટરો સૌથી પહેલા સ્કેલ્પની તપાસ કરે છે અને પૌષ્ટિક તત્વો કે હોર્મોન્સની ઉણપ જાણવા ટેસ્ટ કરાવે છે. રિપોર્ટ્સના આધારે દવાઓ, લેસર ટ્રીટમેન્ટ અથવા PRP (પ્લેટલેટ રિચ પ્લાઝ્મા) ઇન્જેક્શન જેવી પદ્ધતિઓ અપનાવાય છે. જો સ્થિતિ ગંભીર હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ કે હેર વિવિંગ જેવી કોસ્મેટિક પ્રોસિજરની સલાહ આપવામાં આવે છે.

બચવા માટેના ખાસ ઉપાયો:

  • આહાર: ફળો, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સનો સમાવેશ કરો. શરીરને હાઈડ્રેટેડ રાખો.
  • સફાઈ: સ્કેલ્પની સફાઈનું ખાસ ધ્યાન રાખો અને સૂર્યના હાનિકારક કિરણો તથા પ્રદૂષણથી વાળને બચાવો.
  • ટેવો: વાળને વધુ પડતા કચકચાવીને ન બાંધો અને હીટ સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ મર્યાદિત કરો.
  • તણાવ નિયંત્રણ: ફિઝિકલી એક્ટિવ રહો અને પૂરતી ઊંઘ લો.

ડૉક્ટરની ખાસ સલાહ છે કે, જો ગંજાપણાના શરૂઆતી સંકેતો દેખાય તો ઘરેલુ નુસખા પર નિર્ભર રહેવાને બદલે તરત જ એક્સપર્ટની મદદ લેવી જોઈએ, જેથી ડેમેજ કંટ્રોલ કરી શકાય. જો કે, જેની પાછળ જેનેટિક કારણો હોય તેને અટકાવવું મુશ્કેલ હોય છે, ત્યાં હેર ટ્રાન્સપ્લાન્ટ વધુ અસરકારક સાબિત થાય છે.

આખરે વર્ષોની રાહ પુરી થઈ! ભારતને મળી પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન, જાણો કોને અને કેવી રીતે મળશે સુરક્ષા કવચ?

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">