AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinod Kambli Health Update : વિનોદ કાંબલીનું દર્દનાક સત્ય બહાર આવ્યું, નાના ભાઈએ ખોલ્યું રહસ્ય

વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય હજુ પણ ખરાબ છે. તેના પરિવારજનો પણ સમજી શકતા નથી કે તે શું બોલઈ રહ્યો છે. એટલું જ નહીં, તે ચાલી પણ શકતો નથી, આ વાત તેના ભાઈ વીરેન્દ્રએ એક શોમાં જણાવી હતી.

Vinod Kambli Health Update : વિનોદ કાંબલીનું દર્દનાક સત્ય બહાર આવ્યું, નાના ભાઈએ ખોલ્યું રહસ્ય
Vinod KambliImage Credit source: PTI
| Updated on: Apr 15, 2026 | 9:36 PM
Share

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય હજુ પણ સંપૂર્ણપણે સુધર્યું નથી, આ વાત તેના નાના ભાઈ વીરેન્દ્ર કાંબલી દ્વારા જાહેર કરવામાં આવી છે. 53 વર્ષીય વિનોદ કાંબલી ગયા વર્ષે ઓક્ટોબરમાં ખૂબ બીમાર પડ્યો હતો. પેશાબના ચેપ ઉપરાંત, મગજમાં ગંઠાઈ જવાથી પણ પીડાતો હતો. જોકે, સારવાર બાદ તેની તબિયતમાં સુધારો થયો. પરંતુ તેના નાના ભાઈ વીરેન્દ્રએ હવે જે કહ્યું છે તે ખરેખર દયનીય છે. તમને જાણીને દુઃખ થશે કે વિનોદ કાંબલી, જે પોતાના શબ્દોથી ચાહકોનું દિલ જીતતો હતો, હવે બોલી પણ શકતો નથી.

કાંબલીના નાના ભાઈએ કર્યો ખુલાસો

વિનોદ કાંબલીની તબિયતમાં સુધારો થયો છે પરંતુ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં હજુ સમય લાગશે. વીરેન્દ્ર કાંબલીએ ફેન્સને તેના મોટા ભાઈ માટે પ્રાર્થના કરતા રહેવા અપીલ કરી. હાલમાં, કાંબલી બાંદ્રા સ્થિત તેના ઘરે રહે છે અને તેને બોલવામાં અને ચાલવામાં તકલીફ પડી રહી છે. વીરેન્દ્ર કાંબલીએ એક શોમાં કહ્યું, ‘ભાઈ હવે ઘરે છે, તેની તબિયત સ્થિર થઈ રહી છે, પરંતુ તેની સારવાર હજુ પણ ચાલુ છે. તેને બોલવામાં તકલીફ થઈ રહી છે. તેને સ્વસ્થ થવામાં સમય લાગશે, પરંતુ તે ચેમ્પિયન છે અને તેઓ પાછો આવશે. આશા છે કે, તે ટૂંક સમયમાં ચાલવાનું અને દોડવાનું શરૂ કરશે. મને તેમનામાં ઘણો વિશ્વાસ છે. હું ઈચ્છું છું કે તમે તેને ફરીથી મેદાન પર જુઓ.’

કાંબલીના આખા શરીરની તપાસ કરવામાં આવી

વિરેન્દર કાંબલીએ જણાવ્યું કે વિનોદ કાંબલીની સારવાર કેવી રીતે થઈ રહી છે. તેણે જણાવ્યું કે વિનોદ કાંબલીએ 10 દિવસ સુધી રિહેબિલિટેશન કરાવ્યું. તેના આખા શરીરની તપાસ કરવામાં આવી, જેમાં મગજ સ્કેન અને પેશાબની તપાસનો સમાવેશ થાય છે. તપાસના પરિણામો સાચા આવ્યા અને કોઈ મોટી સમસ્યા જોવા મળી નહીં, પરંતુ તે ચાલી શકતો ન હતો તેથી તેને ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવી. જોકે તેના શબ્દો હજુ સ્પષ્ટ નથી (બોલવામાં તકલીફ પડે છે), પરંતુ તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

તમારા પ્રેમ અને સમર્થનની જરૂર

તેણે કહ્યું, ‘હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે લોકો તેના માટે પ્રાર્થના કરે જેથી તે જલ્દી સ્વસ્થ થઈ જાય. તેને તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે.’ વિરેન્દર એ પણ ખુલાસો કર્યો કે કાંબલી પરિવારમાં ચાર ભાઈઓ છે – વિનોદ, વીરેન્દ્ર, વિકાસ અને વિદ્યાધર. વિનોદની જેમ, વીરેન્દ્રએ પણ ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ તેનું કરિયર એટલું સફળ ન થઈ શક્યું. તાજેતરમાં, તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે અદ્ભુત બોલિંગ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: VIDEO : ક્રિકેટર દીપક ચહરની બહેન માલતીને કોણ કરી રહ્યું છે હેરાન? કારમાં બનાવ્યો વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">