T10 League: 47 વર્ષની ઉંમરે દિગ્ગજ ખેલાડી જેક કાલિસની તોફાની બેટિંગ, જુઓ Video
જેક કાલિસે 31 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 206.45ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેણે 32 વર્ષીય ભારતીય બેટ્સમેન સાથે 158 રન જોડ્યા. ભારતીય બેટ્સમેને 28 બોલમાં 271થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
જો ફિટનેસ હોય તો ઉંમરથી કોઈ ફરક પડતો નથી. તે માત્ર એક નંબર છે. આ વાત 9 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર જેક કાલિસે (Jacques Kallis)સાબિત કરી છે. તેણે અમેરિકામાં રમાઈ રહેલી T10 લીગ (US Masters T10 League 2023)માં ધમાકો કર્યો છે, જ્યાં તેણે 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ ઇનિંગ દરમિયાન કાલિસે ભારતીય બેટ્સમેન મિલિંદ કુમાર સાથે મોટી સદીની ભાગીદારી પણ કરી હતી. વિરોધી ટીમનો કોઈ બોલર આ બંને બેટ્સમેનોને આઉટ કરી શક્યો નહોતો.
પહેલી જ ઓવરમાં લાગ્યો ઝટકો
અમેરિકન T10 લીગમાં આ મેચ કેલિફોર્નિયા નાઈટ્સ અને ટેક્સાસ ચાર્જર્સ વચ્ચે હતી. આ મેચમાં સુરેશ રૈનાની કેપ્ટનશીપવાળી કેલિફોર્નિયા નાઈટ્સે પ્રથમ બેટિંગ કરી હતી. જ્યારે બેન ડંકની ટીમ ટેક્સાસ ચાર્જર્સે લક્ષ્યને ચેસ કર્યો હતો. એરોન ફિન્ચ અને જેક કાલિસે કેલિફોર્નિયા નાઈટ્સ માટે ઓપનિંગ કર્યું. પરંતુ તેમની શરૂઆત ખરાબ રહી અને ફિન્ચ ઈનિંગના બીજા બોલ પર ટીમના સ્કોર બોર્ડમાં કોઈ રન ઉમેર્યા વિના આઉટ થયો હતો.
The Jacques Kallis show…!!
An extraordinary knock of 64* in just 31 balls by the 48 year old Kallis in the US Masters T10 League. pic.twitter.com/qgAhU8ZRH6
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2023
મિલિંદને જોતા જ કાલિસનો મૂડ બદલાયો
ફિન્ચની વિકેટે ટેક્સાસ ચાર્જર્સનો જુસ્સો વધાર્યો, પરંતુ આ પછી બેટિંગ કરવા ઉતરેલા 32 વર્ષીય મિલિંદ કુમારે પહેલા બોલથી જ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો. તે ટેક્સાસના બોલરો પર તૂટી પડ્યો હતો. મિલિંદને આક્રમક શોટ રમતા જોઈને કાલિસે પણ ફટકાબાજી શરૂ કરી હતી.
કાલિસ-મિલિંદની દમદાર ભાગીદારી
એક છેડેથી મિલિંદ અને બીજા છેડેથી કાલિસ બંનેએ ફટકાબાજી શરૂ કરી. પરિણામ એ આવ્યું કે રન પાણીની જેમ વહેવા લાગ્યા. બંનેએ મળીને કેલિફોર્નિયા નાઈટ્સ માટે 10 ઓવરમાં 158 રન ઉમેર્યા. જેમાં મિલિંદ કુમાર 271.43ના સ્ટ્રાઈક રેટથી 28 બોલમાં 76 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો, જેમાં 6 સિક્સ અને 7 ફોરનો સમાવેશ થાય છે. જ્યારે જેક કાલિસે 31 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 206.45 રહ્યો હતો.
Milind Kumar on #TXCvCK #USMastersT10 #SunshineStarsSixes #CricketsFastestFormat #T10League pic.twitter.com/3nS4ZFqoQJ
— US Masters T10 (@USMastersT10) August 19, 2023
આ પણ વાંચો : વર્લ્ડ કપ 2023 મસ્કટ જોડી લોન્ચ, કોહલી-બુમરાહને જોઈ પાકિસ્તાનને લાગી મિર્ચી
48 રનથી મેચ જીતી
કાલિસ અને મિલિંદની મદદથી ટેક્સાસ ચાર્જર્સને 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ 10 ઓવરમાં માત્ર 110 રન જ બનાવી શકી અને 48 રનથી મેચ હારી ગઈ. ટૂર્નામેન્ટમાં સુરેશ રૈનાની ટીમની આ પ્રથમ જીત હતી.