Virat Kohli Batting: સચિન, ધોની, પોન્ટિંગ ના કરી શક્યા એ કામ વિરાટ કોહલીએ કરી દેખાડ્યુ, 500મી મેચમાં તેંડુલકરને છોડશે પાછળ

IND vs WI, 2nd Test: વિરાટ કોહલી પ્રથમ દિવસની રમતના અંતે 87 રન પર રમતમાં હતો. તેની આ બેટિંગે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી છે. હવે તેની સદીની રાહ જોવાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 288 રન નોંધાવ્યા છે.

Virat Kohli Batting: સચિન, ધોની, પોન્ટિંગ ના કરી શક્યા એ કામ વિરાટ કોહલીએ કરી દેખાડ્યુ, 500મી મેચમાં તેંડુલકરને છોડશે પાછળ
પ્રથમ દિવસની રમતના અંતે કોહલી 87 રન સાથે રમતમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 9:55 AM

પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય ટીમ ટોસ હારીને બેટિંગ કરવા માટે ઉતરી છે. યશસ્વી જયસ્વાલ અને સુકાની રોહિત શર્માએ 139 રનની ભાગીદારી રમત રમી હતી. બંને ઓપનરોએ અડધી સદી નોંધાવી હતી. પરંતુ શુભમન ગિલ અને અજિંક્ય રહાણે સસ્તામાં વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી સર્જાઈ હતી. જોકે વિરાટ કોહલીએ સ્થિતી સંભાળતા શાનદાર બેટિંગ કરી હતી. કોહલી પ્રથમ દિવસની રમતના અંતે 87 રન પર રમતમાં હતો. તેની આ બેટિંગે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી છે.

વિરાટ કોહલીએ 500મી મેચ રમતા એ કામ કરી દેખાડ્યુ છે જે કામ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા નથી કરી શક્યા. વિરાટ કોહલી હવે વધુ 13 રન પોતાના બેટથી બીજા દિવસની રમત દરમિયાન નિકાળતા જ સચિન તેંડુલકરને પાછળ છોડશે. આ સાથે જ ત્રિનિદાદમાં ભારતીય ટીમની સ્થિતી પણ કોહલી મજબૂત બનાવી દેશે. પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 288 રન નોંધાવ્યા છે.

કોહલીનો કમાલ

અત્યાર સુધી 9 ખેલાડીઓ 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. જેમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, કુમાર સંગાકારા, રિકી પોન્ટિંગ. શાહિદ આફ્રિદી, માહેલા જયવર્દને અને રાહુલ દ્રવિડ રમી ચુક્યા છે. આ 9 ખેલાડીઓ બેટર તરીકે અડધી સદી પણ નોંધાવી શક્યા નથી. જયસૂર્યા માત્ર 1 જ રન મહત્વના મુકામ પર પહોંચીને નોંધાવી શક્યો હતો. એટલે કે 500 મી મેચ રમતા માત્ર 1 રન નોંધાવ્યો હતો. રાહુલ દ્રવિડ 2 રન અને જેક કાલિસ 11 રન નોંધાવી શક્યો હતો. સચિન તેંડુલકર 35 રન નોંધાવીને પરત ફર્યો હતો. પોન્ટિંગ 44 અને સંગાકારા 48 રન નોંધાવીને પરત ફર્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિરાટ કોહલીએ 500 મી મેચમાં સૌથી વધુ રન નોંધાવનારા સંગાકારાને પાછળ છોડી દીધો છે. કોહલી 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમતા અડધી સદી નોંધાવનારો પ્રથમ બેટર નોંધાયો છે. સૌથી વધુ રન નોંધાવતા 87 રન સાથે રમતમાં છે. હવે 13 રન નોંધાવતા વધુ મોટો કમાલ કરી શકે છે. જો આમ કરવામાં સફળ રહેશે તો પ્રથમ બેટર બનશે કે જેણે 500 મી મેચ રમતા સદી નોંધાવી હશે. જે રેકોર્ડ જલદી તુટવો ખૂબ જ મુશ્કેલ રહી શકે છે.

સચિનને છોડશે પાછળ

તેંડુલકરના એક બાદ એક અનેક રેકોર્ડ વિરાટ કોહલી પોતાને નામે કરી રહ્યો છે. હવે જો વધુ 13 રન નિકાળવામાં સફળ રહેશે તો, કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. સચિન તેંડુલકર અને કોહલી બંને 75 સદી 499 મેચ રમીને ધરાવે છે. કોહલી હવે વધુ એક સદી અને 500 મી મેચ સાથે સચિનની આગળ નિકળી જશે. જોકે સૌથી વધારે સદી નોંધાવવામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન બાદ બીજા ક્રમે વિરાટ કોહલી છે.

છેલ્લા પાંચ વર્ષથી વિદેશી ધરતી પર વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સદી નોંધાવી શક્યો નથી. હવે આ દુકાળની સ્થિતી કોહલી માટે ખતમ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. કોહલી પોર્ટ ઓફ સ્પેનમાં શુક્રવારે સદી નોંધાવીને ચાહકોને રાહનો અંત કરી શકે છે. અંતિમ સદી વર્ષ 2018માં પર્થમાં નોંધાવી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 123 રનની ઈનીંગ રમી હતી.

આ પણ વાંચો :  Monsoon 2023: ભિલોડા, હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">