Ukraine Cricket: યુક્રેનમાં પણ ક્રિકેટના ચાહકો, બોર્ડથી લઇને ટીમમાં ભારતીયોનો જલવો છે
યુક્રેન દેશ ક્રિકેટમાં ધીમે ધીમે પોતાના પગ વધારી રહ્યા છે. દેશમાં અલગ-અલગ ભાગમાં અને ખાસ કરીને રાજધાની કીવમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને તેની સંખ્યા પણ વધી રહી છે.

કોરોનાકાળને પાછળ છોડીને પાટા પર પરત ફરી રહેલ દુનિયાની સામે હવે વધુ એક પડકાર સામે આવી રહ્યો છે. આ પડકાર યુદ્ધનો છે. રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે કોઇ પણ ક્ષણે યુદ્ધ થઇ શકે છે. તો તેની અસર વિશ્વ પર પણ થશે પણ યુદ્ધથી અલગ પણ રશિયા અને યુક્રેનની પોતાની એક અલગ છબી છે. જો ભારતના દ્રષ્ટીકોણથી જોઈએ તો યુક્રેનમાં પણ ભારતની સૌથી પ્રિય રમત ક્રિકેટને (Cricket) લઈને છેલ્લા થોડા ઘણા વર્ષોથી તેના પ્રત્યે રૂચી વધી રહી છે.
લગભગ ચાર કરોડની વસ્તી ધરાવતો યુક્રેન દેશ ક્રિકેટમાં ધીમે ધીમે પોતાના પગ વધારી રહ્યા છે. દેશમાં અલગ-અલગ ભાગમાં અને ખાસ કરીને રાજધાની કીવમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને તેની સંખ્યા પણ વધી રહી છે. ખાસ વાત એ છે કે યુક્રેનમાં પણ ક્રિકેટની (Ukraine Cricket) રમતને પ્રોત્સાહન આપનારાઓમાં ભારતીયોનો જ હાથ છે. યુક્રેનમાં ભારતીયોની સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ ક્રિકેટને પ્રમોટ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી યુક્રેનને ક્રિકેટ રાષ્ટ્રનો દરજ્જો હજુ આપવામાં નથી આવ્યો પણ છેલ્લા 21 વર્ષમાં અહીં યુક્રેન ક્રિકેટ ફેડરેશન કામ કરી રહ્યું છે. જેને પગલે દેશમાં અલગ-અલગ ભાગમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેડરેશન હેઠળ દેશમાં ત્રણ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન થાય છે. જે નેશનલ કક્ષાથી લઈને ગ્રાઉન્ડ કક્ષાનું કામ કરે છે.
યુક્રેન ક્રિકેટ ફેડરેશનના પ્રેસિડન્ટ અત્યાર હરદીપ સિંહ છે. જે કીવ અને ખેરકીવ ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેની સાથે બોર્ડના સીઈઓ તરીકે કોબસ ઓલિવર કામ કરી રહ્યા છે. આ ફેડરેશનનું કામ અલગ-અલગ શહેરમાં ક્રિકટરોને શોધવાનું અને તેના માટે ટુર્નામેન્ટનું આયોજન કરાવવાનું હોય છે. બોર્ડની પાસે પોતાની એક ક્રિકેટ કમિટી છે, તેમાં પણ ભારતીય મુળના લોકો છે.
યુક્રેનમાં નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ અમિત સિસોદિયા મેમોરિયલ કપનું આયોજન કરવામાં આવે છે. જે 2006થી ચાલી રહ્યું છે. તેમાં અલગ-અલગ ક્ષેત્રોની ટીમો ભાગ લઈ રહી છે. તેની સાથે કીવ ક્રિકેટ લીગ અને યુક્રેન ક્રિકેટ લીગનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક ટીમ પ્લેઈંગ 11માં એક યુક્રેન નાગરીકને રમાડવા ફરજીયાત છે. યુક્રેન ક્રિકેટ ફેડરેશનની વેબસાઈટ પ્રમાણે બોર્ડને આઈસીસી તરફથી માન્યતા માટે પુરતો પ્રયાસ થઈ રહ્યો છે અને વાતચીત અંતિમ સ્ટેજ પર છે. તેની સાથે નેશનલ ઓલિમ્પિક કમિટી ઓફ યુક્રેન તરફથી પણ ક્રિકેટને દેશમાં ઓલિમ્પિક કક્ષા સુધીનું માનવા માટે પ્રસ્તાવ મુક્યો છે.
આ પણ વાંચો : Skin care: ફેસ સ્ટીમિંગ દરમિયાન લીંબુનો કરો ઉપયોગ, સ્કિનને મળશે આ ફાયદા
આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન