Rajkot : જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, રોડ પર ચાલતા જૈન સાધ્વીનું મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના જસદણમાં અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર જસદણમાં કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર ચાલતા શ્રુતનિધિ નામના જૈન સાધ્વીનું મોત નિપજ્યું છે. આ જૈન સાધ્વી જસદણથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તે સમયે અકસ્માત સર્જાતા જૈન સાધ્વીનું મોત નિપજ્યું છે. જો કે ઘટના બનતાની સાથે જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ કારને કટરથી કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.