Breaking News : સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ, મેજર કોલ જાહેર, જુઓ Video
સંઘપ્રદેશ સેલવાસના દાદરામાં ભીષણ આગની ઘટના બની છે. દાદરાના વાગધર રોડ પરના ઔદ્યોગિક શેડ વિસ્તારમાં આગ લાગી હતી. આગમાં 3 થી 4 ફેકટરીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
વર્તમાન સમયમાં આગ લાગવાની ઘટના દિવસે દિવસે વધી રહી છે. ત્યારે સંઘપ્રદેશ સેલવાસના દાદરામાં ભીષણ આગની ઘટના બની છે. દાદરાના વાગધર રોડ પરના ઔદ્યોગિક શેડ વિસ્તારમાં આગ લાગી હતી. આગમાં 3 થી 4 ફેકટરીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
આગમાં સનલાઇટ, મોનાલિસા અને લિઝા ઇન્ડસ્ટ્રીઝ સહિતની ફેક્ટરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. ફેકટરીમાં ભીષણ આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભીષણ આગથી ધુમાડો વધતા સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
4 ફેકટરી બળીને ખાખ
ઉલ્લેખનીય છે કે આગની ઘટનાની ફાયર વિભાગને કરવામાં આવી જેના પગલે ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. એટલું જ નહીં ત્યાં મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટ સંભળાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે. જોકે હાલમાં મળતી માહિતી અનુસાર કોઈ પણ જાનહાનિ થઈ નથી.
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
