AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

હાર્દિક પંડ્યાએ ગત આઈપીએલની સિઝનમાં મુંબઈ ટીમ તરફથી બોલિંગ કરી ન હતી. તો ટી20 વર્લ્ડ કપમાં માત્ર 4 ઓવરની જ બોલિંગ કરી શક્યો હતો. હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ બાદ મેદાનથી બહાર છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન
Hardik Pandya (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:55 PM
Share

આઈપીએલ (IPL 2022) ની આગામી સિઝનમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલિંગને લઇને ગુજરાત ટાઇટન્સ ટીમના કોચ આશિષ નહેરા (Ashish Nehra) એ મોટી પ્રતિક્રિયા આપી છે. આશિષ નહેરાએ કહ્યું કે હાર્દિક પંડ્યાની બેક ઇંજરીની સમસ્યા ઘણા સમયથી છે. એટલા માટે જો તે બોલિંગ નથી કરી શકતો તો પણ ટીમ માટે કોઇ તકલીફની વાત નથી.

ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા આશિષ નહેરાએ કહ્યું કે જો હાર્દિક પંડ્યા બોલિંગ કરે છે તો તે ટીમ માટે ઘણી સારી બાબત છે. જોકે ટીમને હકિકતનો સામનો કરવો પડશે. એટલા માટે ફ્રેન્ચાઇઝી તેને એક બેટ્સમેનની જેમ રમાડીને ઘણી ખુશ રહેશે.

હાર્દિક પંડ્યાને આઈપીએલની હરાજીથી પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમે 15 કરોડમાં ડ્રાફ્ટ કર્યો હતો. તેણે ટી20 વર્લ્ડ કપ બાદ એક પણ મેચ રમી નથી. એવામાં તેની બોલિંગને લઇને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ ગત સિઝનમાં મુંભઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરી ન હતી. તો ટી20 વર્લ્ડ કપમાં તેણે માત્ર 4 જ ઓવર બોલિંગ કરી હતી. જોવાની વાત એ છે કે હાર્દિક પંડ્યા આઈપીએલની આગામી સિઝનમાં બોલિંગ કરી શકશે કે નહીં તેના પર પ્રશ્ન છે.

હાર્દિક પંડ્યા જો એક બેટ્સમેન તરીકે રમે છે તો પણ ટીમ ખુશ છેઃ આશિષ નહેરા આ મુદ્દે આશિષ નહેરાએ કહ્યું કે, “જો તે બોલિંગ કરે છે તો ઘણું સારૂ રહેશે. અથવા એક બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાને રમાડીને અમે ખુશ રહીશું. હું માત્ર આઈપીએલની વાત નથી કરતો, પણ વિશ્વની કોઇ પણ એવી ટી20 ટીમ નહીં હોય જેમાં માત્ર એક બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાની જગ્યા બનતી હોય. ભલે પછી તે કોઇ પણ ક્રમ પર બેટિંગ કરે. તેની બોલિંગને લઇને હંમેશા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. જો તે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે બોલિંગ કરે છે તો તે ઘણું શાનદાર રહેશે. પણ માત્ર બેટિંગ કરે છે ત્યારે પણ હું ઘણો ખુશ છું.”

આ પણ વાંચો : IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત

આ પણ વાંચો : IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">