ભારત-શ્રીલંકા સીરિઝની તારીખ થઇ જાહેર, બેંગ્લોરમાં રમાશે ડે-નાઇટ ટેસ્ટ

ભારત-શ્રીલંકા સીરિઝની શરૂઆત ત્રણ ટી20 મેચની સીરિઝથી થશે, ત્યાર બાદ બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ મોહાલી સ્ટેડિયમમાં રમાશે.

ભારત-શ્રીલંકા સીરિઝની તારીખ થઇ જાહેર, બેંગ્લોરમાં રમાશે ડે-નાઇટ ટેસ્ટ
India and Sri Lanka Cricket
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:57 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ભારત અને શ્રીલંકા (Sri Lanka Cricket) વચ્ચે રમાનાર સ્થાનિક સીરિઝની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે પહેલા ત્રણ મેચની ટી20 સીરિઝ રમાશે અને ત્યારબાદ બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. શ્રીલંકાના ભારત (Team India) પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ લખનઉમાં ટી20 મેચથી થશે. ત્યાર બાદ સીરિઝની બીજી અને ત્રીજી ટી20 મેચ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે.

ટી20 સીરિઝ પછી બંને ટીમો પહેલી ટેસ્ટ મેચ માટે મોહાલી પહોંચશે. 4 માર્ચથી પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં 12 માર્ચથી શરૂ થશે. આ બીજી ટેસ્ટ મેચ પિંક બોલ ટેસ્ટ મેચ રહેશે. બંને ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ અંગે ઓફિશિયલ જાહેરાત કરી છે. જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તમને જણાવી દઇએ કે પહેલા આ પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચથી થવાની હતી. પણ શ્રીલંકા ક્રિકેટ બોર્ડની રજુઆત બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ પ્રવાસમાં ફેરફાર કર્યો હતો. જેમાં ટી20 સીરિઝથી શ્રીલંકાનો ભારત પ્રવાસ શરૂ થશે. હાલ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યા ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ ચાલી રહી છે. જેથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે કે શ્રીલંકાના ટી20 ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ બાદ એક બાયો-બબલમાંથી બીજા બાયો-બબલમાં આવી જાય. આ કારણથી ભારતીય ક્રિકેટ બોર્ડે તેના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. બેંગ્લોરમાં અંતિમ ટેસ્ટ રાખવાનો એ મતબલ કાઢી શકાય કે શ્રીલંકાની ટીમ ત્યારથી સીધી કોલંબો માટે ફ્લાઇટ મળી જાય.

આ સાથે ભારતીય ક્રિકેટ બોર્ડે એ પણ જણાવ્યું છે કે બેંગ્લોરમાં રમાનાર ટેસ્ટ મેચ ડે-નાઇટ રહેશે. આમ ભારતની ધરતી પર આ ત્રીજી પિંક બોલ ટેસ્ટ મેચ હશે. આ પહેલા ભારતે 2019માં બાંગ્લાદેશ અને ત્યાર બાદ 2021માં ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પિંક બોલ ટેસ્ટ મેચની યજમાની કરી હતી. તો ટેસ્ટના ઇતિહાસમાં ભારતની આ ચોથી ડે-નાઇટ ટેસ્ટ મેચ રહેશે. શ્રીલંકાની ટીમ પણ આ ચોથી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.

આ પણ વાંચો : Uttarakhand Election: ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા કર્મચારીઓનો અકસ્માત, 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા એકનું મોત, 3 ઘાયલ

આ પણ વાંચો : ABG શિપયાર્ડના ડિરેક્ટરો સામે સીબીઆઈએ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું, 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">