તામિલનાડુ પ્રીમિયર લીગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. બુઘવારે 12 જુલાાઈએ ફાઈનલ મેચ રમાનારી છે. સિઝનમાં ચેમ્પિયન બનવા માટે લાયકા કોવાઈ કિંગ્સ અને નેલ્લાઈ રોયલ કિંગ્સ વચ્ચે ટક્કર જામશે. જોકે નેલ્લાઈ કે ડિંડીગુલ કોણ ફાઈનલમાં સ્થાન જમાવશે એ માટે સોમવારે રાત્રે રમાયેલી મેચમાં અંતિમ બોલ સુધી રાહ ચાહકોએ જોવી પડી હતી. મેચ રોમાંચક રહી હતી અને અંતિમ બોલ પર ફાઈનલની ટિકિટ નક્કી થઈ હતી. અંતિમ બોલ પર ઈશ્વરને છગ્ગો જમાવીને ટીમને જીત અપાવી ફાઈનલમાં પહોંચાડી હતી.
આ દરમિયાન નેલ્લાઈની ટીમના બે યુવા બેટરોએ એક જ ઓવરમાં 33 નોંધાવ્યા હતા અને જે માટે 5 છગ્ગા જમાવ્યા હતા. વાત ઈશ્વરન અને અજીતેશની છે. આ બંનેએ ધમાલ મચાવતી બેટિંગ કરી હતી. બંનેએ એક ઓવરમાં રમીને 5 છગ્ગા વડે 33 રન નિકાળ્યા હતા. આ બંનેની રમતને પગલે નેલ્લાઈની ટીમ 7 વિકેટથી જીતીને ફાઈનલમાં પહોંચ્યુ હતુ. અજીતેશે અણનમ અડધી સદી નોંધાવી હતી.
નેલ્લાઈની ટીમને બેટિંગ માટે 2 ઓવર બાકી રહી હતી. આ દરમિયાન લક્ષ્ય પાર કરવા માટે 37 રનની જરુર હતી. આ માટે 19મી ઓવર ખૂબ જ મહત્વની હતી. આ ઓવર લઈને જી કિશોર આવ્યો હતો. તેણે લક્ષ્ય બચાવવા માટે મોરચો સંભાળ્યો હતો. પરંતુ રિતીક ઈશ્વરન અને અજીતેશ ગુરુસ્વામીએ ધમાલ મચાવી દીધી હતી.
19મી ઓવરના પ્રથમ બોલ પર ઈશ્વરને લોંગ ઓફ પર છગ્ગો જમાવ્યો હતો. બીજા બોલ પર લોંગ ઓન પર બોલને છગ્ગાના રુપમાં મોકલ્યો હતો. ત્રીજા બોલ પર વધુ એક છગ્ગો આવ્યો હતો અને આ વખતે એક્સ્ટ્રા કવર પરથી બોલને હવાઈ યાત્રા કરાવી હતી. ત્રણ બોલમાં 18 રન નિકાળ્યા બાદ આગળના બોલ પર સિંગલ રન લીધો હતો. આમ હવે સ્ટ્રાઈક પર અજીતેશ હતો.
રિતીકે પણ સ્ટ્રાઈક પર આવતા જ 19મી ઓવરના પાંચમા બોલ પર છગ્ગા જમાવતા ઓવરમાં 25 રન ટીમના સ્કોર બોર્ડમાં ઉમેરાઈ જતા 12 રનની જરુર રહી હતી. અંતિમ બોલ ફુલટોસ કર્યો હતો, પરંતુ ઓવર સ્ટેબ હોઈ અંપાયરે નો-બોલ જાહેર કર્યો હતો. આ વખતે સિંગલ રન લેતા ઈશ્વરન ફરી સ્ટ્રાઈક પર આવ્યો હતો. આમ ફ્રિ-હિટનો મોકો મળતા તેણે છગ્ગો જમાવી દીધો હતો. આમ અંતિમ ઓવરમાં માત્ર 4 રનની જરુર જીત માટે રહી હતી.
જોકે અંતિમ ઓવરના શરુઆતના પાંચ બોલમાં માત્ર 3 જ રન નેલ્લાઈની ટીમના ખાતામાં આવ્યા હતા. આમ અંતિમ બોલ સુધી મેચ પહોંચી હતી. સુબોધ ભાટીએ મેચનો અંતિમ બોલ લો ફુલટોસ ઓફ ડિલિવર કર્યો હતો. જેની પર ઈશ્વરને છગ્ગો જમાવ્યો હતો. આમ અંતિમ બોલ પર 1 રનની જરુર હતી અને ઈશ્વરને વિજય છગ્ગો જમાવ્યો હતો. આમ ઈશ્વરને મેચમાં 11 બોલમાં 39 રન 6 છગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. જ્યારે અજીતેશ ગુરુસ્વામીએ 44 બોલમાં 73 રન 5 છગ્ગા અને 5 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા.
Published On - 9:37 am, Tue, 11 July 23