AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ હૈ હિન્દુસ્તાની પરંતુ પત્ની પાકિસ્તાની, ભારતની હારથી ખુશ પત્નીએ ભારતીય યુવકને ચીડવ્યો, જુઓ વીડિયો

દુબઈમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે એક એવું કપલ આવ્યું હતું, જેમાં પતિ ભારતીય હતો અને પત્ની પાકિસ્તાની હતી. હવે ભારતે પ્રથમ મેચ જીતી હતી, પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય યુવકની પાકિસ્તાની પત્ની ખુશી વ્યક્ત કરતી જોવા મળી.

દિલ હૈ હિન્દુસ્તાની પરંતુ પત્ની પાકિસ્તાની, ભારતની હારથી ખુશ પત્નીએ ભારતીય યુવકને ચીડવ્યો, જુઓ વીડિયો
ભારતની હારથી વધુ ખુશ પાકિસ્તાની પત્નીએ ભારતીય યુવકને ચીડવ્યો, જુઓ વીડિયોImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:36 PM
Share

India vs pakistan: વર્લ્ડ કપ હોય કે એશિયા કપ (Asia Cup), જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે, ત્યારે બંને દેશોમાં જોવા જેવું વાતાવરણ હોય છે. દરેક ક્રિકેટ પ્રેમી બીજા દેશની ટીમને હરાવવા માટે પ્રાર્થના કરે છે. હાલમાં દુબઈમાં એશિયા કપ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ ગઈ છે. ભારત-પાકિસ્તાન (India vs pakistan)ની પ્રથમ મેચ 28 ઓગસ્ટે થઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો, પરંતુ 4 સપ્ટેમ્બરે બીજી મેચમાં ભારતનો પરાજય થયો હતો, જેનાથી ભારતીય ચાહકો નિરાશ થયા હતા. આ ચાહકોમાં એક ભારતીય વ્યક્તિ પણ હતો જેની પત્ની પાકિસ્તાનની જીતવા કરતાં ભારતને હારીને વધુ ખુશ હતી.

ભારતીય પતિ સામે પત્નીએ ઉજવણી કરી

ભારતની હારનો જશ્ન મનાવતી મહિલા પાકિસ્તાની છે, જેણે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા છે. બંને દુબઈ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે સાથે આવ્યા હતા. જ્યારે પાકિસ્તાન મેચ જીત્યું તો પાકિસ્તાની મહિલાએ ભારતીય પતિની સામે જોરદાર ઉજવણી કરી. જ્યારે પાકિસ્તાની મહિલાએ ભારતની હાર પર ઉગ્ર આનંદ વ્યક્ત કર્યો હતો તો ભારતીય પતિએ ભારતની હાર પર પોતાનું દુ:ખ છુપાવીને પાકિસ્તાનને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

ભારતની હાર પર ખુશ પાકિસ્તાની પત્ની

જ્યારે પાકિસ્તાની પત્નીને મેચની જીત અને હાર વિશે રિએક્શન પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને એટલી ખુશી પાકિસ્તાનની જીતની નથી , પરંતુ ભારતના હારની ખુશી વધુ છે. આ પહેલા પણ કપલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાકિસ્તાનની હારથી પાકિસ્તાની પત્ની દુખી થઈ હતી.

ભારતની જીત બાદ વાયરલ થયું આ કપલ

દુબઈમાં ચાલી રહેલા એશિયા કપમાં જ્યારે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થયો, ત્યારે ભારતે જીત મેળવી હતી. જે બાદ ભારતીય ટીમની ટી-શર્ટ પહેરેલ પતિ અને પાકિસ્તાની ટીમની ટી-શર્ટમાં પત્ની સ્ટેડિયમની બહાર જોવા મળી હતી, ત્યારબાદ લોકોની નજર બંને પર ટકેલી હતી. જ્યારે મીડિયા રિપોર્ટરોએ બંને સાથે વાત કરી તો ખબર પડી કે પતિ ભારતની ટીમને સપોર્ટ કરી રહ્યો છે અને પત્ની પાકિસ્તાનની ટીમને સપોર્ટ કરી રહી છે. પહેલી મેચમાં પાકિસ્તાન હારી ગયું તો પતિ ખુશ અને મહિલા ઉદાસ દેખાઈ.

g clip-path="url(#clip0_868_265)">