AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team Indiaના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરની પ્રહેલી પ્રેસ કોન્ફરન્સ, પંડ્યાને કેપ્ટન ન બનાવવાનું કારણ જણાવ્યું

ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ કોચ બન્યા બાદ આજે પહેલી પ્રેસ કોન્ફન્સ હતી. તેની સાથે ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતો. શ્રીલંકા પ્રવાસ સાથે જોડાયેલા કેટલાક જવાબો પણ મળ્યા છે. ગૌતમ ગંભીરે એ પણ જણાવ્યું કે, હાર્દિક પંડ્યાને કેપ્ટન કેમ બનાવ્યો નથી,

Team Indiaના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરની પ્રહેલી પ્રેસ કોન્ફરન્સ,  પંડ્યાને કેપ્ટન ન બનાવવાનું કારણ જણાવ્યું
| Updated on: Jul 22, 2024 | 2:41 PM
Share

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકાના પ્રવાસ પર જતા પહેલા પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું છે. આ દરમિયાન બીસીસીઆઈ ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ તેની સાથે જોડાયેલા સવાલના જવાબ આપતા જોવા મળ્યા હતા.

સૌના મનમાં એક જ સવાલ હતો કે, હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે આની પાછળનું સૌથી મોટું કારણ જણાવ્યું છે.

હાર્દિક પંડ્યાને કેપ્ટન કેમ ન બનાવ્યો

જ્યારે શ્રીલંકાના પ્રવાસ માટે ભારતની ટી20 ટીમની જાહેરાત થઈ તો હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો, તેના સ્થાને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટી20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન હતો. તેમ છતાં તેને કેપ્ટન ન બનાવી સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. જેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા.

આ કારણે પંડ્યા કેપ્ટન ન બની શક્યો

પ્રેસ કોન્ફરન્સમાં ટી20 ટીમના નવા કેપ્ટન પર વાત કરતા અજીત અગરકરે કહ્યું કે, સૂર્યકુમાર યાદવ એક સારો વિકલ્પ છે. તેમણે પોતાની પ્રતિભા દેખાડી છે. હાર્દિક અમારા માટે એક મહત્વપૂર્ણ ખેલાડી છે. તેનો ટેલેન્ટ મેળવવો મુશ્કિલ છે પરંતુ તેની ફિટનેસ છેલ્લા 2 વર્ષમાં એક પડકાર રહ્યો છે, એટલે અમે કેપ્ટન તરીકે એક એવા ખેલાડીને ઈચ્છતા હતા કે, તે હંમેશા ઉપલબ્ધ રહે અને પોતાનો રોલ સારી રીતે નિભાવી શકે. સૂર્યામાં તે તમામ ક્વોલિટી છે.

નિર્ણય પર અનેક સવાલો પણ ઉઠ્યા

ટીમ ઈન્ડિયા 27 જૂલાઈના રોજ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની ટી20 સીરિઝ રમશે. જેના માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાની સાથે વાઈસ કેપ્ટન શુભમન ગિલ છે.સૌ કોઈને આશા હતી કે, ટી20 વર્લ્ડકપમાં વાઈસ કેપ્ટન રહેલા હાર્દિક પંડ્યાને રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ આવું થયું નહિ, જેના નિર્ણય પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા. કેટલાક લોકોનું કહેવું હતુ કે, હાર્દિક પંડ્યા સાથે અન્યાય થયો છે.

બીજી બાજુ સૂર્યકુમાર યાદવ આ પ્રવાસ પર વનડે ટીમનો ભાગ નથી. અજીત અગરકરે આની પાછળનું પણ કારણ જણાવ્યું હતુ.અજીત અગરકર કહ્યું અમે વનડેમાં સૂર્યા વિશે ચર્ચા કરી નથી,શ્રેયસ અય્યર અને કે,એલ રાહુલ વનડે ટીમમાં પરત ફર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">