24 June 2024

યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે

Pic credit - Socialmedia

ઘૂંટણનો દુખાવો અથવા Knee પેઇન એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જે કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે.

કેટલાક લોકો માને છે કે સાંધા કે ઘૂંટણનો દુખાવો એ વૃદ્ધાવસ્થાનો રોગ છે અને તેની નાની ઉંમરના લોકો પર કોઈ અસર થતી નથી.

જો તમે એવું વિચારતા હોવ તો તમે બિલકુલ ખોટા છો. ઘૂંટણનો દુખાવો માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પરંતુ નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે.

સામાન્ય રીતે, આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ લાંબા સમય સુધી કોઈ એક્સરસાઇઝ કે શારીરીક મહેનત કરતા નથી અને અચાનક આ પ્રવૃત્તિ શરૂ કરી દે છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે ઘૂંટણના સ્નાયુઓ, કરોડરજ્જૂ અને અસ્થિબંધન નબળા પડે ત્યારે ઘૂંટણમાં દુખાવો શરૂ થાય છે.

સામાન્ય રીતે, આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેઓ લાંબા સમય સુધી કોઈ એક્સરસાઇઝ કે શારીરીક મહેનત કરતા નથી અને અચાનક આ પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે.

આ ઉપરાંત, જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે ઘૂંટણમાં વધારે તાણ આવે છે. જેના કારણે દુખોવા થાય છે

જ્યારે હીલ્સ પહેરવામાં આવે છે, ત્યારે કરોડરજ્જુ  હિપ્સ વધારે પ્રેશર આવે છે, તેનાથી ઘૂંટણ પર વધુ તાણ આવે છે, જેના કારણે ઘૂંટણમાં દુખાવો થાય છે.

ઘૂંટણનો દુખાવો યુવાનોમાં પણ થાય છે. કારણ કે, જ્યારે કેટલાક સ્નાયુઓ અન્ય કરતા વધુ કામ કરે છે, ત્યારે અસંતુલનને કારણે ઘૂંટણમાં દુખાવો શરૂ થાય છે.