25 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં મેઘરાજાએ કરી ઝમાવટ, છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં થઈ મેઘમહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2024 | 11:56 PM

Gujarat Live Updates : આજ 25 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં મેઘરાજાએ કરી ઝમાવટ, છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં થઈ મેઘમહેર

NDA લોકસભાના અધ્યક્ષનું નામ આજે જાહેર કરી શકે. ડેપ્યુટી સ્પીકર પદ નહીં મળે, તો વિપક્ષ પણ અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે.  અરવિંદ કેજરીવાલના જામીન પર આજે દિલ્લી હાઇકોર્ટ ફેંસલો સંભળાવશે. દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટના ચૂકાદા પર હાઇકોર્ટ રોક લગાવી છે. આજે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિ છે. કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવા અપીલ કરી છે.  વડોદરામાં કોર્પોરેટરના ભાઇને ધમકી આપી ખંડણી માંગનાર શકંજામાં આવ્યો છે.  ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરીના કેસમાં તપાસ તેજ કરાઇ છે. CBIના 5થી વધુ અધિકારીઓના ગોધરામાં ધામા છે. DySP CBIને 1 હજાર પાનાનો દસ્તાવેજ સોંપશે. રાજ્યના 101 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જામનગરના લાલપુરમાં ખાબક્યો અઢી ઈંચ,,,તો સુરતના ઓલપાડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jun 2024 11:56 PM (IST)

    ગુજરાતમાં મેઘરાજાએ કરી ઝમાવટ, છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં થઈ મેઘમહેર

    ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામ્યુ છે અને મેઘરાજાએ જમાવટ કરતા 12 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં વિસાવદરમાં મેઘરાજાએ જમાવટ કરતા એકસામટો 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બનસકાંઠામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે.

  • 25 Jun 2024 07:56 PM (IST)

    વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRF ની 7 ટીમ તહેનાત

    ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

  • 25 Jun 2024 07:27 PM (IST)

    કેન્યાની સંસદમાં ઘૂસી ગયા હજારો વિરોધીઓ, બિલ્ડિંગના એક ભાગમાં લગાવી આગ

    કેન્યામાં ટ્રેકને લઈને વિરોધીઓનો ગુસ્સો સતત વધી રહ્યો છે. પ્રદર્શનકારીઓની હરકતોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે હજારો વિરોધીઓ સંસદમાં ઘૂસી ગયા અને બિલ્ડિંગના એક ભાગમાં આગ લગાવી દીધી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે રાજધાની નૈરોબીમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે.

  • 25 Jun 2024 06:54 PM (IST)

    પાટણ જિલ્લામાં ભારે વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદથી ભરાયા પાણી

    પાટણ, સિદ્ધપુર , સરસ્વતી , ચાણસ્મા સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાંં પાણી ભરાઈ જવા પામ્યા છે. પાટણના ST ડેપોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે.

  • 25 Jun 2024 06:51 PM (IST)

    મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી

    મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ઊંઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ઊંઝામાં પ્રવેશ સમા અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અંડર પાસમાં પાણી ભરાતા,  અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસમાં વાહન વ્યવહાર તેમજ લોકોની અવર જવર બંધ કરાવવામાં આવી છે.

  • 25 Jun 2024 06:48 PM (IST)

    કુમાર કાનાણીએ CM ને લખ્યો પત્ર, સેલ્ફ ફાયનાન્સ કોલેજ મનમાની ચલાવે છે

    સુરતના વરાછા મતવિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સેલ્ફ ફાયનાન્સ કોલેજ મનમાની ચલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. કુમાર કાનાણીએ લખેલા પત્રમાં, VNSGUની UG પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાનું જણાવ્યું છે. GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા છે તેવો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો છે.

  • 25 Jun 2024 06:45 PM (IST)

    કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસના 20 પેકેટ મળ્યા

    કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસના વધુ 20 પેકેટ મળ્યા છે. બીએસએફનુ જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિગ હતું તે દરમિયાન તેમને બિનવારસી ચરસના 20 પકેટ મલી આવતા કબજે કર્યા છે. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફને170 થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળ્યા છે. હજુ પણ બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુઓ પર સર્ચ યથાવત રાખવામાં આવ્યું છે.

  • 25 Jun 2024 05:14 PM (IST)

    અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે.

  • 25 Jun 2024 05:08 PM (IST)

    સરકારનો આદેશ : કોર્ટમાં ચાલતા કેસ હારશે તો અધિકારી સામે લેવાશે પગલાં

    ગુજરાત સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઇ ઉમેરવામાં આવી છે. હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારની અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવેથી કોર્ટમાં ચાલતા કેસો અને સંલગ્ન કેસોમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે. કોર્ટમાં કેસ દરમિયાન જો કેસ હારી જવાશે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરાશે. જો અધિકારીઓની બેદરકારીનાં કારણે કોઈ કેસ કોર્ટમાં હારીએ તો તે અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની રહેશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોરબી, વડોદરા, રાજકોટ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓની જવાબદારી અંગે રાજ્ય સરકારને કરી હતી ટકોર.

  • 25 Jun 2024 04:32 PM (IST)

    જૂનાગઢ : ગણેશ જાડેજા સહિત પાંચના જામીન નામંજૂર

    જૂનાગઢ સંજય સોલંકીને અપહરણ કરી માર મારવાને મામલે, ગણેશ જાડેજા સહિત પાંચના જામીન જૂનાગઢ કોર્ટ નામંજૂર કર્યાં છે. સંજય સોલંકીને અપહરણ કરી માર મારવાને મામલે, ગણેશ જાડેજા સહિત 11 આરોપી જેલમાં છે. ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જે અંગે આજે સુનવણી થતાં કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

  • 25 Jun 2024 03:36 PM (IST)

    પુણે પોર્શ હિટ એન્ડ રન કેસ, સગીર આરોપીને બોમ્બે હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

    પુણે પોર્શ હિટ એન્ડ રન કેસના સગીર આરોપીને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સગીર આરોપીને જામીન આપ્યા છે. સગીર આરોપી 22 મેથી પુણેના રિમાન્ડ હોમમાં બંધ છે.

  • 25 Jun 2024 03:28 PM (IST)

    હિંમતનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    સાબરકાંઠાના હિંમતનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બપોરના અરસા દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો છે. કાંકણોલ અને બેરણાં પંથકમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરના કૃષ્ણધામ વિસ્તારમાં પણ વરસાદ.

  • 25 Jun 2024 03:07 PM (IST)

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો

    દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો મળ્યો છે. કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી છે. કેજરીવાલના જામીન પર સ્ટે રહેશે યથાવત. EDએ દાખલ કરેલી સ્ટેની અરજી પર હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી પર પ્રતિબંધ મુક્યો છે. હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય પર સ્ટે જાળવી રાખ્યો. જસ્ટિસ સુધીર કુમાર જૈનની બેન્ચે  આદેશ આપ્યો.

  • 25 Jun 2024 02:30 PM (IST)

    અમદાવાદ: સરસપુર ફોટલિયા ચાર રસ્તા પાસે ખોદેલો રસ્તો બેસી ગયો

    અમદાવાદ: સરસપુર ફોટલિયા ચાર રસ્તા પાસે ખોદેલો રસ્તો બેસી ગયો છે. વરસાદ વરસતા જ કાચું પુરાણ કરેલો રોડ બેસી જતા હાલાકી થઇ રહી છે. 1 જૂન બાદ ખોદકામ ન કરવું તેમજ પાકા પુરાણના આદેશના દાવા પોકળ સાબીત થયા હોય તેવુ લાગી રહ્યુ છે. તંત્રએ વરસાદની રાહ જોતા કાચું પુરાણ કર્યું હોય એવી સ્થિતિ છે. બેસી ગયેલા રસ્તા પર પુરાણ કરવા તંત્ર તાત્કાલિક કામે લાગ્યું છે.

  • 25 Jun 2024 01:50 PM (IST)

    દાહોદ: દેવગઢ બારિયાના બૈણા ગામે નદીમાં ટ્રેક્ટર તણાયું

    દાહોદ: દેવગઢ બારિયાના બૈણા ગામે નદીમાં ટ્રેક્ટર તણાયું છે. પાનમ નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર તણાયું છે. ઉપરવાસમાં વધુ વરસાદના પડતા નદીમાં પૂર આવ્યુ છે. નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેક્ટર નદીના પ્રવાહમાં ફસાયું છે. ટ્રેક્ટર ચાલક સહિત અન્ય 1 યુવક ટ્રેક્ટરમાં ફસાયો છે. ગ્રામજનોને જાણ થતા સ્થળે દોડી આવ્યા હતા.

  • 25 Jun 2024 01:39 PM (IST)

    પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી

    આગામી 7 દિવસ વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરી છે. પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યુ છે. ઉ.ગુજરાત,દક્ષિણ ગુજરાત,દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની વકી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

  • 25 Jun 2024 01:22 PM (IST)

    સાબરકાંઠાથી કુવૈત ગયેલા ગુજરાતી શ્રમિક પોતાના વતન પરત ફર્યા

    સાબરકાંઠાથી કુવૈત ગયેલા ગુજરાતી શ્રમિક પોતાના વતન પરત ફર્યા છે. કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ભારતીય શ્રમિકો પૈકી હજુ પણ 17 થી 18 જેટલા ગુજરાતી કુવૈતમાં કેદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવા કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ગુજરાતી શ્રમિક પોતાના વતન પરત ફર્યા છે. તેમણે પોતાની વ્યથા વર્ણવી કે કુવૈતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની અટકાયત કરવામાં આવી. જે બાદ તેમને જેલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ભોજનથી લઈને નહાવાના સાબુ માટે પણ ત્રાસ આપવામાં આવતો હતો. એક સાથે 103 લોકોને રાખવામાં આવ્યા હતા જ્યાં કોઈની સાથે વાત પણ ન કરવા દેવાતી હતી.

  • 25 Jun 2024 12:37 PM (IST)

    બોટાદ: રાણપુરમાં ખેતરમાં ખેડૂત પર વીજળી પડતા મોત

    બોટાદ: રાણપુરમાં ખેતરમાં ખેડૂત પર વીજળી પડતા મોત થયુ છે. રાત્રે 2 વાગ્યે ખેતરે કામ કરતા સમયે વીજળી પડી હતી. 35 વર્ષીય ખેડૂતનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.

  • 25 Jun 2024 10:09 AM (IST)

    કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત

    કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. બીએસએફને જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને ચરસના બિનવારસુ 10 પેકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફને 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.

  • 25 Jun 2024 10:00 AM (IST)

    અમદાવાદઃ પ્રથમ વરસાદમાં જ અમદાવાદ મનપાની પોલ ખુલી

    અમદાવાદઃ પ્રથમ વરસાદમાં જ અમદાવાદ મનપાની ખુલી છે. પ્રથમ વરસાદમાં જ માણેકબાગ ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો છે. થોડા સમય પહેલા જ રોડનું સમારકામ મનપાએ કર્યું હતું. રોડ બેસી જતા મનપાએ બેરીકેટ લગાવ્યા છે.

  • 25 Jun 2024 09:54 AM (IST)

    સુરેન્દ્રનગર: લીંબડીમાં મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાંથી નીકળી મૃત ગરોળી

    સુરેન્દ્રનગર: લીંબડીમાં મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાંથી મૃત ગરોળી નીકળી છે. વિદ્યાર્થીઓને અપાયેલા ભોજનમાં મૃત ગરોળી નીકળતા ચકચાર મચી છે. હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કેન્ટીનના ભોજનમાં ગરોળી મળી આવી છે. મૃત ગરોળી નીકળતા વિદ્યાર્થીઓએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી. તંત્રની ટીમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી તપાસ શરુ કરી.

  • 25 Jun 2024 09:20 AM (IST)

    સુરત : ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાઈ

    સુરત: નવી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો છે. હોસ્પિટલના જી-0 વોર્ડમાં ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ પડ્યો હતો. 47 વર્ષિય રાણીદેવી મૌર્ય નામની મહિલા ઉપર સ્લેબ પડતા દોડધામ મચી ગઇ હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે. કિડનીની બીમારીની સારવાર અર્થે મહિલા આવી હતી. હોસ્પિટલ સવાલોના ઘેરામાં નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આવ્યુ છે.

  • 25 Jun 2024 09:16 AM (IST)

    અમદાવાદઃ AMTSની EV બસમાં લાગી આગ

    અમદાવાદઃ AMTSની EV બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે વસ્ત્રાલ-ઝાડેશ્વર ખાતે આવેલા ડેપોમાં  આગ લાગી છે. શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગથી 3 EV બસ બળીને ખાખ થઈ ગઇ છે.

  • 25 Jun 2024 08:46 AM (IST)

    અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસનું બંધનું એલાન

    રાજકોટઃ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યુ છે.  તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસે વેપારીઓને અપીલ કરી છે. રાજકોટ બંધના એલાન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે નિવેદન આપ્યુ કે, કાલે રાજકોટ સંપૂર્ણ પણે બંધ પાળીને ઘટનાનો વિરોધ નોંધાવે. આ રાજનીતિનો નહીં માનવતાનો સાથ આપવાનો સમય છે. અમારી ટીમો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરીએ. અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડીને બંધ પાળવા અપીલ કરીશું.

  • 25 Jun 2024 08:20 AM (IST)

    ગાંધીનગર: પહેલાં વરસાદે જ ખોલી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ

    ગાંધીનગર: પહેલાં વરસાદે જ  પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી છે. મેઘરાજાની એન્ટ્રી સાથે જ ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ગાંધીનગર મનપાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. પ્રથમ વરસાદે જ સેક્ટર-5માં પાણી ભરાયા છે. નિચાણવાળા અનેક વિસ્તારો પાણી-પાણી થયા છે.

  • 25 Jun 2024 07:31 AM (IST)

    અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ

    અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે.વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એસ.જી. હાઇવે, વૈષ્ણોદેવી, ન્યુ રાણીપ, ગોતા, જગતપુરમાં વરસાદ ખાબક્યો છે. મેઘાણીનગર, શાહીબાગ, નરોડા, કુબેરનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. નિકોલ, બાપુનગર, સીટીએમ, વાડજમાં પણ વરસાદ ખાબક્યો. વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મામૂલી વરસાદે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે.

  • 25 Jun 2024 07:29 AM (IST)

    વડોદરા: સાવલી તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ

    વડોદરા: સાવલી તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પવન, વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઇ છે. ટુંડાવ ગોઠડા, લસુંદ્રા, શેરપુરા, વસંતપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા સ્થાનિકોએ ગરમીના ઉકળાટથી રાહત અનુભવી છે. ભારે પવનના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સાવલીના અનેક ગામોમાં વીજળી ડૂલ થઇ છે.

Published On - Jun 25,2024 7:27 AM

Follow Us:
હિંમતનગર અને પ્રાંતિજ આસપાસ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો
હિંમતનગર અને પ્રાંતિજ આસપાસ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો
હરિદ્વારમાં આ યુવકે પોતાના શર્ટમાં છુપાવી 48 દારૂની બોટલ- Video
હરિદ્વારમાં આ યુવકે પોતાના શર્ટમાં છુપાવી 48 દારૂની બોટલ- Video
સાઉથની અભિનેત્રીએ તેની બીમારી વિશે કર્યો આ ચોંકાવનારો ખૂલાસો- Video
સાઉથની અભિનેત્રીએ તેની બીમારી વિશે કર્યો આ ચોંકાવનારો ખૂલાસો- Video
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
GCASના ધાંધિયા સામે ABVPએ ગુજરાતભરની યુનિ.માં કર્યા દેખાવો- જુઓ Video
GCASના ધાંધિયા સામે ABVPએ ગુજરાતભરની યુનિ.માં કર્યા દેખાવો- જુઓ Video
પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બની શકેની ચર્ચા-Video
પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બની શકેની ચર્ચા-Video
હિંમતનગરમાં 9 સ્થળો પર GSTના દરોડા, રહેણાંક સ્થળો પર કાર્યવાહી, જુઓ
હિંમતનગરમાં 9 સ્થળો પર GSTના દરોડા, રહેણાંક સ્થળો પર કાર્યવાહી, જુઓ
મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ
મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ
અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ
અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ
આગામી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસશે- VIDEO
આગામી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસશે- VIDEO
g clip-path="url(#clip0_868_265)">