ડાંગ : ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, નાના-મોટા ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો, જુઓ વીડિયો
ડાંગ : ડાંગ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે.
ડાંગ : ડાંગ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
નદીઓમાં નવા નીર ની આવક સાથે નાના-મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઇ માર્ગ નજીક શિવ ઘાટ સક્રિય થયો છે. અહીં ચોમાસામાં નજરે પડતો નજારો નયનરમ્ય હોય છે.
વઘઇ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો છે. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.
આ પણ વાંચો : Rain Update : ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video
Latest Videos
Latest News