IND vs AUS : BCCIએ અચાનક આ દિગ્ગજ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મૂક્યો, કારકિર્દી ખતરામાં !

ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને BCCI દ્વારા પહેલા ભારતની T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હવે આ ક્રિકેટરને ODI ટીમમાંથી પણ હટાવી દેવામાં આવ્યો છે. હવે આ ખેલાડીને T20 ક્રિકેટ રમવા માટે પણ યોગ્ય માનવામાં આવતો નથી.

IND vs AUS : BCCIએ અચાનક આ દિગ્ગજ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મૂક્યો, કારકિર્દી ખતરામાં !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 3:42 PM

ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને BCCI દ્વારા પહેલા ભારતની T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ખેલાડીને હવે ટી 20 ક્રિકેટ તો શું ક્રિકેટમાં રમવા લાયક પણ ગણવામાં આવ્યો નથી. ભારતીય ટીમ આ મેચ વિનરનું વનડે અને ટી 20 કરિયર હવે લગભગ પૂર્ણ થવાના આરે છે. પસંદગીકારોએ અચાનક જ આ દિગ્ગજ ક્રિકેટરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દીધો છે. હવે આ ખેલાડી માટે ભારતની T20 અને ODI ટીમમાં વાપસી કરવી અશક્ય લાગી રહી છે. ભારતીય ટીમમાં સ્થાન બનાવવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે.

બીસીસીઆઈએ અચાનક આ ખેલાડીને બહાર કર્યો

ભારતીય ટીમના આ ખેલાડીનું T20 અને ODI કરિયર હવે લગભગ પૂર્ણ થતું હોય તેવું લાગી રહ્યું છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયાનો જીવ હતો, પરંતુ હવે પસંદગીકારોએ તેને અચાનક ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો છે. પસંદગીકારોએ આ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે પણ ભારતીય વનડે ટીમમાં તક આપી ન હતી. આ પહેલા આ ખેલાડીને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં પણ રાખવામાં આવ્યો ન હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કરિયર ખતરામાં!

ટીમ ઈન્ડિયાના આ ધાકડ ક્રિકેટરની T20 અને ODI કરિયર હવે પૂર્ણ થઈ ગયું છે, કારણ કે આ ખેલાડીએ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનો વિશ્વાસ તોડી નાખ્યો છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની ટી-20 અને વનડે કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે આ ક્રિકેટર પાસે માત્ર નિવૃત્તિનો વિકલ્પ બચ્યો છે. ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI 21 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટી20 મેચ 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે!

મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મોહમ્મદ શમી, શિવમ માવી, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ જેવા ઘાતક ઝડપી બોલરોએ હવે ભારતની ODI અને T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સિવાય જસપ્રીત બુમરાહ પણ આવવાનો બાકી છે. આ તમામ ફાસ્ટ બોલરો આજકાલ પોતાના તોફાની પ્રદર્શનથી તબાહી મચાવી રહ્યા છે. આ બોલરોના કારણે હવે ભુવનેશ્વર કુમાર માટે ભારતની T20 અને ODI ટીમમાં વાપસી કરવી અશક્ય છે. તમને જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમાર મોટાભાગની મેચોમાં ટીમ ઈન્ડિયા માટે હારનું કારણ બની ગયો છે.

એટલા માટે હવે પસંદગીકારોએ પણ આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. જાન્યુઆરી 2023માં શ્રીલંકા સામે રમાયેલી ODI અને T20 સિરીઝમાં ભુવનેશ્વર કુમારને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જાન્યુઆરી 2023માં જ પસંદગીકારોએ ભુવનેશ્વર કુમારને ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક આપી ન હતી અને હવે પસંદગીકારોએ ભુવનેશ્વર કુમારને ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં તક આપી નથી.

ભુવનેશ્વર કુમાર ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2022 અને એશિયા કપ 2022માં ભારતની હારનો સૌથી મોટો વિલન સાબિત થયો હતો. આ દરમિયાન ભુવનેશ્વર કુમારે રનનો ઢગલો કરાવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">