AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં લોન્ચ થઈ Lucknow super giantsની નવી જર્સી, BCCI સચિવ જય શાહ રહ્યા હાજર

31 જાન્યુઆરીએ શરુ થનારી IPLની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નવા અવતારમાં જોવા મળશે. આજે અમદાવાદ સહિત ઉત્તરપ્રદેશના 8 શહેરોમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. 

અમદાવાદમાં લોન્ચ થઈ Lucknow super giantsની નવી જર્સી, BCCI સચિવ જય શાહ રહ્યા હાજર
Lucknow Super Giants New Jersey
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 5:30 PM
Share

વુમન્સ પ્રીમિયર લીગમાં હાલમાં મહિલા ક્રિકેટરો ધમાલ મચાવી રહી છે. wplના રોમાંચ વચ્ચે ક્રિકેટપ્રેમીઓ હાલમાં IPL 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. IPLની નવી સિઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. 31 જાન્યુઆરીએ શરુ થનારી IPLની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નવા અવતારમાં જોવા મળશે. આજે અમદાવાદ સહિત ઉત્તરપ્રદેશના 8 શહેરોમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી.

આજે મંગળવારે યોજાયેલી જર્સી લોન્ચ ઈવેન્ટમાં બીસીસીઆઈ સચિવ જય શાહ, ટીમના માલિક સંજીવ ગોએન્કા, ટીમ મેન્ટર ગૌતમ ગંભીર હાજર રહ્યાં હતા. કેપ્ટન કેએલ રાહુલ, રવિ બિશ્રોઈ, આવેશ ખાન, જયદેવ ઉનડકર અને દીપક હુડ્ડાએ રેમ્પ વોક પણ કર્યું હતું. અમદાવાદમાં આજે 12.30 કલાકે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની નવી જર્સી લોન્ચ કરવાની ઈવેન્ટ યોજાઈ હતી.

લખનઉ સુપર જાયન્ટ્સની નવી જર્સી પ્રખ્યાત ફેશન ડિઝાઈનર કુણાલ રાવલે ડિઝાઈન કરી છે. લખનઉ સુપર જાયન્ટ્સની નવી ખુબ જ આકર્ષક લાગી રહી છે. આ જર્સીમાં કલા, કારીગરી, શ્રેષ્ઠ ડિઝાઈન અને જીવંતતાનો સમાવેશ કરીને ખેલદિલી તેમજ એક્તાની મજબૂત ભાવનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જર્સી લખનઉ સુપર જાયન્ટ્સના યુવા અને આક્રમક ક્રિકેટરોના અજોડ જુસ્સા અને અવિરત ભાવનાનું પ્રતિનિધિત્વ કરશે. લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો લોગો પણ નવા અંદાજમાં જોવા મળ્યો હતો.

અમદાવાદમાં લોન્ચ થઈ નવી જર્સી

લખનઉ સુપર જાયન્ટ્સની ગત સિઝનમાં જર્સીનો રંગ સ્કાય બ્લુ હતો, પરંતુ આ વખતે જર્સી ડાર્ક નેવી બ્લુ અને રેડ શેડમાં છે. બીસીસીઆઈ સચિવ જય શાહ જર્સી લોન્ચ કરવા પહોંચ્યા હતા. આ સિવાય આ પ્રસંગે લખનૌ ટીમના માલિક સંજીવ ગોએન્કા, મેન્ટર ગૌતમ ગંભીર અને કેપ્ટન કેએલ રાહુલ પણ હાજર હતા.

નવી જર્સીના લોન્ચિંગ પ્રસંગે કેએલ રાહુલે પણ સ્ટ્રાઈક રેટ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કેએલ રાહુલે કહ્યું, સ્ટ્રાઈક રેટ પર થોડું વધારે ધ્યાન આપવામાં આવે છે. જો ટીમે 140 રનનો પીછો કરવો હોય તો 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની જરૂર નથી. ‘અબ હમારી બારી હૈ’ ના નારા સાથે આ વખતે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે.

ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, આઈપીએલમાં દરેક પીચ દરેક ટીમ માટે સરખી હોય છે. નબળા લોકો પીચ ખરાબ હોવા અંગેના સવાલ ઉઠાવતા હોય છે. તેમણે નવી જર્સીની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે ટીમની જર્સી દરેક યુવા ખેલાડી માટે એક પ્રેરણા છે, તેના સિવાય તેમને કોઈ મોટિવેશનની જરુર નથી.

g clip-path="url(#clip0_868_265)">