સૂર્યકુમાર યાદવે ચાલુ મેચમાં મેદાન પર માંગવી પડી માફી, 8 સેકન્ડનો વીડિયો થયો વાયરલ

સૂર્યકુમાર યાદવ બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. TNCA XI સામેની મેચની પ્રથમ ઈનિંગમાં સૂર્યાનું બેટ કામ નહોતું કર્યું, પરંતુ તે પછી તેણે બોલિંગમાં એવી ભૂલ કરી કે તેણે માફી માંગવી પડી. સૂર્યકુમાર યાદવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂર્યકુમાર યાદવે ચાલુ મેચમાં મેદાન પર માંગવી પડી માફી, 8 સેકન્ડનો વીડિયો થયો વાયરલ
Suryakumar Yadav
Follow Us:
| Updated on: Aug 29, 2024 | 10:00 PM

સૂર્યકુમાર યાદવ હાલ તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેની હાજરી છતાં મુંબઈની ટીમની સ્થિતિ તંગ બની ગઈ છે. TNCA XI સામેની મેચમાં મુંબઈની ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં સૂર્યનું બેટ પણ કામ નહોતું કર્યું. જો કે આ મેચમાં સૂર્યાએ મેદાન પર જ માફી માંગવી પડી હતી અને તેનું કારણ તેની બોલિંગ હતી. વાસ્તવમાં, TNCA XIની બીજી ઈનિંગ દરમિયાન, સૂર્યકુમાર યાદવ ઓવર નાખવા આવ્યો. તેણે માત્ર એક ઓવર નાખી અને એક બોલ એવી રીતે ફેંક્યો કે તેણે માફી માંગવી પડી.

સૂર્યકુમાર યાદવેમ માફી માંગી

સૂર્યકુમાર યાદવે તેના છ બોલમાંથી એક બોલ સીધો જ બેટ્સમેનની છાતી પર ફેંક્યો, જેમાં ચોગ્ગો લાગ્યો. આ પછી સૂર્યકુમાર યાદવે તેની ખરાબ બોલિંગ માટે માફી માંગી હતી. બીજી ઓવર સુધી સૂર્યકુમાર યાદવ આવ્યો ન હતો. જોકે સૂર્યકુમાર યાદવ એટલો ખરાબ બોલર નથી. હાલમાં જ સૂર્યકુમારે શ્રીલંકા સામેની T20 મેચમાં 2 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી.

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

મુંબઈની હાલત ખરાબ

બુચી બાબુ ટૂર્નામેન્ટમાં TNCA XI સામે મુંબઈની હાલત ખરાબ છે. પ્રથમ બેટિંગ કરતા TNCA XIએ 379 રન બનાવ્યા અને જવાબમાં મુંબઈની ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈના મોટા બેટ્સમેન રમ્યા નહોતા. સૂર્યકુમાર યાદવ 30 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર માત્ર બે રન બનાવી શક્યો હતો. મુશીર ખાન 16 રન બનાવીને આઉટ થયો હતો અને સરફરાઝ ખાન 6 રન બનાવીને આઉટ થયો હતો.

મુંબઈને 510 રનનો ટાર્ગેટ

આ પછી TNCA XIએ બીજી ઈનિંગમાં 286 રન બનાવ્યા હતા. મુંબઈને હવે 510 રનનો ટાર્ગેટ મળ્યો છે. જવાબમાં આ ટીમે બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવી લીધા છે. હવે સૌનું ધ્યાન સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર પર રહેશે, જેઓ બંને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો સિલસિલો યથાવત, વધુ એક ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">