T20 World Cup 2022: વિશ્વ કપ શરુ થાય એ પહેલા જ આ ક્રિકેટ ટીમને લાગ્યો મોટો ઝટકો, કોચે છોડ્યો સાથ

17 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં પોતાની પ્રથમ મેચ રમનાર ઝિમ્બાબ્વેને તેના બેટિંગ કોચ લાન્સ ક્લુઝનર (Lance Klusener) ની સેવાઓ વિના ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરવો પડશે.

T20 World Cup 2022: વિશ્વ કપ શરુ થાય એ પહેલા જ આ ક્રિકેટ ટીમને લાગ્યો મોટો ઝટકો, કોચે છોડ્યો સાથ
Lance Klusener એ બેટીંગ કોચનુ પદ છોડી દીધું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 9:55 PM

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) નો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જેમાં 8 ટીમો ટકરાશે અને ત્યારબાદ તેમાંથી 4 સુપર-12 રાઉન્ડમાં પહોંચશે, જ્યાં 8 ટીમો પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં હવે વધુ સમય બચ્યો નથી અને આવી સ્થિતિમાં દરેક ટીમ પોતાની તૈયારીઓને સુધારવામાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા (Team India) પણ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. બીજી તરફ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરવાના 10 દિવસ પહેલા એક ટીમને આંચકો લાગ્યો છે અને તેના એક કોચે ટીમ છોડી દીધી છે.

ઝિમ્બાબ્વેના બેટિંગ કોચે ટીમનો સાથ છોડી દીધો

વાત કરીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમની, જે 2016 પછી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. ઝિમ્બાબ્વે ગયા વર્ષે UAEમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પહોંચી શક્યું ન હતું. આવી સ્થિતિમાં આ વખતે આ ટીમ જૂનું કાર્ય પૂર્ણ કરવા માંગે છે. જોકે ઝિમ્બાબ્વેને ઓસ્ટ્રેલિયા પહોંચતા પહેલા જ આંચકો લાગ્યો છે અને તેમના બેટિંગ કોચ લાન્સ ક્લુઝનરે ટીમનો સાથ આપવાને બદલે રાજીનામું આપીને તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે.

આ કારણે છોડી દીધું કોચનુ પદ

ઝિમ્બાબ્વેએ તેની પ્રથમ મેચ 17 ઓક્ટોબરે પ્રિલિમિનરી રાઉન્ડમાં રમવાની છે અને તેના માત્ર 10 દિવસ પહેલા બોર્ડે ક્લુઝનરના અલગ થવાની માહિતી આપી હતી. ઝિમ્બાબ્વે ક્રિકેટ, શુક્રવારે 7 ઓક્ટોબરના રોજ એક નિવેદનમાં, ક્લુઝરના વર્લ્ડ કપની આટલી નજીક ટીમમાંથી વિદાય લેવાનું કારણ સમજાવતા કહ્યું કે તે તેની અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે ટીમ સાથે પૂર્ણ-સમયના કોચ તરીકે રહી શકશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 01-01-2025
સિડની કે મેલબોર્ન, ટીમ ઈન્ડિયા ક્યાં ઉજવશે નવું વર્ષ?
TMKOC 2025 Predictions : પોપટલાલની આ ભવિષ્યવાણીએ હચમચાવી નાખ્યું ગોકુલધામનું ભવિષ્ય, જુઓ Video
મીઠા લીમડાના પાનના પાણીથી વાળ ધોવાના ફાયદા
મેગા સીટી અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલું છે આ સુંદર સ્થળ જુઓ ફોટો
વર્ષ 2024માં 1 કે 2 નહીં, 54 ક્રિકેટરોના થયા મોત

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લાન્સ ક્લુઝનર ઝિમ્બાબ્વે ક્રિકેટના બેટિંગ કોચ તરીકે તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યા છે અને તેના પર પરસ્પર સહમતિ બની છે. તેમના એજન્ટના કહેવા પ્રમાણે, ક્લુઝનરની વિશ્વભરમાં વ્યાવસાયિક જવાબદારીઓ નિભાવવાની ઈચ્છાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે તેની રાષ્ટ્રીય ટીમ સાથેની જવાબદારીઓ પર અસર પડશે.

બીજી વખત કોચ બન્યા હતા

1990 ના દાયકાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્લુઝનરે આ વર્ષે માર્ચમાં બીજી વખત ઝિમ્બાબ્વેના બેટિંગ કોચનું પદ સંભાળ્યું હતું. આ દરમિયાન ઝિમ્બાબ્વેએ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. તે અગાઉ 2016 થી 2018 સુધી ઝિમ્બાબ્વેના બેટિંગ કોચ હતા. જ્યારે તે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાન ના કોચ હતા.

g clip-path="url(#clip0_868_265)">