જીવીત વ્યક્તિએ જ રચ્યું તેના મોતનું નાટક ! બનાસકાંઠામાં કારમાં વ્યક્તિ સળગી જવા મામલે મોટો ખુલાસો, જુઓ-Video
બનાસકાઠાના ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂત નામના વ્યક્તિ એ જીવિત હોવા છત્તા પોતાના મોતનું નાટક રચ્યું હતુ. વડગામના ધનપુરા નજીક કારમાં મરી ગયેલા વ્યક્તિનો મૃતદેહ સળગાવી પોતે મરી ગયા હોવાની વાત ફેલાવી, અને તેના પર વીમાનો ક્લેમ મંજૂર કરવા સમગ્ર કાવતરુ રચ્યું હતુ.
બનાસકાંઠાના ધાણધા રોડ પર કારમાં વ્યક્તિ સળગી જવા મામલે મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ હોટલ માલિક ભગવાન રાજપૂતે વિમાના કલેમને મંજૂર કરાવવા સમગ્ર કારસ્તાન રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભગવાન રાજપૂતે 26 લાખ રૂપિયાનો વિમાનો ક્લેમ મંજૂર કરાવવા માટે આ સમગ્ર કાવતરૂં રચ્યું હતુ.
વિમાનો ક્લેમ મંજૂર કરાવવા મોતનું નાટક રચ્યું
તમને જણાવી દઈએ કે બનાસકાઠાના ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂત નામના વ્યક્તિ એ જીવિત હોવા છત્તા પોતાના મોતનું નાટક રચ્યું હતુ. વડગામ ના ધનપુરા નજીક કારમાં મરી ગયેલા વ્યક્તિનો મૃતદેહ સળગાવી પોતે મરી ગયા હોવાની વાત ફેલાવી, અને તેના પર વીમાનો ક્લેમ મંજૂર કરવા સમગ્ર કાવતરુ રચ્યું હતુ.
પોસ્ટમોટમ રિપોર્ટથી થયો મોટો ખુલાસો
મળતી માહિતી મુજબ ઢેલાણા ના સ્મશાનમાંથી દાટેલો મૃતદેહ બહાર કાઢી અને કારમાં મૂકી અને સળગાવી દીધુ હતુ. ભગવાન રાજપૂતે ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ નામના મૃતકનો મૃતદેહ બહાર કાઢી કારમાં સળગાવ્યો હતો. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ સમગ્ર મામલે સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ પોસ્ટમોટમ રિપોર્ટમાં ભગવાન સિંહનો મૃતદેહ નહિ હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે કોલ ડિટેલ ને આધારે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં પૈસા માટે આખું તરકટ રચાયું હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલા બાદ ભગવાન સિંહ રાજપુત ફરાર છે હવે તે ક્યાં છે પોલીસ માટે પ્રશ્ન બન્યો છે.