Mahisagar : ખેડૂતોને પડ્યા પર પાટુ ! કાકચિયાં પાસે આવેલી કેનાલ ઓવર ફ્લો થતા ખેતરમાં ફરી વળ્યું પાણી, જુઓ Video
મહીસાગરના લુણાવાડામાં કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું હોવાની ઘટના બની છે. કાકચિયાં પાસે આવેલી કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. સાફ સફાઈના અભાવે ઓવરફ્લો કેનાલ થાય છે. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

કેનાલ પર ગેરકાયદેસર બાંધકામને કારણે પાણીના ફ્લોમાં અવરોધ આવતો હોવાના કારણે કેનાલ ઓવરફ્લો થઈ છે. કાકચિયાંમાં 100 એકર જેટલા વિસ્તારમાં પાકનું નુકસાન થયું છે. કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયુ છે. જેના પગલે પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
મહીસાગરની સુજલામ-સુફલામ કેનાલમાં થયુ હતુ ભંગાણ
બીજી તરફ આ અગાઉ મહીસાગરના ખાનપુરમાં સુજલામ-સુફલામ કેનાલમાં ભંગાણ થયું હતુ. બામરોડા ગામ નજીક કેનાલમાં 3થી 4 જગ્યાએ લિકેજ થયુ હતુ. કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણીમાં તરબોડ થયા હતા.ઘઉં, ચણા અને મકાઈના પાક ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે અધિકારીઓની ટીમ સ્થળે પહોંચી સમારકામ હાથ ધર્યું હતું.