Bullet Train Station Video : સુરત સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર, જાણો ક્યારે દોડશે બુલેટ ટ્રેન
હવે ગુજરાતીઓ અમદાવાદમાં નાસ્તો અને મુંબઈમાં લંચ કરી શકશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ દરમ્યાન સુરત બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે.
Mumbai Ahmedabad High Speed Rail Corridor : 13 નદીઓ અને ઘણા રાજ્ય ધોરીમાર્ગો પર મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન માટે પુલ બનાવવામાં આવી રહ્યા છે. આમાં, 7 સ્ટીલ અને પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ દ્વારા ઘણી રેલવે લાઇનને ક્રોસ કરવામાં આવશે. સુરતમાં બનાવવામાં આવનાર બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, જેની એક ઝલક પણ સામે આવી છે. તાજેતરમાં, ભારતીય રેલવે દ્વારા વર્ષના અંતની સમીક્ષામાં બુલેટ ટ્રેનના કામની વિગતો શેર કરવામાં આવી છે.
ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તેની માહિતી શેર કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ હેઠળ 243 કિલોમીટરથી વધુ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. 352 કિમી પિયરનું કામ અને 362 કિમી પિયર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં ટ્રેક બનાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
આણંદ, વડોદરા, સુરત અને નવસારીમાં આરસી ટ્રેક બેડનું કામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 71 કિમી આરસી ટ્રેકનું કામ પૂર્ણ થયું છે. આ દરમ્યાન સુરતનો એક વીડિયો સમે આવ્યો છે. જેમાં બુલેટ ટ્રેન સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર થયા છે.