AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શમીની રફ્તાર સામે આખી ટીમ નતમસ્ત! ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો અને હૈદરાબાદને ઘૂંટણિયે પાડ્યું

હૈદરાબાદમાં રમાયેલી આઈપીએલની મેચમાં શમીએ પોતાની શાનદાર બોલિંગથી સૌનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં અત્યંત ચોકસાઈથી બોલિંગ કરીને તેણે વિરોધી ટીમના બે મુખ્ય બેટ્સમેનોને જલ્દી પેવેલિયન ભેગા કરી દીધા. આ પ્રદર્શનની સાથે જ તેણે દિગ્ગજ બોલર ઝહીર ખાનનો એક ખાસ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Breaking News: શમીની રફ્તાર સામે આખી ટીમ નતમસ્ત! ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો અને હૈદરાબાદને ઘૂંટણિયે પાડ્યું
Image Credit source: Cricinfo
| Updated on: Apr 05, 2026 | 5:17 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનનો 10મો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને તેમના બોલરોએ સંપૂર્ણ રીતે સાચો સાબિત કર્યો.

આમાં મોહમ્મદ શમીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના બે સૌથી ખતરનાક બેટ્સમેન અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે જ શમીએ ઝહીર ખાનને પણ પાછળ છોડી દીધો છે.

પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે શમી સાતમા નંબરે પહોંચ્યા

મોહમ્મદ શમીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પ્રથમ ઓવરના છેલ્લા બોલે અભિષેક શર્માના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ શમીએ પોતાની બીજી ઓવરના પહેલા જ બોલે ટ્રેવિસ હેડની વિકેટ લીધી હતી. આ સાથે હવે IPL ઇતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ‘મોહમ્મદ શમી’ ઝહીર ખાનને પાછળ છોડીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટોચ પર છે, જેણે IPL ઇતિહાસમાં પાવરપ્લે દરમિયાન અત્યાર સુધીમાં કુલ 79 વિકેટ ઝડપી છે.

IPLમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો:

  1. ભુવનેશ્વર કુમાર – 79 વિકેટ
  2. ટ્રેન્ટ બોલ્ટ – 72 વિકેટ
  3. દીપક ચાહર – 67 વિકેટ
  4. સંદીપ શર્મા – 62 વિકેટ
  5. ઉમેશ યાદવ – 58 વિકેટ
  6. ઈશાંત શર્મા – 57 વિકેટ
  7. મોહમ્મદ શમી – 54 વિકેટ
  8. ઝહીર ખાન – 52 વિકેટ

શમીએ 4 ઓવરમાં આપ્યા માત્ર 9 રન

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મોહમ્મદ શમીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં વિરોધી ટીમના આક્રમક બેટ્સમેનો પણ તેની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મોહમ્મદ શમીએ પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 9 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: એક જ પરિવારની બે પેઢીઓને આઉટ કરી રચ્યો ‘નવો ઇતિહાસ’, 21 વર્ષના ગાળામાં પિતા-પુત્ર બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

Follow Us
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
g clip-path="url(#clip0_868_265)">