Breaking News : Harmanpreet Kaurએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું
હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur)ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. BCCI સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં હરમનપ્રીત કૌરેની કેપ્ટનશીપ હેઠળ મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

Harmanpreet Kaur step down as captain: હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી છે. હરમનપ્રીત કૌરે ઇન્સ્ટાગ્રામ દ્વારા કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે લખ્યું કે તે ત્રણેય ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી રહી છે.
રિવ્યુ મીટિંગ બાદ તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી
હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય બીસીસીઆઈની સાથે થયેલી રિવ્યુ મીટિંગ બાદ લીધો છે. ગુવાહાટીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રિવ્યુ મીટિંગથઈ હતી. જેની અધ્યક્ષતા બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ કરી હતી. આ મીટિંગમાં ભારતીય મહિલા ટીમ તરફથી હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને કોચ અમોલ મજુમદાર હાજર રહ્યા હતા.
View this post on Instagram
કેપ્ટનશીપ છોડવી એ સરળ નિર્ણય નહોતો : હરમનપ્રીત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડતી વખતે હરમનપ્રીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આ તેમના માટે સરળ નિર્ણય નહોતો. આ એક એવો નિર્ણય છે જે પોતાની સાથે ઘણી યાદો, લાગણીઓ અને બલિદાન લાવે છે.
મુશ્કેલ નિર્ણયો લીધા
હરમનપ્રીત કૌરે કહ્યું કે, તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે પોતાનું સર્વસ્વ આપ્યું છે. તેના માટે, ટીમ હંમેશા તેની પ્રાથમિકતા રહી છે. કેપ્ટન તરીકે, તેમણે ટીમને સુધારવા માટે કેટલાક મુશ્કેલ નિર્ણયો લીધા છે.તેની પોસ્ટના અંતે, તેમણે લખ્યું કે, તે કેપ્ટન પદ છોડી રહી છે કારણ કે તેને લાગે છે કે ટીમ વધુ સારી સ્થિતિમાં છે. તેમણે કેપ્ટન તરીકેની પોતાની ફરજો પૂર્ણ કરી છે અને હવે પાનું ફેરવવાનો સમય આવી ગયો છે. તેમણે લખ્યું કે, ભલે તેણીએ કેપ્ટનશીપ છોડી દીધી હોય, ભારતીય ક્રિકેટ ટીમ માટેનો તેનો પ્રેમ ચાલુ રહેશે.
તેમણે દરેક ટીમના સાથી, કોચ, સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ, બીસીસીઆઈ, પરિવારના સભ્યો અને દરેક ચાહકનો આભાર માન્યો જે મુશ્કેલીમાં તેમની સાથે ઉભા રહ્યા. આ સફર ચાલુ રહે છે. હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અનેક ખિતાબ જીતાડ્યા છે. હાલમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું ,જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો
