મિતાલી રાજ સાથે સાત ફેરા લેશે શિખર ધવન? જાણો શું છે સમગ્ર મામલો
શું શિખર ધવન ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે લગ્ન કરશે? મિતાલી રાજ મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટસની મેન્ટર છે. ધવન આઈપીએલમાં પંજાબ કિંગ્સનો ભાગ છે. બંન્નેના લગ્નની અફવા શું છે જાણો

પંજાબ કિંગ્સનું આઈપીએલ 2024નું ટાઈટલ જીતવાનું સપનું અધરુ રહી ગયું છે. ત્યારે ટીમના ખેલાડી શિખર ધવન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે શિખર ધવન ક્રિકેટ નહિ પરંતુ એક શોને લઈ ચર્ચામાં છે. તેમણે આ વાતને લઈને પણ ખુલાસો કર્યો છે.38 વર્ષીય બેટ્સમેને આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, એક વખત મિતાલી રાજ સાથે તેના લગ્નની અફવાઓ ઉડી હતી. મિતાલી રાજ ભારતીય મહિલા દિગ્ગજ ક્રિકેટરોમાંથી એક છે. તે હાલમાં મહિલા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
મિતાલીએ છેલ્લી વખત ક્રાઈસ્ટચર્ચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2022 વર્લ્ડકપ મેચમાં ભારતની જર્સી પહેરી હતી.
શિખર ધવને કર્યો ખુલાસો
હાલમાં મિતાલી રાજ મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટસની મેન્ટર છે. બીજી બાજુ ધવન આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ માટે રમે છે. જિયો સિનેમાના એક શો ધવન કરેગેમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન શિખર ધવને મિતાલી રાજ સાથે તેની અફવાઓ વિશે ખુલાસો કર્યો છે. ધવને કહ્યું મે સાંભળ્યું હતુ કે, મારા લગ્ન મિતાલી રાજ સાથે થવાના છે. આ વાત પર બંન્ને હસવા લાગે છે. મિતાલી રાજ ધવનના શોમાં મહેમાન બની આવી હતી. આ દરમિયાન શિખરે મિતાલી સાથે ક્રિકેટ અને પોતાની લાઈફને લઈ અનેક સવાલો કર્યા હતા.
શું ભારતીય ટીમમાં સ્થાન બનાવશે શિખર ધવન
તમને જણાવી દઈએ કે ધવન હાલમાં ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ હવે આશા ઓછી છે કે તે બ્લુ ટીમમાં પુનરાગમન કરી શકશે. કારણ કે તેની હાલની ઉંમર 38 વર્ષ છે અને પસંદગીકારોએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. તેનો ઇરાદો યુવા ખેલાડીઓને સમયસર તૈયાર કરવાનો છે.
પંતના કર્યા વખાણ
શો દરમિયાન ધવને દિલ્હી કેપિટલ્સના યુવા કેપ્ટન રિષભ પંતની પણ પ્રશંસા કરી હતી. પંત હાલમાં જ ઈજા બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. આ સમયગાળા દરમિયાન તેનું પ્રદર્શન પણ પ્રશંસનીય રહ્યું હતું. તેને જોતા તેને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : IPL 2024 Prize Money : ચેમ્પિયન બનનારી ટીમને કરોડો રુપિયા, હારનાર ટીમ પણ થશે માલામાલ
