AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Prize Money : ચેમ્પિયન બનનારી ટીમને કરોડો રુપિયા, હારનાર ટીમ પણ થશે માલામાલ

આ સીઝન આઈપીએલની શાનદાર રહી છે. તમામ ટીમોએ શાનદાર રમત દેખાડી કેકેઆર અને હૈદરાબાદની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તો ચાલો જાણી લઈ એ કે, ચેમ્પિયન બનનારી ટીમને કેટલી પ્રાઈઝમની મળશે.

IPL 2024 Prize Money : ચેમ્પિયન બનનારી ટીમને કરોડો રુપિયા, હારનાર ટીમ પણ થશે માલામાલ
| Updated on: May 26, 2024 | 4:27 PM
Share

આઈપીએલ 2024ની ફાઈનલમાં કેકેઆર અને હૈદરાબાદની ટીમ વચ્ચે રમાશે.જે પણ ટીમ જીતશે તેમને ટ્રોફી સાથે પ્રાઈઝ મનીમાં મોટી રકમ મળશે, તેમજ હારનારી ટીમ પણ માલામાલ થશે. તમને જણાવી દઈએ કે, કેકેઆર અને હૈદરાબાદ વચ્ચેની મેચ ચેન્નાઈમાં રમાશે. હૈદરાબાદે એક ખિતાબ જીત્યો છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ 2 વખત ખિતાબ જીતી ચુકી છે. હવે આજની મેચમાં કઈ ટીમ જીત મેળવે છે તે તો આજે સાંજે ખબર પડશે. તો આ પહેલા આપણે જાણી લઈએ કે, આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને કેટલી રકમ મળશે.

વિજેતા ટીમને મળશે 20 કરોડ રૂપિયા

બીસીસીઆઈએ 17મી સીઝન માટે 46.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે ફાળવ્યા છે. વિજેતાટીને 20 કરોડ રૂપિયા અને ઉપવિજેતાને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને અનુક્રમે રૂ. 7 કરોડ અને રૂ. 6.5 કરોડ મળશે.14 મેચમાં 741 રનની સાથે વિરાટ કોહલી ઓરેન્જ કેપમાં આગળ છે. તેમને 15 લાખ રુપિયા મળી શકે છે. તો પંજાબ કિંગ્સના હર્ષલ પટેલે 24 વિકેટ લીધી છે, હર્ષલ પટેલને 15 લાખ રુપિયા મળશે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરને 20 લાખ રૂપિયા જ્યારે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરને 12 લાખ રૂપિયા આપવામાં આવશે.

કોણ જીતશે આઈપીએલ 2024ની ટ્રોફી જીતશે

આઈપીએલ 2024 સીઝન ખુબ જ રસપ્રદ રહી છે. તમામ ટીમોએ શાનદાર રમત દેખાડી છે અને અંતે કેકેઆર અને હૈદરાબાદની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ બંન્ને ટીમમાંથી એક એક ટીમ આઈપીએલ 2024ની ટ્રોફી જીતશે.IPL 2024માં ગૌતમ ગંભીર KKR સાથે મેન્ટર તરીકે જોડાયો અને ટ્રેનિંગ સેશનના પહેલા દિવસથી જ તેનું લક્ષ્ય નક્કી હતું. KKRને IPL ફાઈનલમાં પહોંચાડવું. આજે તે આ મુકામ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ SRHનો પેટ કમિન્સ છે, જે દરેક ટ્રોફી પર પોતાનું નામ લખવા તૈયાર છે.કોલકાતાની ટીમની આ ચોથી ફાઇનલ છે, જ્યારે સનરાઇઝર્સની આ ત્રીજી ફાઇનલ છે.

આ પણ વાંચો : IPL 2024 Final : જો ફાઈનલ મેચમાં વરસાદ આવ્યો તો હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ચેમ્પિયન કોણ બનશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">