શેન વોર્નની 90ની ટેસ્ટથી આધુનિક IPL સુધીની સફર તેમને સદીઓ સુધી જીવંત રાખશે

શેન વોર્નની 90ની ટેસ્ટથી આધુનિક IPL સુધીની સફર તેમને સદીઓ સુધી જીવંત રાખશે
Shane Warne (File Photo)

Shane Warne નું ટેસ્ટ ડેબ્યુ ભારત સામે થયું હતું અને તેનો પહેલો શિકાર રવિ શાસ્ત્રી બન્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 05, 2022 | 12:12 AM

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં 1969માં જન્મેલા શેન વોર્ને શુક્રવારે 4 માર્ચે દુનિયાને અલવિદા કહી દીધું. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ-સ્પિનર ​​શેન વોર્ન એક એવું નામ હતું જે ક્રિકેટને પ્રેમ કરનાર ભાગ્યે જ કોઈએ સાંભળ્યું ન હોય. રેકોર્ડ્સથી લઈને વિવાદો સુધી, શેન વોર્ન ઘણી વખત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, પણ તેની પ્રતિષ્ઠાને ક્યારેય કઇ અસર પહોંચી નથી. શેન વોર્ને વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. ક્રિકેટ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલરોમાંના એક તરીકે ઓળખાતા, વોર્નને 1994માં વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યર તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા.

શેન વોર્ને 1992 માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને તે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુરલીધરન બાદ આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. વોર્નની 708 ટેસ્ટ વિકેટ એ ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટનો રેકોર્ડ હતો, જેને મુરલીધરને 3 ડિસેમ્બર 2007ના રોજ તોડ્યો હતો. શેન વોર્ન એકમાત્ર એવો ખેલાડી છે જેણે ક્રિકેટ કારકિર્દીમાં એક પણ સદી ફટકાર્યા વગર 3,000 થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે તેનું ટેસ્ટ ડેબ્યૂ ભારત સામે થયું હતું અને તેનો પહેલો શિકાર રવિ શાસ્ત્રી બન્યો હતો. ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 5-0 એશિઝ સીરિઝ જીત્યા બાદ જાન્યુઆરી 2007માં શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. શેન વોર્નની કારકિર્દીમાં એક એવો તબક્કો પણ આવ્યો હતો જ્યારે પ્રતિબંધિત પદાર્થો લેવા બદલ 2003માં તેને ક્રિકેટમાંથી બેન કરવામાં આવ્યો. પરંતુ તે 2004માં ફરી ક્રિકેટની દુનિયામાં પાછો ફર્યો અને 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો.

IPL માં રાજસ્થાનની ટીમને ઘણો સાથ આપ્યો

તેણે રાજસ્થાન રોયલ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી ચાર સિઝન (2008-2011) માં રમ્યો હતો. જ્યા તેણે સુકાની અને કોચ એમ બંનેની ભુમિકા નિભાવી હતી. તેણે 2008 ની સિઝનમાં ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે પોતાની ટીમને જીત અપાવી. ફેબ્રુઆરી 2018 માં રાજસ્થાન રૉયલ્સે આઈપીએલ 2018 માટે વોર્ને પોતાની ટીમ માટે મેન્ટર તરીકે નિયુક્ત કર્યો હતો.

2013 માં શેન વોર્નને ICC ક્રિકેટ હૉલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો હતો. 2012 માં તેનો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Shane Warne passed Away: શેન વોર્નની છબી ‘બેડ બોય’ જેવી હતી, પણ ભારત સાથેનો તેનો સબંધ અલગ હતો

આ પણ વાંચો : Shane Warne Death: ખૂબ રડ્યો અને આખી ટીમની માફી માંગી, તે શેન વોર્નના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati