Shane Warne passed Away: શેન વોર્નની છબી ‘બેડ બોય’ જેવી હતી, પણ ભારત સાથેનો તેનો સબંધ અલગ હતો

Shane Warne passed Away: શેન વોર્નની છબી 'બેડ બોય' જેવી હતી, પણ ભારત સાથેનો તેનો સબંધ અલગ હતો
Shane Warne (File Photo)

શેન વોર્નની ક્રિકેટ કારકિર્દી દરમ્યાન મુળ મંત્ર એક જ રહ્યો. મેદાન અને મેદાનની બહારની બે અલગ વ્યક્તિત્વ જોવા મળ્યું છે. ક્રિકેટમાં હંમેશા શેન વોર્નને ક્રિકેટર તરીકે જોવામાં આવ્યો હતો અને સમગ્ર વિશ્વએ તેને રંગીલા વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપ્યું.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 04, 2022 | 11:21 PM

શેન વોર્ન (Shane Warne) જ્યારે આ નામ સામે આવે છે તો ક્રિકેટની એક દુર્લભ તસવીર તમારી સામે ઉભરી રહી છે. એક એવી વ્યક્તિ કે જેણે ક્રિકેટની દુનિયા પર રાજાની જેમ રાજ કર્યું. ખેલાડીઓના ખેલાડી. વોર્ન વિશ્વમાં ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ લેગ-સ્પિનર ​​અથવા તો સૌથી સફળ સ્પિનર ​​તરીકે ઓળખાશે. ભલે મુરલીધરને (Muttiah Muralitharan) તેમના કરતા વધુ વિકેટો લીધી હોય, પરંતુ પ્રભુત્વ અને પ્રેરણાના સંદર્ભમાં કોઈ તેનાથી આગળ નથી.

વોર્નને લોકો સ્પિનનો રાજા પણ કહે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ક્રિકેટ વિશે તેની સમજ ખૂબ જ ઊંડી હતી અને તે આ રમત સાથે જુનુનની હદ સુધી જોડાયેલો હતો. તેમ છતાં, તેને ક્યારેય ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો. કહેવાય છે કે મેદાનની બહાર સમાચારમાં રહેવું તેનું સૌથી મોટું કારણ હતું. શેન વોર્નને ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ ન મળવાનો ઘણો અફસોસ હતો પરંતુ તેણે ક્યારેય તેની અસર રમત પર પડવા દીધી ન હતી.

ક્રિકેટને ખરેખર ઇંગ્લિશ કાઉન્ટી હેમ્પશાયરનો આભાર માનવો જોઈએ જેણે તેને આ સન્માન માટે લાયક ગણાવ્યું. આ સમય દરમિયાન વોર્નની કેવિન પીટરસન સાથે મિત્રતા થઈ અને તે તેની રમતથી એટલો પ્રભાવિત થયો કે તેણે 2005 ની એશિઝ શ્રેણીમાં પીટરસનને ટીમમાં સામેલ કરવા માટે ઈંગ્લેન્ડના પસંદગીકારો પર દબાણ કર્યું હતું. આ એક વિચિત્ર સંયોગ કહેવાશે કે તે શ્રેણીનો સૌથી સફળ બોલર વોર્ન બન્યો હતો. પરંતુ પીટરસનની શાનદાર બેટિંગને કારણે કાંગારૂ તે શ્રેણી જીતી શક્યા ન હતા.

વોર્નનો ભારત સાથેનો સંબંધ પણ ઘણો રસપ્રદ હતો. 90ના દાયકામાં સચિન તેંડુલકર સાથેની તેની ટક્કર ક્રિકેટ ઇતિહાસની શ્રેષ્ઠ યાદોમાંની એક બની રહેશે. નિવૃત્તિ લીધા બાદ લલિત મોદીએ તેને આઈપીએલમાં રમવા માટે મનાવવામાં સફળ રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપમાં વોર્નને ફરી એક વાર તેની વધુ એક કુશળતા અને ક્રિકેટની સમજને સમગ્ર વિશ્વની સામે બતાવવાની તક આપી. સાધારણ શરૂઆત બાદ પણ તેની ટીમે ચાહકોને નિરાશ કર્યા નહી. દુનિયાની નજરમાં ભલે તે મોટા સુપરસ્ટાર હોય, પરંતુ રાજસ્થાન રોયલ્સની સફળતાએ બતાવ્યું કે ટીમથી મોટું કોઈ નથી.

વોર્ન એક જૂની સ્કુલના કોચ અથવા માર્ગદર્શક કહો, જેણે કોમ્પ્યુટરને બદલે પ્રતિભા અને મીટિંગને બદલે પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,. IPLમાં રોયલ્સની સફળતા તેની કારકિર્દીની ખૂબ જ યાદગાર ક્ષણ ગણવામાં આવે છે. શેન વોર્ન એ સાબિત કરવામાં પણ સફળ રહ્યો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઓસ્ટ્રેલિયાએ વધુ સારા કેપ્ટનને તેની ક્ષમતા બતાવવાની તક આપી નહી.

વોર્નને ન મળેલી તકનો તેને કદાચ અફસોસ થયો હશે, પરંતુ તેમાં ક્યારેય કડવાશ જોવા મળી ન હતી. વોર્નની આગેવાની એ ઘણા ટીકાકારોનો જવાબ હતો જેઓ માનતા હતા કે મેદાનની બહારની ઘટનાઓ તેને યુવા ખેલાડીઓની આગેવાનીમાં તકલીફ પહોંચાડશે.

આ પણ વાંચો : Shane Warne Passes Away: શેન વોર્ને બોલિંગમાં બનાવ્યા કમાલના રેકોર્ડ, જે હંમેશા યાદ રહેશે

આ પણ વાંચો : Shane Warne Passes Away: શેન વોર્નનો ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’, તે ગજબના બોલે ઉડાવી હતી ગીલ્લી, જુઓ Video

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati