વર્લ્ડ કપ 2023માં હાર થતા બાંગ્લાદેશી ક્રિકેટર્સ સાથે થયો ખરાબ વ્યવહાર, કપડા ખેંચીને જમીન પર પાડવામાં આવ્યા
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે બહાર થઈ હતી. જેના કારણે બાંગ્લાદેશી ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શાકિબ અલ હસન સાથે ધક્કામુક્કી થઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશી કેપ્ટન જમીન પર પણ પડે છે.
વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન કરવાને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસનને તેના ઘરમાં જ ધોઈ નાખવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ફેન્સ તેના કપડા ખેંચતા જોવા મળે છે. ફેન્સ તેની સાથે ધક્કા-મુક્કી કરતા પણ જોવા મળે છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કરવાને કારણે શાકિબ સાથે આવુ વર્તન કરવામાં આવ્યુ.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફેન્સ શાકિબ અલ હસનના ફેન્સ તેને ગાળ આપતા જોવા મળે છે અને કેટલાક તેની સાથે મારમારી કરવાનો પણ પ્રયાસ કરે છે. કેટલાક ફેન્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો ગયા વર્ષનો છે. આ વીડિયોમાં શાકિબ અલ હસન એક ઘડિયાળના શો રુમમાં ઉદ્દઘાટન માટે આવ્યો હતો અને ઓટોગ્રાફ-ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Bangladeshi fans were angry with Shakib Al Hasan, and they tried to confront him upon his return to Bangladesh after a poor World Cup campaign. #WorldCup pic.twitter.com/BJ9Hg9f0iZ
— Vipin Tiwari (@Vipintiwari952_) November 21, 2023
આ વીડિયો ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યું પણ ખેલાડીઓ સાથે આવો વ્યવહાર કયારેય નહીં થવો જોઈએ. પણ બાંગ્લાદેશના ફેન્સનું નિરાશ થવુ સ્વભાવિક છે શાકિબની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. બાંગ્લાદેશની ટીમ 9માંથી માત્ર 2 મેચ જીતી શકી હતી. બાંગ્લાદેશની ટીમ નેધરલેન્ડ સામે પણ મેચ જીતી શકી ના હતી.
બાંગ્લાદેશમાં કેપ્ટન શાકિબ અલ હસન બેટિંગમાં પણ ફ્લોપ સાબિત થયો હતો. તેણે 7 મેચમાં માત્ર 26.57ની એવરેજથી 186 રન બનાવ્યા હતા. તેની બેટથી માત્ર એક ફિફટી ફટકારવામાં આવી હતી. શાકિબ અલ હસનને અમ્પાયરને આ સંબંધમાં અપીલ કરી હતી. જેના કારણે દુનિયાભરના ક્રિકેટ ફેન્સે તેને ટ્રોલ કર્યો હતો.