આફ્રિદી હાલમાં લિજેન્ડ લીગ ક્રિકેટ માસ્ટર્સમાં વ્યસ્ત છે. તે એશિયા લાયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની આગેવાની હેઠળની ટીમે ગૌતમ ગંભીરના ઈન્ડિયા મહારાજાને 85 રનથી હરાવ્યું અને ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. માનવામાં આવે છે કે આફ્રિદીનો વાયરલ વીડિયો ઈન્ડિયા સામે જીત નોંધાવ્યા બાદનો છે.
Shahid Afridi signing the Indian flag given to him by an Indian security official in Qatar. He has such a big heart ❤️ #LegendsLeagueCricket pic.twitter.com/F0ItuTcUNQ
— Farid Khan (@_FaridKhan) March 19, 2023
દિગ્ગજો વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા એશિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. ઉપુલ થરંગાએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઈન્ડિયા મહારાજા 16.4 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી કેપ્ટન ગંભીરે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. આફ્રિદીએ મોહમ્મદ કૈફની એક વિકેટ લીધી હતી.
PSL 2023 નુ ટાઈટલ શાહિન આફ્રિદીની ટીમ લાહોર ક્લંદર્સે જીતી લીધુ છે. માત્ર 1 રનથી રોમાંચક જીત મેળવીને ટ્રોફી પોતાને નામ કરી છે. જે માટે પહેલાથી લાહોરની ટીમ પ્રબળ દાવેદાર મનાતી હતી. PSL 2023 Final મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. ફાઈનલ મેચ લાહોર ક્લંદર્સ અને સુલ્તાન મુલ્તાન્સ વચ્ચે રમાઈ હતી. શાહિન આફ્રિદીએ ટોસ જીતીને મુલ્તાનની ટીમ સામે પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ રિઝવાનની ટીમ સામે લાહોરે નિર્ધારીત 20 ઓવરમાં 200 રનનો સ્કોર ખડક્યો હતો.
અંતિમ ચાર ઓવરમાં લાહોરે 71 રન સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા. જેમાં કેપ્ટન શાહિને મહત્વની ઈનીંગ રમી હતી. જવાબમાં મુલ્તાન તરફથી રાઈલી રુસોએ અડધી સદી ફટકારીને મેચ રોમાંચક બનાવી હતી. મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી. અંતિમ બોલ પર મેચનુ પરિણામ આવ્યુ હતુ.