AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR એ RCB પર મોટી જીત મેળવતા જ ઝૂમી ઉઠ્યો ‘પઠાણ’, ઈડન ગાર્ડન્સમાં શાહરુખ ખાન સાથે પુત્રી સુહાના અને શનાયા, Video

Shah Rukh Khan: ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં સુહાના અને શનાયા સાથે IPL ની પોતાની ટીમ KKR ને સપોર્ટ કરવા માટે પહોંચ્યો હતો. જ્યાં શાહરુખ RCB પર મોટી જીત ખૂબ નાચ્યો હતો.

KKR એ RCB પર મોટી જીત મેળવતા જ ઝૂમી ઉઠ્યો 'પઠાણ', ઈડન ગાર્ડન્સમાં શાહરુખ ખાન સાથે પુત્રી સુહાના અને શનાયા, Video
Shah Rukh Khan dance on jhume jo pathaan Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 9:05 AM
Share

Shah Rukh Khan: 6 એપ્રિલ એટલે કે ગુરુવારની સાંજ કોલકાતામાં શાહરુખ ખાનની ટીમ માટે જબરદસ્ત હતી. હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ સહિતના મોંઘા અને સ્ટાર ખેલાડીઓથી સજેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે જીત મેળવી હતી. IPL 2023 માં કોલકાતા માટે આ મોટી જીત રહી હતી. બેંગ્લોર ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ માટે પહેલાથી જ જીત મેળવવાનુ અનુમાન સૌ કોઈ કરી રહ્યુ હતુ. પ્રથમ મેચમાં મુંબઈ સામે જોવા મળેલો જીતનો નશો ઈડન ગાર્ડન્સમાં શાહરુખ ખાનની ટીમના મિસ્ટ્રી સ્પિનરે ઉતારી દીધો હતો. પોતાની ટીમની જીત પર બોલીવુડ સ્ટાર શાહરુખ ખાન ખુશીઓથી ઝૂમી ઉઠ્યો હતો.

જીતની ખુશીઓ મનાવતો ઝૂમી રહેલા શાહરુખ ખાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. શાહરુખ ખાન પઠાણ ગીત પર ઝૂમી રહેલો નજર આવી રહ્યો હતો. શાહરુખને ઝૂમતો જોઈ ઈડન ગાર્ડન્સમાં હાજર સૌ કોઈ બસ તેને જોવા જ લાગ્યા હતા. તેણે જીતની ખૂશીઓની પળને ખૂબ એંજોય કરી હતી.

શાહરુખની પુત્રી શનાયા પણ જોવા મળી

કોલકાતામાં રમાયેલી આ મેચમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પણ જોવા મળી હતી. તેની સાથે શનાયા કપૂર પણ જોવા મળી હતી. બોલીવુડના એક્ટર સંજય કપૂર અને મહીપનુ પુત્રી શનાયા શાહરુખની પુત્રી સુહાનાની દોસ્ત છે. બંને વચ્ચે બાળપણથી દોસ્તી છે. શાહરુખ ખાન ના વિડીયો ઉપરાંત સુહાના ખાન અને શનાયા કપૂરની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. દરમિયાન શાહરુખ આ બંનેની સાથે તસ્વીરમાં જોવા મળ્યો હતો અને તે પુત્રી સાથે વાતો કરતો નજર આવ્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2023: CSK ના કોચ ડ્વેન બ્રાવોની હોટ ગર્લફ્રેન્ડ ખૂબસૂરતી કરતા વધારે તેના શોખને કારણે ચર્ચામાં રહે છે, જુઓ Viral Photo

કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા માટે જૂહી ચાવલા ઈડન ગાર્ડન્સ પહોંચી હતી. તેની તસ્વીરો પણ વાયરલ થવા લાગી હતી. મેચની વાત કરવામાં આવે તો બેંગ્લોરની ટીમ માત્ર 123 રનમાં જ 18મી ઓવરમાં સમેટાઈ ગઈ હતી. કોલકાતાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 204 રનનો સ્કોર 7 વિકેટે ખડક્યો હતો. વિરાટ કોહલીએ 21 રન નોંધાવ્યા હતા. આમ કોલકાતાએ 81 રનથી જીત મેળવી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">