‘રોહિત શર્મા’ ફરી સંભાળશે મુંબઈની કેપ્ટનશિપ? દિગ્ગજ ખેલાડીએ કર્યો ‘મોટો દાવો’, ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ
શું રોહિત શર્મા ફરી સંભાળશે મુંબઈની કમાન? ક્રિકેટ જગતમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક પૂર્વ દિગ્ગજે ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, જો ટીમમાંથી મોટો ખેલાડી અલગ થાય છે, તો બગડેલી બાજીને માત્ર રોહિત જ ફરીથી પાટા પર લાવી શકે છે.

ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને લાગે છે કે, IPL 2027 માટે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા હોવા જોઈએ. રોહિત, જેને IPL 2024માં મુંબઈએ કેપ્ટનશિપ પરથી હટાવી દીધા હતા, હવે ફરી એકવાર તેમના કેપ્ટન બનવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિક હવે MI છોડીને જઈ શકે છે.
જો હાર્દિક મુંબઈને છોડે છે, તો ફ્રેન્ચાઇઝીને એક કેપ્ટન બનાવવાની જરૂર પડશે. IPL 2028 પહેલા મેગા ઓક્શન થવાનું છે અને એવામાં અશ્વિનને લાગે છે કે, જો રોહિત એક વર્ષ માટે કેપ્ટન બને છે, તો બધી બાબતો ઠીક કરી શકે છે. પૂર્વ દિગ્ગજ સ્પિનરને એવું પણ લાગે છે કે, હાર્દિક મુંબઈની સાથે નહીં રહે અને તેઓ આગામી સિઝનમાં નવી ફ્રેન્ચાઇઝી સાથે રમતા જોવા મળશે.
રોહિત શર્મા બધું ઠીક કરી શકે છે: રવિચન્દ્રન અશ્વિન
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા આગામી સિઝન માટે રોહિતને કેપ્ટન બનાવવાની વાત કરી. તેમણે કહ્યું, “મને લાગે છે કે રોહિત શર્મા અને કાયરન પોલાર્ડનું કોમ્બિનેશન સારું સાબિત થઈ શકે છે. આવું થશે એ મને ખબર નથી પરંતુ હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝીની સાથે નહીં હોય એ મને પૂરો વિશ્વાસ છે. તેમના ત્યાં રહેવાના ચાન્સ ખૂબ ઓછા છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમથી બહાર છે, જેના કારણે તેમના કેપ્ટન બનવાના ચાન્સ પણ ખૂબ ઓછા છે.”
ROHIT SHARMA X KIERON POLLARD A GOOD COMBINATION
Ravi Ashwin said ️,
“I think Rohit and Pollard can be a good combination. This might happen, I don’t know. I am sure Hardik will not be there. His chances of staying there are very low. Suryakumar is out of the Indian team. I don’t see him captaining MI. It has become a big problem. This team needs to fix a lot of things now. Anyway, there is only one year left for the mega auction. Who has the experience to fix these things in this short time? It is Rohit. So I think it is an obvious choice, at least for this year. He is a frontrunner for me. He has a good bond with Polly also.”
— Cricket Central (@CricketCentrl) October 25, 2026
પૂર્વ ઓફ સ્પિનરે આગળ કહ્યું, “આ એક ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે અને હવે બધું ઠીક કરવાની જરૂર છે. મેગા ઓક્શનમાં માત્ર એક જ વર્ષ બાકી છે. આટલા ઓછા સમયમાં જો બાબતોને ઠીક કરવાનો અનુભવ કોઈની પાસે છે, તો તે રોહિત શર્મા છે. એટલા માટે મને લાગે છે કે, ઓછામાં ઓછા એક વર્ષ માટે રોહિત સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પોલી સાથે તેમની બોન્ડિંગ પણ સારી છે.”
કાયરન પોલાર્ડ હશે Head Coach
મુંબઈએ આગામી સિઝન માટે મહેલા જયવર્ધનેને કોચિંગ પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ ફ્રેન્ચાઇઝીએ કાયરન પોલાર્ડને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જે ટીમને નવી દિશા આપવાનો પ્રયાસ કરશે. મુંબઈના સતત ત્રણ સિઝન ખરાબ પ્રદર્શનને કારણે જયવર્ધનેને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.
